Jamnagar: વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ આ મંદિરમાં રામધુન ચાલુ રહી, અખંડ રામધુનને 57 વર્ષ પુર્ણ

|

Aug 01, 2021 | 9:59 PM

'શ્રીરામ જય રામ જય જય રામ' અખંડ રામધુન જામનગરના બાલાહનુમાન મંદિરમાં ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 1982 અને 1988ની આવૃતિમાં સ્થાન મળ્યુ છે.

સમાચાર સાંભળો
Jamnagar: વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ આ મંદિરમાં રામધુન ચાલુ રહી,  અખંડ રામધુનને 57 વર્ષ પુર્ણ
Bala hanuman Temple

Follow us on

જામનગર (Jamnagar) શહેરની મધ્યમાં તળાવની પાળે આવેલા બાલાહનુમાન મંદિરમાં(Balahanuman Temple)  24 કલાક ચાલતી અખંડ રામધુનને (Ramadhun)  57 વર્ષ પુર્ણ થયા છે. આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ 58 વર્ષમાં પ્રવેશ થયો. એટલે કે 20,818 દિવસથી રામધુન ચાલે છે. 365 દિવસ 24 કલાક રામનામ લેવાય છે. રામભકતો દ્વારા અંહી રામધુન અવિરત ચાલુ રહે છે.

 

વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ રામધુન ચાલુ રહી છે. લોકડાઉન વખતે તમામ મંદિરો બંધ રહ્યા હતા, પરંતુ રામધુન માટે કેટલાક રામભકતો દ્વારા રામધુન ચાલુ રાખવામાં આવી છે. રામધુનની શરૂઆત 1 ઓગષ્ટ 1964માં થઈ હતી. પ્રેમભિક્ષુજી મહારાજે રામધુનની શરૂઆત કરી હતી. જામનગર બાદ અન્ય શહેરમાં અખંડ રામધુન શરૂ થઈ હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

‘શ્રીરામ જય રામ જય જય રામ’ અખંડ રામધુન જામનગરના બાલાહનુમાન મંદિરમાં ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 1982 અને 1988ની આવૃતિમાં સ્થાન મળ્યુ છે. રામનામની ધુન જામનગર બાદ 1967માં પોરબંદર અને દ્રારકામાં, 1984માં રાજકોટ, 1997માં ભાવનગરના મહુવામાં અખંડ રામધુન ચાલે છે.

 

રાતદિવસ 24 કલાક ચાલતી રામધુન કૃદરતી આફતો કે યુદ્ધ જેવી સ્થિતીમાં પણ બંધ થઈ નથી. 57 વર્ષથી અવિરત રામધુન ચાલી રહી છે. જે માટે રામભકતો દ્વારા સેવા આપવામાં આવે છે. વર્ષોથી ચાલતા રામનામના કારણે આ પવિત્ર ભુમિ પર પગ મુકતા શાંતિની અનુભુતિ ભક્તોને થાય છે.

 

કોઈ થાક, વ્યથા, ચિંતા, પરેશાન, મુશ્કેલી  હોય ત્યારે રામભકતો અહીં રામધુનના સંગીતમાં લીન થઈને પોતાની મુશ્કેલી ભુલીને ચિંતામુકત થાય છે. કેટલાક ભક્તો નિયમિત રામધુન માટે આવતા હોય છે તો કેટલાક બાલાહનુમાન મંદિરમાં દર્શન માટે નિયમિત આવે છે. બજાર આવતા ભક્તો પણ આ મંદિરની મુલાકાત લેતા હોય છે. કેટલાક રામભક્તો અહીં મોટાભાગનો સમય અહીં રામનામ લઈને વિતાવે છે. આ વર્ષે 57 વર્ષ પુર્ણ થતા કોઈ વિશેષ કાર્યકમ ના યોજી માત્ર સંધ્યા સમયે મહાઆરતીનું આયોજન કર્યુ છે. કોરોનાના કારણે આ વર્ષે કોઈ વિશેષ કાર્યકમ યોજવામાં આવ્યો નથી.

 

આ પણ વાંચો : Ahmedabad: ખરાબ રસ્તાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા, તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી

 

આ પણ વાંચો : આ છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ, આ બજારનો ઈતિહાસ છે 500 વર્ષ જૂનો

Published On - 9:57 pm, Sun, 1 August 21

Next Article