KUTCH : બાંધકામ મંજુરી નથી લીધી તો મેળવી લેજો, ભુજના ભરચક વિસ્તારમાં ઉભો કરાયેલ શો-રૂમ સીલ કરાયો
2016માં ભુજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા થઇ ગયેલી 22 કોમર્સીયલ મિલ્કતો કોઇપણ બાંધકામ મંજુરી વગર ઉભી થઇ ગઇ હોવાનુ ધ્યાને આવ્યું હતું. જે મામલે નોટીસ બજવણી પછી કેટલાક મિલ્કતધારકોએ મંજુરી મેળવી હતી.
કચ્છમાં (KUTCH)આવેલા ભુકંપ પછી બાંધકામ માટેના ચોક્કસ નિયમો સાથે તેનુ પાલન થાય તે માટે ભુજ એરીયા ડેવલોપમેન્ટ કચેરીની રચના કરવામાં આવી હતી. જોકે ઓછા સ્ટાફ અને ચોક્કસ આયોજન વગર ભુજ શહેર અને તેની આસપાસ અનેક કોર્મસીયલ ઇમારતો બાંધકામ નિયમ વિરૂધ્ધ ઉભી થઇ ગઇ છે. જેને તોડવા માટે અનેક જાગૃત નાગરીકો લડી પણ રહ્યા છે. તો તંત્રએ પણ આવા બાંધકામો આઇડેન્ટીફાય કર્યા છે. જોકે હવે રહી રહીને લાંબા સમયથી અટકી પડેલી કાર્યવાહી શરૂ કરાઇ છે. અને શહેરમાં કોઇપણ મંજુરી વગર કરાયેલા બાંધકામ સામે કડક કાર્યવાહી કરવાનુ શરૂ કરાયુ છે. આવુ જ એક બાંધકામ શહેરમાં ક્રિમ કહી શકાય તેવા વિસ્તાર વાણીયાવાડમાં ઉભુ થઇ ગયું હતું . જે મામલે તપાસ કર્યા બાદ ભાડાએ તેને કલેકટરના આદેશ મુજબ સીલ કર્યુ છે.
આવી કામગીરી ચાલુ રહેશે
2016માં ભુજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા થઇ ગયેલી 22 કોમર્સીયલ મિલ્કતો કોઇપણ બાંધકામ મંજુરી વગર ઉભી થઇ ગઇ હોવાનુ ધ્યાને આવ્યું હતું. જે મામલે નોટીસ બજવણી પછી કેટલાક મિલ્કતધારકોએ મંજુરી મેળવી હતી. પરંતુ કેટલાકે નિયમો નેવે મુકી કોઇપણ મંજુરી વગર બાંધકામ કરી નાંખ્યુ હતુ. જે મામલે લાંબી પ્રક્રિયા પછી ભાડાએ કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યુ છે. ભુજના વાણીયાવાડ વિસ્તારમાં અંદાજે ૬૫.૬૩ ચો.મી.ના પ્લોટમાં બે માળનું અંદાજીત ૨૪૨૧ ચો. ફૂટના બાંધકામ વાળુ ૭ કરોડની બજાર કીંમતના બિન-અધિકૃત બાંધકામ ‘પ્રાણ મેટલ્સ’શો-રૂમ દ્રારા ઉભુ કરી દેવાયુ હતુ જે આજે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ તળે સીલ કરવામાં આવ્યું છે.
બાંધકામ મંજુરી મેળવો નહી તો સીલ થશે
સરકાર દ્વારા અમલી બાંધકામના નિયમોને નેવે મુકી કોઈ પણ બાંધકામ પરવાનગી વગર બાંધકામ થઇ ગયેલ ભુજમાં અનેક ઇમારતો છે. અને તેનો બિન-અધિકૃતવપરાશ કરવામાં આવી રહ્યો છે. આવી અનેક ફરીયાદો વચ્ચે ભુજના મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતએ જણાવ્યુ છે કે 2016 થી આવા બાંધકામો અંગે પ્રક્રિયા ચાલુ છે અને ત્યાર બાદ પણ અનેક કોમર્સીયલ ઉપયોગમાં બાંધકામ મંજુરી ન લીધી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આગામી દિવસોમાં આવી તમામ ઇમારતો સામે કાયદેસર કાર્યવાહી કરી સીલ કરવાથી કડક પગલા લેવામાં આવશે. પરવાનગી મેળવ્યા બાદ જ મંજૂર થયેલ નક્શા અને ઉપયોગને સુસંગત મુજબનુ બાંધકામ જ માન્ય ગણાશે નહી તો કાયદેસર કાર્યવાહી આવા મિલ્કત ધારકો સામે થશે.
કચ્છમાં ભુકંપ પછી નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ બાંધકામ માટેની ચોક્કસ ગાઇડલાઇન નક્કી કરાઇ છે. પરંતુ વિકાસની દોડ અને તંત્રની ઉદાશીનતાને લીધે આવી અનેક ઇમારતો છે જે કોઇપણ મંજુરી વગર ઉભી કરી દેવાઇ છે. જો કે હવે તંત્ર આવા બાંધકામ સામે લાલઆંખ કરી સીલની કાર્યવાહી કરી છે. સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે બાંધકામ મંજુરી નહી હોય તો સીલ કરવાની કામગીરી ભાડા દ્વારા ચાલુ રખાશે.