કચ્છમાં (Kutch) ખેતી પછી પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે. પરંતુ દુધ ઉત્પાદન બાદ તેની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કચ્છના પશુપાલકોને તેનો આર્થિક ફાયદો (Financial Benifit) જોઇએ તેટલો મળતો નથી. જો કે સરહદ ડેરીના (Sarhad dairy) માધ્યમથી આજે કચ્છી પશુપાલકો પણ લાખો લીટર દુધ ઉત્પાદન કરી સારી આવક મેળવે છે. હવે સહકારી માળખાને વધુ મજબુત કરવાનુ કામ વડાપ્રધાનના (PM Modi) હસ્તે 28 ઓગસ્ટના થશે. કચ્છમાં માનવ વસતી કરતા પશુધનની વસતી વધુ છે. તેમજ અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. ત્યારે આ ક્ષેત્રમાં જો વિકાસની નવી તકો ખુલે તો કચ્છ જેવા સુકામલકમાં રોજગારીનું (Employment) સર્જન થાય તે આશય સાથે સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરીની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી.
જે બાદ 2013 માં માત્ર 4 વર્ષના ટુંકા ગાળામાં લાખોંદ (Lakhod) ખાતે 20 હજાર લીટર પેકેજિંગથી દૂધ પ્લાન્ટની શરૂઆત કરાઇ હતી. જે પ્લાન્ટ આજે વટવૃક્ષ બનીને દૈનિક 2 લાખ લીટરથી 6 લાખ લીટર દૂધની પ્રોસેસિંગ અને પેકેજિંગની ક્ષમતા ધરાવતો થયો છે. આગામી સમયની કચ્છની જરૂરીયાત અને પશુપાલકોના હિતને જોતા 190 કરોડના ખર્ચે અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે નવો પ્લાન્ટ ઉભો કરાયો છે. આ સાથે કચ્છની વિકાસગાથાની કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં કચ્છના લાખોંદ ખાતે ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે. જે કચ્છ અને ગુજરાત (Gujarat) માટે એક નવો આયોમ સાબિત થશે.
મહત્વનું છે કે,કચ્છમાં પશુપાલન સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. પરંતુ ઊંટ ઉછેરના વ્યવસાય સાથે મર્યાદિત પશુપાલકો જોડાયેલા હોવાથી, બદલાતા સમય સાથે ઊંટ (Camel) ઉછેરમાં આવતી સમસ્યા તથા રોજગારીની તકો ઘટતા આ વ્યવસાયથી નવી પેઢી દુર જઇ રહી હતી.જેને ધ્યાનમાં લઈને સરકારના લોકલક્ષી નિર્ણયના કારણે કચ્છમાં ભારતના સર્વપ્રથમ ઊંટડીના દૂધનો પ્લાન્ટ આકાર પામ્યો છે. જેના કારણે ઊંટ ઉછેરના વ્યવસાયની નવી દિશા ખુલ્લી છે. તેમજ માલધારી પરિવારોને એક આધાર મળશે. આ અંગે અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે ભારતના આ પ્રથમ પ્લાન્ટ અંગે જણાવ્યુ હતુ કે, કચ્છમાંથી ઊંટડીનો ઉછેર કરતા માલધારીઓ પાસેથી દૂધ મેળવીને તેનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કરાય છે. ઊંટડીના દૂધમાંથી વિવિધ બનાવટો જેવી કે આઈસ્ક્રીમ, પાઉડર વગેરેનું ઉત્પાદન કરીને તેનું બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી કચ્છના માલધારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં 5000 ઊંટોનું પાલન કરતા 250 ઊંટ ઉછેરકો પ્લાન્ટ સાથે જોડાયેલા છે. હાલમાં દૈનિક 4100 લીટર દૂધનું કલેકશન કરવામાં આવી રહ્યું છે.
સરકારની મદદથી ચાંદ્રાણી ખાતેના 190 કરોડના ખર્ચે બનેલા નવા પ્લાન્ટનુ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સંચાલિત પ્લાન્ટની વર્તમાન દૈનિક 2 લાખ લીટરની કેપેસિટી છે, જે વિસ્તરીને દૈનિક 4 થી 9 લાખ લીટર સુધી થઈ શકશે. સોલાર પાવરથી સંચાલિત પ્લાન્ટની ક્ષમતા વધતા વધુ 2 લાખ લીટર દૂધ તથા તેની બનાવટને અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છ તથા નજીકના જિલ્લામાં વેચાણ અર્થે મુકી શકાશે. કાચા દૂધના વેચાણની સામે વેલ્યૂ એડિશન કરી દૂધ અને દૂધની બનાવટો જેમ કે, દહીં, છાશ, પનીર, માવો, પેંડા, ઘી વગેરે તૈયાર થશે. વેલ્યૂ એડિશન શકય બનતા કચ્છના માનવધનથી વધુ પશુધન ધરાવતા જિલ્લાના પશુપાલકોને ઊંચા ભાવો ચુકવવા સરહદ ડેરી સક્ષમ બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂત-પશુપાલકોને (Cattle breeders)બમણી આવક કરવાની કલ્પના ફળીભૂત થશે. આમ 1000 થી વધારે લોકોને રોજગારી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચત તથા તેનો સીધો ફાયદો આ પ્લાન્ટ શરૂ થવાથી મળશે.
તમને જણાવી દઈએ કે, આજે કચ્છમાં 125 મહિલા મંડળી તથા 10,000મહિલા પશુપાલક સભાસદ ડેરી થકી આત્મનિર્ભર બન્યા છે.તેમજ ગુજરાત અને દેશના સૌ-પ્રથમ સોલાર પાવર સંચાલિત અને સંપૂર્ણ ઓટોમેટિક પશુ-આહાર(Cattle Feed) 300 મેટ્રિક ટન પ્રતિદિનથી 500 મેટ્રિક ટન પ્રતિ દિન વિસ્તરણ થઇ શકશે. જેના કારણે વધુ માલનું ઉત્પાદન પણ શકય બનશે સાથે નવા દુધ પ્રોસેસીંગ પ્લાન્ટથી કચ્છમાં શ્વેત ક્રાન્તિને પણ વેગ મળશે.
Published On - 7:21 am, Thu, 25 August 22