અમદાવાદમાં નશાનો નવો ટ્રેન્ડ, અટલ બ્રિજ પાસે કફ સિરપની ખાલી બોટલોનો રાફડો
દવા તરીકે વપરાતી કોડીન ફોસ્ફેટ કફ સિરપ હવે નશાખોરો માટે સરળ રસ્તો બની ગઈ છે. SOGએ 800 થી વધુ બોટલો સાથે એક આરોપીને ઝડપી સપ્લાય ચેઇનની તપાસ આદરી.
શહેરમાં નશાનો એક નવો અને અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે, જે સીધું મોતને આમંત્રણ આપી રહ્યો છે. દવા તરીકે ઉપયોગમાં લેવાતી ‘કોડીન ફોસ્ફેટ કફ સિરપ’ (Codeine Phosphate) હવે નશાખોરો માટે નશો કરવાનું આસાન સાધન બની ગઈ છે. રિવરફ્રન્ટના અટલ બ્રિજ નજીકના પ્લોટમાંથી મળી આવેલી મોટી સંખ્યામાં ખાલી બોટલો આ ભયાનક વાસ્તવિકતાની સાક્ષી પૂરે છે. આ મામલે SOGની ટીમે 800 થી વધુ બોટલો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.
આ કફ સિરપે કોરોના કાળમાં લોકોને શરદી-કફમાં મોટી રાહત આપી હતી, પરંતુ તેનાથી ઊંઘ આવતી હોવાથી નશાખોરો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. આ ઝેર યુવાનો સુધી કોણ પહોંચાડે છે તે જાણવા પોલીસ સપ્લાય ચેઇનની કડીઓ જોડી રહી છે. તંત્રની ઢીલી કામગીરી સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે.
આ ગંભીર મુદ્દે કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ અને સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે મોટાભાગના કેમિસ્ટો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ સિરપ આપતા નથી. હવે સરકારના કડક આદેશ મુજબ, પ્રિસ્ક્રિપ્શન વગર કોઈપણ સિરપના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. હાલ પોલીસ અધિકારીઓ આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે આખી સપ્લાય ચેઇન કેવી રીતે કામ કરે છે તેની ઊંડી તપાસ ચલાવી રહ્યા છે.
અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ હોર્મુઝમાં ફરી સામાન્ય સ્થિતિ, પરંતુ લેબનોનમાં યુદ્ધનો ખતરો યથાવત
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
