Kutch : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નલિયા કોર્ટમાં રજૂ કરાયો

|

Apr 25, 2023 | 12:42 PM

આજે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATSની ટીમ ચુસ્ત બંદોબસ્તી સાથે કચ્છના નલિયા કોર્ટમાં રજૂ કર્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.

Kutch : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નલિયા કોર્ટમાં રજૂ કરાયો
Lawrence Bishnoi

Follow us on

ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં આતંક મચાવનાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને આજે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાયો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ATSની ટીમ લોરેન્સને કોર્ટમાં લઈ આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.

આ પણ વાંચો : Kutch: નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં દાતાઓએ હરિકૃષ્ણ મહારાજને અપર્ણ કર્યું સુવર્ણનું દાન, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત જુઓ Photos 

પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

ગુજરાત એટીએસ દ્વારા પ્રોડક્શન વોરંટ જાહેર કરાયું

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની સહિત 8 લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસ દ્વારા આ મામલે પ્રોડક્શન વોરંટ જાહેર કરાયું હતું. જે અંતર્ગત ગુજરાતના NDPSના એક કેસમાં લોરેન્સ બિશ્નોઇની પૂછપરછની માગ કરવામાં આવી હતી. ATS દ્વારા આ મામલે પટિયાલા હાઉસની NIA કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ માટે અરજી કરવામાં આવી હતી.

લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન અને સંજય રાઉતને આપી હતી ધમકી

જેને કોર્ટે મંજૂર કરતા ATS હવે ડ્રગ્સના કાળા કારોબારનો વધુ પર્દાફાશ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. જ્યારે કે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પણ લોરેન્સ બિશ્નોઇએ કરાવી હતી.

ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના 7 સાગરીતોની કરી ધરપકડ

આ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ઝૂંઝનું જીલ્લામાં સક્રિય એવી લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના કેટલાક સાગરિતો શહેરના પીપલોદ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળી હતી. ખાનગી રાહે તપાસ કરાતા સારસ્વત નગરમાં છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાની યુવકો રહેવા આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

અહીં દરોડા પાડવામાં આવતાં સાત શખ્સો ઝડપાયા હતાં. દેવેન્દ્રસિંહ મદનસિંહ શેખાવત, પ્રવીણસિંહ ભગવાનસિંહ રાઠોડ, કિશનસિંગ ઉર્ફે ક્રિશ્નાસિંહ શ્રવણસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ જીતસિંહ તવર, મોહિત મહેરચંદ યાદવ. અજયસિંહ રોહિતાસસિંહ ભાટી અને રાકેશ રમેશકુમાર સેન એમ સાત જણાને અટકાયતમાં લઇ પૂછપરછ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article