Kutch: વનવિભાગ રહી રહીને જાગ્યું ધુડખર બાદ કડોલ અભ્યારણમાંથી 700 હેક્ટરમાંથી દબાણો દુર કરાયા
કચ્છના નાના રણમાં ધાતક હથિયારો સાથે બે જૂથો વચ્ચે થયેલ તકરારના વાયરલ વિડીયો બાદ પોલીસ તથા ખાસ કરીને વનવિભાગ સક્રિય થયુ છે. જેમાં ધાંગ્રધા વનવિભાગે ધુડખર અભયારણ્યમાં થયેલા ગેરકાયદે દબાણો દુર કરવા સાથે કાર્યવાહી કરી 77 લાખથી વધુના સાધનો જપ્ત કર્યા છે. જોકે તે મામલે સ્થાનિક અગરીયાઓએ વિરોધ નોંધાવ્યો છે
કચ્છના નાના રણમાં ધાતક હથિયારો સાથે બે જૂથો વચ્ચે થયેલ તકરારના વાયરલ વિડીયો બાદ પોલીસ તથા ખાસ કરીને વનવિભાગ સક્રિય થયુ છે. જેમાં ધાંગ્રધા વનવિભાગે ધુડખર અભયારણ્યમાં થયેલા ગેરકાયદે દબાણો દુર કરવા સાથે કાર્યવાહી કરી 77 લાખથી વધુના સાધનો જપ્ત કર્યા છે. જોકે તે મામલે સ્થાનિક અગરીયાઓએ વિરોધ નોંધાવ્યો છે અને પારંપરિક અગરિયા વ્યવસાય કરતા લોકોને છુટછાટ સાથે રોજગારી છીનવાઇ જવાની દહેશત વ્યક્ત કરી કલેકટર અને વનવિભાગને રજુઆત પણ કરી છે ત્યારે હવે કચ્છનુ વનવિભાગ પણ જાગ્યુ છે અને કચ્છના ભચાઉ નજીકના કડોલ વન્યપ્રાણી અભ્યારણમાં થઇ ગયેલા દબાણો વનવિભાગે દુર કર્યા છે.
વન્યપ્રાણી રહેઠાણને નુકશાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો
જો કે સવાલ એ છે કે હજારો હેક્ટરમાં થઇ ગયેલા દબાણો થયા ત્યારે વનવિભાગ શું કરતી હતું જો કે દેર આયે દુરસ્ત આયે તેમ વનવિભાગે 700 હેક્ટરમાં મીઠુ પકવવા માટે બનાવાયેલ અગરો દુર કર્યા છે. આ અગાઉ ભચાઉ તાલુકાના કડોલ ગામ નજીક કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં સંયુક્ત પેટ્રોલિંગ કરી વન્યપ્રાણી સંરક્ષણ ધારા-1972 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વન્યપ્રાણી રહેઠાણને નુકશાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ રૂટિન પ્રક્રિયા મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.
ગેરકાયદે કબ્જો દબાણ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દબાણ દૂર કરવાની કામગીરી
જેમાં મીઠાના અગર માટે ગેરકાયદેસર પાળા બનાવવા ઉપયોગમાં લેવાયેલ વાહન,હીટાચી, બોર બનાવવાની મશીનરી વગેરે જપ્ત કરી અને આરોપીઓ પાસેથી એડવાન્સ દંડ રીકવરી વસૂલ કરી ગેરકાયદેસર પાળા તોડી પડાઇ છે.. અભ્યારણ્યમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી કચ્છ પૂર્વ વન વિભાગની ફોરેસ્ટ ટીમ દ્વારા ગેરકાયદેસર પાળા,હદ,નિશાનીઓ વગેરેને તોડી અભ્યારણ્યની જમીન પર ગેરકાયદે કબ્જો દબાણ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દબાણ દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલુ છે.
અંજાર,રાપર,આડેસર અને મુન્દ્રા વનવિભાગની ટીમો પણ કામગીરીમાં જોડાઇ
જેમાં છેલ્લા કેટલાક દિવસોથી વન વિભાગ ગુના નોંધી, મશીનરી વગેરે જપ્ત કરી ગેરકાયદેસર મીઠાના પાળા તોડી અભ્યારણ્યની અંદાજિત 600 -700 હેક્ટર જમીન પર કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવેલ છે અને ગેરકાયદેસર મીઠું ઉત્પાદન થાય તે પહેલાં જ સઘન ઝુંબશ હાથ ધરેલ છે. આવનારા દિવસોમાં પણ અભ્યારણ્યમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં રહેશે.ભુજ,અંજાર,રાપર,આડેસર અને મુન્દ્રા વનવિભાગની ટીમો પણ કામગીરીમાં જોડાઇ હતી.
કાયદાના ડર વગર રણમાં થયેલ માથાકુટ બાદ હવે વનવિભાગ સફાળુ જાગ્યું
કચ્છમાં મીઠાની આડમાં રણમાં થઇ રહેલા દબાણોનો મામલો વર્ષોથી પેચીદો છે અગાઉ પણ અનેકવાર તંત્રએ આવી કામગીરી કરી છે. પરંતુ ભુ-માફીયાઓ દ્રારા અગરોની આડમાં રણ પર કબજાના સતત પ્રયત્નો કચ્છના રણને જોડતા ત્રણ જીલ્લામાં થઇ રહ્યા છે. જો કે કાયદાના ડર વગર રણમાં થયેલ માથાકુટ બાદ હવે વનવિભાગ સફાળુ જાગ્યું છે અને હવે કચ્છના ભચાઉ અભ્યારણ્ય વિસ્તારમાં દબાણો દુર કર્યા છે. જે કામગીરી સંભવત આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે. પરંતુ સવાલ એ છે કે આટલી હેરફેર અને કામગીરી જ્યારે થઇ ત્યારે વનવિભાગ કયા હતું અને શું કરતુ હતુ.
આ પણ વાંચો : Surat : વરાછા વિસ્તારમાં 50 લાખ રુપિયાના હીરાની ચોરી, મોઢા પર રૂમાલ બાંધીને આવેલો તસ્કર CCTVમાં થયો કેદ