Kutch: બજાર કરતા ટેકાના ભાવે વધુ પૈસા મળતા, ખેડૂતો સામેથી ખરીદ કેન્દ્ર માગી રહ્યા છે: રૂપાલા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની કમાન સંભાળી ત્યારથી ખેડૂતો માટે સતત તેઓ ચિંતા સેવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત કામગીરી કરી રહી હોવાની વાત રૂપાલાએ કરી હતી.

Kutch: બજાર કરતા ટેકાના ભાવે વધુ પૈસા મળતા, ખેડૂતો સામેથી ખરીદ કેન્દ્ર માગી રહ્યા છે: રૂપાલા
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Apr 24, 2023 | 9:24 AM

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કચ્છની મુલાકાત લીધી હતી. જે દરમ્યાન અબડાસાના મોથોળા ખાતે ખેતીવાડી માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યુ હતુ. માર્કેટના લોકાર્પણ પ્રસંગે પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની કમાન સંભાળી ત્યારથી ખેડૂતો માટે સતત તેઓ ચિંતા સેવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત કામગીરી કરી રહી છે.

રાયડાનું કેન્દ્ર કચ્છને મળી ગયું – રૂપાલા

ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદીથી લઈને અન્ય યોજનાઓનું દેશમાં અમલીકરણ થઈ રહ્યું છે. ત્યારે કચ્છના ખેડુતોને સંબોધતા તેમણે જણાવ્યુ કે, રાયડાનું કેન્દ્ર કચ્છને મળી ગયું છે હવે ખેડૂતો દ્વારા સૂરજમુખીની ખરીદી અંગે માંગણી કરાઈ છે જે ખેડૂતોની જાગૃતિ દર્શાવે છે. વડાપ્રધાનએ જ્યારથી દેશની શાસન ધૂરા સંભાળી છે ત્યારથી એમ.એસ.પી અંગે ખેડૂતો વધુ જાગૃત થયા છે. સરકાર દ્વારા બજાર કરતા ઉચ્ચ ભાવે ખેત ઉત્પાદોની થતી ખરીદીના કારણે હવે ખેડૂતો ખુદ સામેથી ખરીદ કેન્દ્રની માંગણી કરતા થયા છે, જે ખૂબ જ સારી બાબત છે. ખેડુતો તેનો વધુમાં વધુ લાભ લે તેવી પણ અપીલ કેન્દ્રિય મંત્રી દ્વાર કરવામાં આવી હતી.

વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી

અબડાસામાં ખેડુતોના લાભાર્યે આયોજીત કાર્યક્રમની સાથે કચ્છમાં આયોજીત બે મોટા ધાર્મીક કાર્યક્રમોમાં પણ રૂપાલાએ હાજરી આપી હતી. ભુજ સ્વામીનારાયણ મંદિર દ્રારા આયોજીત નરનારાયણ દ્રિ-શતાબ્દી મહોત્સવમાં પહોચી મહોત્સવમાં આવેલા ભક્તોને તેમણે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું ભારતની અર્થવ્યવસ્થા માત્રને માત્ર ગૌ આધારિત જ હોવી જોઈએ અને તેનો પ્રારંભ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા કરવામાં આવ્યો છે, જેની ખુશી વ્યક્ત કરી હતી. મંદિર બાબતે તેમણે કહ્યું મંદિર દ્રારા જે કાર્યો થાય છે તે દેશહિત માટે થાય છે.

આ પણ વાંચો : RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, વિશ્વમાં ફક્ત ભારતે જ કરી શ્રીલંકાની મદદ, રશિયા-યુક્રેન યુદ્ધ પર આપી પ્રતિક્રિયા

રામકથાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની હાજરી

મંત્રી રૂપાલા ભુજની સાથે નખત્રાણા સિંહ ટેકરી ત્રિક્રમ સાહેબ મંદિર ખાતે આયોજીત મોરારી બાપુની રામકથામાં પણ હાજરી આપી હતી. 22 થી 30 એપ્રીલ દરમ્યાન ચાલનારી આ રામકથાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે વિવિધ સંતો પણ કથામાં ઉપસ્થિત રહ્યા હતા કથાના મંચ પરથી પુરૂષોત્તમ રૂપાલાએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વખાણ કરી વિદેશમાં પણ મોરારી બાપુની વાતો થાય છે જે ગૌરવની વાત ગણાવી હતી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
રાજકોટના જસદણ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8474 રહ્યા
રાજકોટના જસદણ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8474 રહ્યા
આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે