કેન્સરપિડીત મહિલા માટે વાળનું દાન કરતી NCCની યુવતી

જૂનાગઢના કેશોદના ( keshod ) ખીરસરા ગામની NCCમાં જોડાયેલી યુવતીએ, કેન્સરપિડીત મહિલાઓ માટે માથાના વાળનું ( HAIR ) દાન કર્યું. કેન્સરપિડીય મહિલાઓને અપતા કિમો થેરાપીથી માથાના વાળ જતા રહેતા હોવાનુ જાણ્યા બાદ, આ યુવતીએ પોતાના વાળ આવી મહિલાઓ માટે દાન કરવાનું નક્કી કર્યું

| Updated on: Feb 25, 2021 | 4:23 PM

જૂનાગઢના કેશોદના ( keshod ) ખીરસરા ગામની એક યુવતીએ પોતાના વાળ ( HAIR ) કેન્સરપિડીત મહિલાઓ માટે દાન કર્યા છે. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયો થકી, કેન્સરગ્રસ્ત મહિલાઓને અપાતી કીમો થેરાપી ટ્રીટમેન્ટના કારણે ટાલ પડી જતાં દુખી થતી જોઈ હતી. આથી અમદાવાદની NGO સાથે સંપર્ક કરીને વાળનું દાન કર્યું હતું. પોતાના માથા પરથી ઉતારી લીધેલા વાળને આંગડીયા દ્વારા મુંબઈ મોકલવામાં આવશે. NCCમાં જોડાયેલી આ યુવતીના વાળનું દાન કરવાના નિર્ણયને લોકોએ બિરદાવ્યો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">