AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વરાછા વિસ્તારમાં 50 લાખ રુપિયાના હીરાની ચોરી, મોઢા પર રૂમાલ બાંધીને આવેલો તસ્કર CCTVમાં થયો કેદ

Surat Crime News : ચોરી થયેલા આ હીરાની કિંમત અંદાજે 50 લાખ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. બીજી તરફ ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 17, 2023 | 3:50 PM
Share

સુરતને હીરાનગરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુરત શહેરના વરાછા રોડ પર આવેલ મોહનનગર સોસાયટીમાં આવેલ સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં લાખોના હીરા ચોરી થવાની ઘટના બની છે. જેમાં એક અજાણ્યો ઇસમ મોઢે રૂમાલ બાંધી 50 લાખ જેટલી રકમના હીરા લઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે પણ ઘટનાની ગંભીરતા જોતા વિવિધ ટીમો બનાવીને હીરા ચોરને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સીસીટીવી દ્વારા આરોપીનો સ્કેચ બનાવીને તપાસ શરૂ કરી છે.

50 લાખ રુપિયાથી વધુના કિંમતના હીરાની ચોરી

સુરત શહેરમાં ગુનાખોરી વધી રહી છે. ગુનેગારો ખુલ્લેઆમ ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના બનવા પામી હતી સુરતના વરાછા રોડ પર આવેલ મોહનનગરમાં સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં 50 લાખની કિંમતના હીરાની ચોરી થવાની ઘટના બની છે. વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ફેક્ટરીમાં ઘૂસ્યો હતો અને અન્ય કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મુકેલા 150 કેરેટ જેટલા હીરાને સિફતપૂર્વક લઈને ફરાર થઇ ગયો હતો.

સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચોરી થયેલા આ હીરાની કિંમત અંદાજે 50 લાખ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. બીજી તરફ ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોવા મળે છે કે એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને ચાલુ કારખાનામાં પ્રવેશ કરે છે અને માળીયામાં પડેલા 50 લાખના હીરાની પોટલી લઇને ફરાર થઇ જાય છે.

કારખાનેદાર ફેકટરીમાં પહોચે છે ત્યારે થાય છે ઘટનાની જાણ

કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 50 લાખની કિંમતના હીરાની ચોરી થતા કારખાનેદાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટિમ ઘટના સ્થળે પોહચી તાપસ શરૂ કરી હતી અને સીસીટીવી આધારે આરોપીને પકડી પાડવા જુદી જુદી ટીમો રવાના કરી હતી. જોકે પોલીસે કારખાનેદારની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. બોઇલ કરવા મુકેલા હીરાની ચોરીની ઘટનામાં આરોપી દ્વારા અગાઉ રેકી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">