Kutch: અફાટ રણમાં સર્જાયો દરિયો! પાકિસ્તાનમાં ભારે વરસાદથી કચ્છ સુધી પહોંચ્યું પાણી
કચ્છ જિલ્લાના છેવાડે અને પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલા ખાવડા (Khavda) અને ધોળાવીરા સુધી પાકિસ્તાનમાં આવેલા પૂરનું પાણી (Flood) આવી પહોંચ્યું હતું. સામાન્ય રીતે વર્ષ દરમિયાન સુક્કાભઠ્ઠ રહેતા રણમાં વહેતા પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને અફાટ રણમાં પાણી ભરાઈ જતા જાણે રણ દરિયામાં બદલાયું હોય એવો આભાસ થઈ રહ્યો છે.
હાલમાં કચ્છના (Kutch Desert ) રણમાં દરિયો હિલોળા લેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સ્થળ ત્યાં જળ નજરે પડે છે. કચ્છમાં પ્રમાણસર વરસાદ થયો છે પરંતુ પાકિસ્તાનમાં (Pakistan) થયેલી અતિવૃષ્ટિના પગલે વરસાદી પાણી વહીને છેક કચ્છના રણમાં પહોંચ્યું છે. કચ્છ જિલ્લાના છેવાડે અને પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલા ખાવડા (Khavda) અને ધોળાવીરા સુધી પાકિસ્તાનમાં આવેલા પૂરનું પાણી (Flood) આવી પહોંચ્યું હતું. સામાન્ય રીતે વર્ષ દરમિયાન સુક્કાભઠ્ઠ રહેતા રણમાં વહેતા પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને અફાટ રણમાં પાણી ભરાઈ જતા જાણે રણ દરિયામાં બદલાયું હોય એવો આભાસ થઈ રહ્યો છે.
મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદથી ડેમ ફરીથી થયા ઓવરફલો
ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો માલપુરનો વાત્રક ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી છે. અને ડેમની જળસપાટી 134.96 મીટર થઈ છે. ડેમની પૂર્ણ સપાટી છે 136.25 મીટર ડેમમાં પાણીની આવક વધતા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે
મહેસાણામાં ધરોઈ ડેમ છલોછલ
તો મહેસાણામાં ધરોઈ છલોછલ થયો છે અને ધરોઈ ડેમની જળસપાટી વધીને થઈ 621 ફૂટ થઈ છે. ડેમની પૂર્ણ સપાટી છે 622 ફૂટ ડેમમાં 10 હજાર 977 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમનો એક દરવાજો 6.7 ફૂટ ખોલીને પાણી છોડાયું છે. હાલ ડેમમાં 96.08 ટકા પાણીનો જથ્થો છે.