Rajkot: નિયમો નેવે તથા જીવ જોખમમાં મૂકીને આ યુવકોએ પાણીના પ્રવાહમાં કર્યા સ્ટંટ, જુઓ વીડિયો

Rajkot: નિયમો નેવે તથા જીવ જોખમમાં મૂકીને આ યુવકોએ પાણીના પ્રવાહમાં કર્યા સ્ટંટ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 9:47 PM

ન્યારી ડેમ (Nyari dam) સાઈટ ઉપર જવાનો ચોમાસામાં પ્રતિબંધ છે તેમ છતાં નિયમો નેવે મૂકીને આ યુવકોએ ધસમસતા પાણી વચ્ચે જીપ ચલાવીને શો બાજી કરી હતી. યુવકોએ ડેમની વચ્ચે જીપ ચલાવીને સ્ટંટ કર્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો છે.

રાજકોટમાં (Rajkot) તેમજ ઉપરવાસમાં વરસાદને પગલે ન્યારી ડેમમાં પાણીની ભારે આવક થઈ છે, ત્યારે રાજકોટમાં ન્યારી ડેમમાં (Nyari dam) યુવકો પાણીના ધસમસતા પ્રવાહમાં જીપ ચલાવીને સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. નોંધનીય છે કે  ન્યારી ડેમ (Nyari dam) સાઈટ ઉપર જવાનો ચોમાસામાં  પ્રતિબંધ છે તેમ છતાં નિયમો નેવે મૂકીને આ યુવકોએ ધસમસતા પાણી વચ્ચે જીપ ચલાવીને શો બાજી કરી હતી. યુવકોએ ડેમની વચ્ચે જીપ ચલાવીને સ્ટંટ કર્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે ચોમાસામાં ડેમ સાઈટ પર જવાની મનાઈ હોવા છતાં આ યુવકો ત્યાં પહોંચ્યા હતા. આ વીડિયો રાજકોટના ન્યારી ડેમનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીમાં ધોધમાર વરસાદ

ગોંડલમાં દેરડી કુંભાજી અને આસપાસના અનેક ગામડાઓમાં પાંચ ઈંચ વરસાદ પડતા કોલપરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. દેરડી કુંભાજી અને કુકાવાવ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળે થઈ રહેલા વરસાદને કારણે ધોરાજી ભાદર-2 ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે નવા નીર આવતા ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવાને પગલે નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ડેમમાં 8104.80 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ પાણીની જાવક નોંધવામાં આવી છે.

શહેરનો આજી ડેમ પણ છલકાયો

વરસાદને કારણે રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં 5  ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના લીધે આગામી દિવાળી સુધી રાજકોટ વાસીઓને પીવાના પાણીની તકલીફ નહીં પડે. તેમજ સૌની યોજના થકી 124 MCFT પાણી અને વરસાદને કારણે 198 MCFT પાણીની ડેમમાં આવક થઈ છે. જેને લઈ હાલ ડેમનું લેવલ 22 ફૂટે પહોંચ્યું છે. એટલું જ નહીં ન્યારી અને ભાદરમાં પણ નવા નીર આવ્યા છે. જેને કારણે શહેરમાં આગામી દિવાળી સુધી જળસંકટ ઉભુ નહીં થાય.

g clip-path="url(#clip0_868_265)">