Gujarat Video : સુરતના પાલની સ્કૂલબસની અડફેટે આવતા 7 વર્ષના બાળકનું મોત, ઘટનાનો Video સામે આવ્યો

Gujarat Video : સુરતના પાલની સ્કૂલબસની અડફેટે આવતા 7 વર્ષના બાળકનું મોત, ઘટનાનો Video સામે આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 2:18 PM

પીડિત બાળકને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગઈરાત્રે સારવાર દરમિયાન બાળકનું મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

રાજ્યમાં સતત અકસ્માતની ઘટના જોવા મળે છે. આવી જ અકસ્માતની એક ઘટના સુરતના પાલમા બની છે. પાલની સ્કૂલ બસે 7 વર્ષના બાળકને અડફેટમા લેતા બાળકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર બપોરના સમયે બાળક તેની માતા સાથે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે સમયે કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલની બસે બાળકને અડફેટમા લેતા અકસ્માત સર્જોયો હતો.

આ પણ વાંચો : Gujarati Video : સુરતના કુવાદ ગામમાં ઝીંગા તળાવ માટે જમીનની ફાળવણી, Videoમા જુઓ સ્થાનિકોનો વિરોધ

પીડિત બાળકને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગઈરાત્રે સારવાર દરમિયાન બાળકનું મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બાળકને અડફેટમા લીધેલ ઘટનાને લઈને પાલ પોલીસે ગુનો નોધાવ્યો છે અને તેની આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બાળકને અડફેટમા લઈ આરોપી ફરાર થયાનું સામે આવી રહ્યું છે.

આ અગાઉ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે વરઘોડાને નડેલા અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઇજાગ્ર્સ્ત થયા હતા. જે હાલ સારવાર હેઠળ હતા. આ અકસ્માત અંગે પોલીસે ઇજાગ્રસ્તો પાસેથી વધારે માહિતી મેળવી હતી અને સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

Published on: Feb 17, 2023 01:09 PM
g clip-path="url(#clip0_868_265)">