Ahmedabad ઇસ્કોન મંદિરમાં કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે , ઓનલાઇન દર્શન પણ થશે

ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના દિવસે વિશ્વવ્યાપી કોરોના મહામારીથી લોકોની રક્ષા તથા લોકો સ્વસ્થ રહે તે માટે ભક્તો દ્વારા વિશેષ પ્રાર્થના તથા અર્ચના કરવામાં આવશે.

Ahmedabad ઇસ્કોન મંદિરમાં કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે , ઓનલાઇન દર્શન પણ થશે
Janmashtami Mahotsav celebrated in Ahmedabad ISKCON temple as per covid guidelines online darshan will also held (File Photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 28, 2021 | 11:16 PM

અમદાવાદ(Ahmedabad)માં એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિર(Iscon Temple) માં દર વર્ષે જન્માષ્ટમી(Janmashtami)નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં કોરોના પૂર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રાધા ગોવિંદજીના દર્શનનો લાભ ઉઠાવ્યો હતો.

મંદિર પરિસરમાં ૨૦૦ દર્શનાર્થીઓને દર્શન કરવા દેવામાં આવશે

પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમીના રોજ દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં ૨૦૦ દર્શનાર્થીઓને દર્શન કરવા દેવામાં આવશે. કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્ટનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે તેવું મંદિર દવારા જણાવાયું છે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

મંદિર પરિસરમાં ભીડના થાય તેના માટે કોઈ પણ દર્શનાર્થીને મંદિર પરિસરમાં બેસવા દેવામાં નહિ આવે. સાથે સાથે અમદાવાદ ના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે.

સવાર ૯ થી રાત્રી ના ૧ વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન

જનમાષ્ટમીના દિવસે સવારે ૦૪:૩૦ વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે ત્યાર બાદ ૦૭:૩૦ વાગ્યે ભગવાનના નવા વસ્ત્રોના શ્રુંગાર દર્શન ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ કથા અને ત્યારબાદ સવાર ૯ થી રાત્રી ના ૧ વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ  ઓનલાઈન ઇસ્કોન મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકાશે 

રાત્રીના ૧૦:૩૦ કલાકે ભગવાનનો મહા-અભિષેક કરવામાં આવશે અને પછી ૧૧:૩૦ વાગ્યે મહા આરતી કરવામાં આવશે. આ દિવસે ભગવાનને ૧૦૦૮ વિવિધ વાનગીઓ જેમ કે મૅક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાઇનીસ, તથા ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ ભક્તો ઓનલાઈન ઇસ્કોન મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકશે તેવી વ્યવસ્થા કરાઈ છે.

ઇસ્કોન મંદિર ના સંચાર નિયામક હરેશ ગોવિંદ દાસજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ” આ વર્ષે સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમી મનાવવામાં આવશે. તેમજજન્માષ્ટમીના દિવસ જે પણ વિધિ-વિધાન તથા પૂજા થશે તેના લાઈવ દર્શન ભક્તો ઘરે બેઠા ઓનલાઇન નિહાળી શકશે.

ઇસ્કોન મંદિર ના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજી દ્વારા જણાવામાં આવ્યું કે, “દર વર્ષે ઇસ્કોન મંદિર જન્માષ્ટમી નો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવાતું આવી રહ્યું છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દરેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે.

સતત આ વર્ષે પણ પ્રસાદી ભંડારો રાખવામાં આવ્યો નથી .જન્માષ્ટમીના દિવસે વિશ્વવ્યાપી કોરોના મહામારીથી લોકોની રક્ષા તથા લોકો સ્વસ્થ રહે તે માટે ભક્તો દ્વારા વિશેષ પ્રાર્થના તથા અર્ચના કરવામાં આવશે.

આ પણ વાંચો : Jyotish Prediction: પોતાના માટે કંજુસ હોય છે આ 4 રાશિનાં લોકો, જોકે બીજા માટે પૈસા ખર્ચવામાં દિલદાર, તમારી રાશિ શું કહે છે છે

આ પણ વાંચો :  Surat : સુર્યપુરમાં વધતું સૂર્યઉર્જા માટેનું વળગણ, સોલાર સીટી બનવા તરફ સુરત

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">