AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ફાયર વિભાગની 'મોટી તવાઈ', NOC વગર ચાલતી 37 હોટલ સામે સીલિંગની કાર્યવાહી - જુઓ Video

અમદાવાદમાં ફાયર વિભાગની ‘મોટી તવાઈ’, NOC વગર ચાલતી 37 હોટલ સામે સીલિંગની કાર્યવાહી – જુઓ Video

| Updated on: Jun 20, 2026 | 6:38 PM
Share

અમદાવાદમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોટલો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં ફાયર NOC વગર ચાલતી હોટલો વિરૂદ્ધ સીલિંગની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ દ્વારા હોટલો સામે કડક તવાઈ બોલાવવામાં આવી છે. શહેરના મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની હોટલોમાં ફાયર વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફાયર NOC (No Objection Certificate) વગર ધમધમતી હોટલો વિરૂદ્ધ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા અગાઉ 7 જૂન અને 18 જૂનના રોજ આ હોટલોને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાંય ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતા 37 જેટલી હોટલને નોટિસ આપ્યા બાદ હવે સીલિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ અંતર્ગત ચાંદખેડા વિસ્તારની 4 હોટલને ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાયું છે. ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ ફાયરના જરૂરી સાધનો ન હોવાને કારણે આ હોટલો સામે પગલાં લેવાયા છે. હાલમાં ફાયર વિભાગ અને AMC એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

પીવાનું પાણી ન આપી શકતું ‘તંત્ર’ કયા મોઢે વિકાસની વાતો કરે છે? દાયકાઓ જૂની સમસ્યાથી જનતા ત્રસ્ત, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">