Kutch: કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ, વીજળી પડતા કિશોરીનું મોત

|

Sep 11, 2022 | 6:38 PM

કચ્છના (Kutch) અંજારમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ થયો હતો.

Kutch: કચ્છમાં  કડાકા ભડાકા સાથે વરસાદ, વીજળી પડતા કિશોરીનું મોત
કચ્છમાં પવન સાથે વરસાદ વરસ્યો

Follow us on

રાજ્યમાં ફરીથી એક વાર વિવિધ જિલ્લામાં વરસાદનોં (Rain) નોંધાયો છે, ત્યારે કચ્છમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા (Thunderstorm) થયા હતા અને વીજળી પડવાને લીધે 17 વર્ષીય કિશોરીનું મોત થયું હતું. કચ્છના (Kutch) અંજારમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ  બદલાયેલા  વાતાવરણ વચ્ચે  ભારે વરસાદ થયો હતો.

 

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગ  (IMD) દ્વારા આગામી 3-4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. અને આગાહી મુજબ આજે રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ થયો હતો. જેમાં અમરેલી જિલ્લાના લીલીયામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.  તો  ખેડા અને સુરત, ભરૂચમાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો તો બનાસકાંઠામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના તાપીમાં પણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ખાસ કરીને વ્યારા, વાલોડ, સોનગઢ તાલુકામાં વરસાદ થયો હતો.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ આજે રાજકોટ અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમ જ વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 13 સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી ત્યારે અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.

Next Article