Junagadh: યોગી આદિત્યનાથના શપથ સમારોહમાં સંત શેરનાથ બાપુ રહેશે હાજર, બાપુએ કહ્યુ, ”યોગી આદિત્યનાથના શાસનમાં લોકોને પૂરો વિશ્વાસ છે”

બાબા રામદેવ, મથુરા, વૃંદાવન, અયોધ્યા હરિદ્વાર સહિત દેશના ઘણા રાજ્યોમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી જૂનાગઢના સંત શેરનાથ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમની સાથે ચાર સેવક પણ શપથ સમારોહમાં હાજર રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 12:58 PM

ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માં પ્રચંડ જીત મેળવ્યા બાદ યોગી આદિત્યનાથ બીજી વાર સત્તાની કમાન સંભાળવા તૈયાર થઈ ગયા છે. સાંજે ચાર કલાકે યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન પદના શપથ લેશે. ત્યારે આ કાર્યક્રમમાં સામેલ થવા જૂનાગઢ (Junagadh)ના સંત શેરનાથ બાપુ (Shernath Bapu)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શેરનાથ બાપુ સાથે ચાર સેવકો આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ અંગે શેરનાથ બાપુએ TV9ની સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ”યોગી આદિત્યનાથના શાસનમાં લોકોને પૂરો વિશ્વાસ છે. દરેક સમાજ માટે યોગીએ વિકાસ કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યુ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે દરેક સમાજે યોગીનો ફરી સ્વીકાર કર્યો છે.

આજે સાંજે 4 કલાકે યોગી આદિત્યનાથની મુખ્યપ્રધાન પદ માટે શપથવિધિ છે. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે ભાજપ સંગઠને ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યપ્રધાન અને પાંચ નાયબ મુખ્યપ્રધાનોને આમંત્રણ મોકલ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશ પહોંચશે. આ સિવાય શપથ સમારોહમાં સામેલ થવા માટે યુપીના મોટા ઉદ્યોગપતિઓ અને આઈએમએને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

નાથ સંપ્રદાય સહિત તમામ મોટા મઠોના સાધુ સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. બાબા રામદેવ, મથુરા, વૃંદાવન, અયોધ્યા હરિદ્વાર સહિત દેશના ઘણા રાજ્યોમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી જૂનાગઢના સંત શેરનાથ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમની સાથે ચાર સેવક પણ શપથ સમારોહમાં હાજર રહેશે. શેરનાથ બાપુ યોગી આદિત્યનાથના ગુરુભાઇ છે.

આ શપથવિધિમાં હાજરી આપવા ગુજરાતમાંથી ભાજપના 160 પદાધિકારીઓેને પણ આમંત્રણ અપાયું છે. ગુજરાતના જે પણ નેતાઓને યુપીની જવાબદારી સોંપાઇ તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે

આ પણ વાંચો-

કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી, વિધાનસભા ચૂંટણી જીતવા “બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ” સૂત્ર આપ્યુ

Follow Us:
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં