Gujarat Monsoon: ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદથી આહ્લાદક વાતાવરણ બની ગયું
ગીર સોમનાથ (Gir somnath)અને અમરેલીમાં (Amreli) ગ્રામ્ય પંથકમાં ફરીથી વરસાદની શરૂઆત થતા વાતાવરણ આહ્લાદક બની ગયું હતું.
ગીર સોમનાથ (Gir somnath) જિલ્લામાં બપોરથી ઉનાના ગ્રામ્ય પંથકમાં વરસાદની (Rain)શરૂઆત થઈ હતી. ગીર સોમનાથમાં ઉમેજ, પાતાપૂર, વાવરડા અને કાંધી ગામોમાં વરસાદ શરૂ થયો હતો. તો અમરેલી (Amreli) જિલ્લામાં પણ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. અમરેલીનાં તાતણિયા અને લાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ધારીના ગોપાલ ગામમાં વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી વહી નીકળ્યા હતા. ગીર સોમનાથ અને અમરેલીના ગ્રામ્ય પંથકમાં ફરીથી વરસાદની શરૂઆત થતા વાતાવરણ આહ્લાદક બની ગયું હતું.
પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના આરંભથી અમરેલીમાં થઈ રહ્યો છે વરસાદ
અમરેલીમાં નિયમિત રીતે 8 જૂનથી વરસાદ થઈ રહ્યો છે. અમરેલીમાં પહેલા પ્રિ -મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ત્યાર બાદ ચોમાસની શરૂઆથ થતા નિયમિત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જિલ્લામાં એટલો વરસાદ થયો છે કે વરસાદના આગમન થતા ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે. તો ગીર સોમનાથમાં પણ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. અમરેલીના જાફરાબાદના ટીંબી, નાગેશ્રી, દુધાળા, મીઠાપુર સહિત ગામડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જેના પગલે રસ્તા પર નદી વહી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બપોરના સમયે સર્જાયેલા આહ્લાદક વાતાવરણને પગલે વાતાવરણ ખુશનુમાં બની ગયું હતું.
ગીર સોમનાથમાં 15 તારીખના રોજ તાલાળા પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો તથા ઉના અને વેરાવળમાં પણ એક એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કોડીનાર, સૂત્રાપાડા અને ગીર ગઢડામાં પણ વરસાદ થતા આ તમામ સ્થળોએ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્રમાં મોટા ભાગે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે ત્યારે ખેડૂતો ઘણા આનંદમાં છે અને ખેતી કાર્યની શરૂઆત કરી છે.