Kutch: 25 વર્ષથી મુંગા જીવો માટે નિ:સ્વાર્થ સેવા, મહિને 35 હજાર ખર્ચ, જાણો કચ્છના કાંઠડા ગામના ચારણ પરિવારનો સેવાયજ્ઞ

Kutch : માનવ સેવા એ પ્રભુ સેવા પરંતુ મુંગા અબોલ જીવોનુ શું તો આવા મળીએ કચ્છના એક એવા પરિવારને કે જેઓ છેલ્લા 25 વર્ષથી રખડતા શ્વાન (Dog) માટે ભોજન તૈયાર કરે છે. કીડી(Ant)ને કણ તથા અન્ય પશુઓની સેવામાં આખુ પરિવાર સહયોગ આપે છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 14, 2021 | 1:06 PM

Kutch : માનવ સેવા એ પ્રભુ સેવા ગણવામાં આવે છે પરંતુ અબોલ જીવોની સેવા પણ કઈ કમ નથી. એમાં પણ અબોલ જીવોની સેવા પાછળ જીંદગીનાં અઢી દાયકા ખર્ચ કરી નાખવા એ પણ કઈ નાની વાત નથી. વાત છે કચ્છનાં કાંઠડા ગામનાં ચારણ પરિવારની કે જે સતત 25 વર્ષથી આવા અબોલજીવોની સેવા કરતું આવ્યું છે અને આજે પણ આ પરિવારે પોતાના સેવાયજ્ઞની ધુણી ધખાવેલી રાખી છે.

કચ્છ (Kutch )ના માંડવી તાલુકાના આ કાંઠડા ગામમાં વસવાટ કરતા ચારણ પરિવારના મોભી જસાભાઇ ચારણ ફોરેસ્ટ વિભાગ (Forest Department)માં ફરજ બજાવતા હતા. આજથી 25 વર્ષ પહેલા એક શ્વાન(Dog)ને ભોજન આપ્યા બાદ તેઓએ આ સેવા શરૂ કરી અને આજે છેલ્લા 25 વર્ષથી તેઓ રખડતા શ્વાનોને ભોજન આપે છે, સાથે પશુઓના શિકારને પણ અટકાવે છે. તેમનો આખો પરિવાર તેમની મદદ કરે છે.

દરરોજની 250 રોટલી, રાબ અને શ્વાન(Dog)ને બિસ્કીટ સહિત માસિક 35,000નો ખર્ચ માત્ર અબોલ પશુઓની સેવામાં વાપરે છે. જેમાં તેનો આખો પરિવાર સહયોગ આપે છે. માસિક 5,000નો ખર્ચ કરી જસાભાઇ અને તેના પરિવારે માત્ર અબોલ પશુઓના ભોજન બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ હવે તો પરિવારના સભ્યો જ સેવામાં સામેલ થઇ ગયા છે અને તેના પરિવારના સભ્યોજ રોજ શ્વાન (Dog)માટે તથા અન્ય પશુઓ અને કીડી (Ant)ને કીડયારૂ પુરી નિત્ય સેવા કરી રહ્યા છે.

ગુજરાતમાં આમતો આવા અનેક સેવાભાવી છે પરંતુ 25 વર્ષથી અવીરત સેવા આપવી કપરુ કામ છે. જે પરિવારના દરેક સભ્યોના સહયોગથી આજેપણ ચાલુ છે. કચ્છમાં અનેક જીવદયાપ્રેમીઓ દાત્તાઓના સહયોગથી આવી સેવા આપી રહ્યા છે.

પરંતુ આખુ પરિવાર પોતાના ગુજરાન ચલાવવાની સાથે રખડતા શ્વાન અને અન્ય પશુઓનો વર્ષોથી નિભાવ કરતા હોય તેવુ માંડવીનુ આ ચારણ પરિવાર કદાચ એકલુ હશે, દિવસ દરમિયાન ભલે પશુઓ અને શ્વાન રખડતા હોય પરંતુ ભોજનના સમયે તેઓ અચુક પહોંચી જાય છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">