Kheda: હાથજ ગામમાં વિદ્યાર્થીઓને ગરબાના સ્થાને તાજિયા કરાવતા વિવાદ
હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને વિધર્મી નામ વાળી ટી-શર્ટ પહેરાવીને તાજીયા રમાડ્યા હોવાનું સામે આવ્યું હતું.
નવરાત્રીના (Navratri 2022) તહેવારમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડા (Kheda) જિલ્લાના નડિયાદમાં આવેલી હાથજ ગામની પે સેન્ટર શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીઓને (Student) શાળામાં ભણતરની સાથે ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. તેના જ ભાગરૂપે હાથજ ગામની પે સેન્ટર શાળામાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાં ગરબા રમવા આવવાનું કહેવામાં આવ્યું પરંતુ શાળામાં ગરબાની જગ્યાએ તાજિયાના ગીત વગાડવામાં આવ્યા હતા તેમજ બાળકોને વિધર્મી નામ વાળી ટી-શર્ટ પહેરાવીને તાજીયા રમાડ્યા હોવાનું સામે આવ્યું હતું.
વીડિયોમાં જોવા મળ્યું હતું કે શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ગરબા રમવાને બદલે બે હાથે છાતી કૂટતા જોવા મળ્યા હતા.
Row after students were made to perform Tajia instead of #Garba in #Navratri celebrations #Nadiad #Gujarat #TV9News pic.twitter.com/wLesyP0hVR
— Tv9 Gujarati (@tv9gujarati) October 2, 2022
આ ઘટનાનો વીડિયો સામે આવતા ગ્રામજનો અને હિંદુ સેનામાં રોષ ભભૂક્યો હતો. તેમજ ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શાળા તંત્ર સામે પગલા લેવા રજૂઆત કરી હતી. હિંદુ સમાજે આક્ષેપ કર્યો હતો કે, વિધર્મી શિક્ષિકાઓએ બાળકોને ગરબાને બદલે તાજીયા રમવા ફરજ પાડી હતી અને વિધર્મી શિક્ષિકાઓ અને પ્રિન્સિપાલ હિંદુ બાળકોને મૂળ ધર્મથી દૂર કરી રહ્યા છે. તેમજ આ ઘટના પાછળ તાજેતરમાં પ્રતિબંધ થયેલી PFIનો હાથ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે આ આયોજન કેમ અને કોના કહેવાથી થયું તેને લઈને તપાસની માગણી કરવામાં આવી છે