Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સી આર પાટીલના સભામાં ઉછળી ખુરશીઓ, રુપાલાના વિરોધમાં સભા મંડપમાં ખુરશીઓ તોડાઇ, જુઓ Video

પરશોત્તમ રુપાલાના વિરોધનો પડઘો હવે સી આર પાટીલના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે. ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી હોવાનું સામે આવ્યુ છે.

Breaking News : સી આર પાટીલના સભામાં ઉછળી ખુરશીઓ, રુપાલાના વિરોધમાં સભા મંડપમાં ખુરશીઓ તોડાઇ, જુઓ Video
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 06, 2024 | 1:16 PM

પરશોત્તમ રુપાલાના વિરોધનો પડઘો હવે સી આર પાટીલના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે. ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી હોવાનું સામે આવ્યુ છે.

વિરોધ કરનારાઓએ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી

આજે દેવભૂમિ દ્વારકામાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે થવાનું હતુ. જો કે આ કાર્યક્રમમાં પરશોત્તમ રુપાલાના વિરોધના પડઘા જોવા મળ્યા. સી આર પાટીલ એક તરફ ઉદ્ઘાટન માટે રિબિન કટ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ વિરોધ કરનારાઓએ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી રહ્યા હતા.

રેલિંગ તોડી લોકો સભામાં ઘૂસ્યા

સી આર પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા. પરશોત્તમ રુપાલા સામેનો વિરોધ લોકો અહીં ઠાલવતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ધસી આવતા તેમને રોકવામાં આવ્યા હતા. જો કે ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદઘાટન સમયે લોકો રેલિંગ તોડી સભામાં ઘૂસ્યા હતા અને વિરોધ દર્શાવવા લાગ્યા હતા.

હરમનપ્રીત T20માં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય બની
ઇતિહાસના સૌથી અમીર ક્રિમિનલ Pablo Escobar નું આવું હતું અજેય સામ્રાજ્ય
મરઘી કેટલા દિવસમાં ઈંડા મૂકે છે?
સુનિતા વિલિયમ્સને લઈ મોટા સમાચાર ! પૃથ્વી પર પાછા ફરવાને લઈ આવી માહિતી
Elaichi water Benefits : ડાયાબિટીસ માટે મળી ગયો રામબાણ ઈલાજ, આ રીતે બનાવો એલચીનું પાણી
Alum and Turmeric Benefits : ફટકડી અને હળદરના મિશ્રણથી દુર થશે શરીરની આ 7 સમસ્યા

SPએ લોકોને બહાર કાઢવા પડ્યા

સી આર પાટીલનું આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓએ ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જો કે બીજી જ તરફ થોડી જ વારમાં લોકોએ સભામાં આવીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. લોકોનું સંખ્યાબળ એટલુ હતુ કે SPએ ઘટના સ્થળે પહોંચીને સભા મંડપમાંથી ક્ષત્રિય સમાજના લોકોને બહાર કાઢ્યા હતા.

રોડ પર વિશાળ સંખ્યામાં રાજપૂતો થયા હતા એકત્ર

ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ ગામે ગામ ઉઠી રહી છે. આ માગ સાથે જ ક્ષત્રિય સમાજના લોકો ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદઘાટન સમયે પણ પહોંચી ગયા હતા. ક્ષત્રિય સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને આ કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવ્યા હતા.આ સાથે જ લોકોએ પોતાનો રોષ ખુરશીઓ તોડીને વ્યક્ત કર્યો હતો.

પોલીસે થોડી જ વારમાં વિરોધ કરનારાઓને હટાવી તો લીધા હતા. હાલ સ્થિતિ તો થાળે પડી ગઇ છે. જો કે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે.તેઓ કોઇપણ ભોગે પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ પર અડગ જોવા મળી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">