Gujarat Monsoon 2022: જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે શાળાઓ રહેશે બંધ

ભારે વરસાદની આગાહીને પગલે ગીર સોમનાથ, જૂનાગઢ (Junagadh)અને અમરેલીમાં તારીખ 14 જૂલાઈ અને 15 જૂલાઇના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Monsoon 2022: જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે શાળાઓ રહેશે બંધ
Gujarat Monsoon 2022: Schools will remain closed tomorrow in Junagadh and Gir SomnathImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 11:08 PM

ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ (Rain) રહેવાની હવામાન વિભાગે આગાહી (forecast) આપી છે. ખાસ કરીને ગીર સોમનાથ તેમજ જૂનાગઢ  (Junagadh) અનેઅમરેલી જિલ્લામાં ભારે  વરસાદની આગાહીને  પગલે  શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે શાળાના શિક્ષક તથા અન્ય સ્ટાફે શાળામાં હાજર રહેવું પડશે, જોકે વિદ્યાર્થીઓ માટે રજા રહેશે.

શાળાના કર્મચારીઓ નહીં છોડી શકે હેડક્વાર્ટર

તેમજ સ્થળાંતરની પરિસ્થિતિમાં શાળામાં લોકો આશ્રય લઈ શકે તે માટે વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આચાર્યોને હેડક્વાટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ કોઈ પણ કર્મચારીને હેડક્વાર્ટર ન છોડવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આચાર્ય તેમજ શિક્ષકો સહિતનો અન્ય સ્ટાફ  શાળા છોડી શકશે નહીં. તેમજ કટોકટીની પરિસ્થિતિમાં શાળામાં લોકોને સ્થળાંતર કરાવવા માટે તેમજ  રાહત કેન્દ્ર શરૂ કરવા માટે શાળા ખૂલ્લી  રાખવાની રહેશે.

આ પણ વાંચો

ગીર સોમનાથમાં પણ શાળાઓ રહેશે બંધ

15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી.  નોંધનીય છે કે  જૂનાગઢના કેશોદની ઉતાવળિયા નદીમાં તણાયેલા બાળકને બે યુવાનોએ જીવના જોખમે બચાવ્યું હતું. સાયકલ લઈને જઈ રહેલું બાળક પાણીના પ્રવાહમાં તણાયું હતું. જેની જાણ થતાં જ એક યુવકે તાત્કાલિક નદીમાં કૂદકો માર્યો હતો અને બાળકને હેમખેમ બચાવી લીધું હતું.

બાળકને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાયું હતું. હાલ બાળકની હાલત સ્થિર છે. પૂર અને વરસાદની સ્થિતિમાં જો બાળકો શાળાએ જાય તો જોખમભરેલી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે માટે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ અને  અમરેલીમાં શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">