Kutch: લુપ્ત થઈ રહેલા હાલારી ગધેડાના સંવર્ધનના પ્રયાસ, પ્રથમ વખત હાલારી ગધેડીની ગોદભરાઈ વિધિ યોજાઇ

ગર્ભવતી ગધેડીની ગોદભરાઈ વિધિ કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ સૌ પ્રથમ ઘટના હોવાનુ સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમ માં 33 જેટલી હાલારી માદા ગધેડીઓ પણ હાજર રાખવામાં આવી હતી.

Kutch: લુપ્ત થઈ રહેલા હાલારી ગધેડાના સંવર્ધનના પ્રયાસ, પ્રથમ વખત હાલારી ગધેડીની ગોદભરાઈ વિધિ યોજાઇ
Kutch Efforts to breed endangered Halari donkey
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:32 PM

પાળેલા જાનવરોના લગ્ન સહિત અનેક એવા અનોખા કાર્યક્રમ વિષે આપણે સાંભળ્યુ હશે અને જોયુ પણ હશે પરંતુ ગધેડાની જાતને કોઇ પ્રસંગમાં સામેલ કરાયા હોય તેવુ ભાગ્યે જ આપણે જોયુ હશે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે હવે ગધેડાની કેટલીક લુપ્ત થતી જાતોને સરકારે રાષ્ટ્રીય માન્યતા તો આપી છે. પરંતુ ધટતી સંખ્યા વચ્ચે તેની ઉપયોગીતા વધારવા પણ ધણી સંસ્થાઓ કામ કરે છે. સૌરાષ્ટ્રના જામનગર દ્રારકા અને કચ્છના(Kutch)  કેટલાક વિસ્તારોમા જોવા મળતી હાલારી ગધેડાની(Halari Donkey)  જાતને ભારત સરકારે રાષ્ટ્રીય માન્યતા પશુઓલાદ તરીકે આપેલી છે. જો કે લુપ્ત થતા હાલારી ગધેડાની જાતને બચાવવા સૌરાષ્ટ્રમા અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં ગર્ભવતી ગધેડીની ગોદભરાઇની વિધી(Celebration)  આયોજીત કરવામા આવી

હાલારી  ગધેડાના સંવર્ધન માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ વિધિ  કરાઇ 

ગધેડીની ગોદભરાઈ (સીમંત) પણ કરવામાં હોય તેવુ તમે સાંભળ્યુ નહી હોય પણ. હા, આ વાત છે સૌરાષ્ટ્રના હાલારી ગધેડીની ગોદભરાઇની. હાલારી ગધેડાની સંખ્યા હવે ફક્ત 439 બચી છે, જે હવે બિલકુલ લુપ્ત થવાને આરે છે. આ ગધેડાને બચાવવા માટે અને સંરક્ષિત કરવા માટે કચ્છની સહજીવન સંસ્થા-ભુજ દ્રારા પણ પ્રયત્નો થઇ રહ્યા છે. હાલાર પંથકના ભરવાડ માલધારીઓ સાથે હાલારી ગધેડા ના સંરક્ષણ માટે આ અનોખો કાર્યક્રમ આયોજીત કરાયો હતો., જેમાં ભરવાડ સમાજ ની બહેનોએ તેમની પરંપરા મુજબ જેમ પોતાના પરિવાર માં આંગતુક બાળક ને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર વીધી કરવામાં આવે તે રીતે હાલારી ગધેડા ને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ કરી હતી.આ વિધિ રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામ ખાતે યોજવામાં આવી હતી.

કચ્છ જિલ્લામાં પણ હાલારી ગધેડાની નહિવત સંખ્યા

ગર્ભવતી ગધેડીની ગોદભરાઈ વિધિ કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ સૌ પ્રથમ ઘટના હોવાનુ સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમ માં 33 જેટલી હાલારી માદા ગધેડીઓ હતી. બહેનોએ ગર્ભવતી ગધેડીને સાજ શણગાર કરી, પૂજાવિધિ કરી, વિધિવત રીતે પોંખીને ગોદભરાઈ વિધિ પુર્ણ કરી હતી, કચ્છ જિલ્લામાં પણ હાલારી ગધેડાની નહિવત સંખ્યા જોવા મળે છે, કેટલાક કુંભાર પરિવારો હાલારી ગધેડા રાખે છે, હાલારી ગધેડાનું દુધ દેશ ની અન્ય તમામ ગધેડાની પ્રજાતિ ઓ કરતા ઔષધીય રીતે સૌથી વધારી પૌષ્ટિક હોઈ અને પ્રતિ લીટર રૂપિયા 1000 થી વધુ ઉપજવાની સંભાવના છે. જેના પગલે સહજીવન સંસ્થા દ્રારા હાલારી ગધેડાના સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-07-2024
નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 293 કેસ નોંધાયા, 8 ના મૃત્યુ

આ પણ વાંચો : Narmada : નાંદોદના ઉમરવા થી ઉમરવા નવી વસાહત સુધી રોડનું કામ શરૂ,માર્ગ અને મકાન મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Latest News Updates

અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
g clip-path="url(#clip0_868_265)">