આણંદમાં આફતનો મેઘ, સારોલ ગામમાં ઘૂસ્યા પાણી, શાળાના વિદ્યાર્થીઓનું દોરડાની મદદથી કરાયુ રેસ્ક્યૂ

આણંદ (Anand) જિલ્લાના બોરસદના સારોલ પંથકમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. સારોલ ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગામ અને તેની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:08 PM

સમગ્ર રાજ્યને મેઘરાજાએ (Monsoon 2022) ધમરોળી દીધુ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સીઝનનો સારો એવો વરસાદ (Rain) નોંધાયો છે. આણંદના બોરસદના સારોલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સારોલ ગામમાં માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા છે. ગાજણા ગામમાં તળાવ ઓફરફ્લો થતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સારોલ ગામની શાળામાં પણ પાણી ઘુસી ગયા હતા. જેના પગલે શાળાના વિદ્યાર્થીઓનું દોરડાની મદદથી રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવ્યુ હતુ. સ્થાનિક તંત્ર દ્વારા આ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શાળાના બાળકોનું કરાયુ રેસ્ક્યૂ

આણંદ જિલ્લાના બોરસદના સારોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સારોલ ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગામ અને તેની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો. ગાજણા ગામમાં તળાવ ઓવરફ્લો થતા તેના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ચુક્યા છે. તો વરસાદના પગલે ગામની શાળામાં પણ વરસાદના પાણી ઘુસી ગયા હતા. જેથી શાળાના વિદ્યાર્થીઓનું રેસક્યૂ કરવુ પડ્યુ હતુ. પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ સાથે મળીને આ વિદ્યાર્થીઓને દોરડાની મદદથી બચાવી લીધા હતા.

ફસાયેલા લોકોનું કરાયુ રેસ્ક્યૂ

બોરસદના સારોલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં દુકાન હોય કે ઘર તમામ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. કમરથી ઉપર સુધીના પાણી ભરાઇ ગયા છે. ગામમાં વરસાદી પાણીનો ભરાવો હોવાને પગલે અનેક લોકો પણ ફસાયા હતા. ત્યારે ફસાયેલા લોકોનું પણ રેસ્કયૂ કરવામાં આવ્યુ હતુ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">