AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત-પાકિસ્તાન યુદ્ધની તૈયારી ! ગુજરાતના આ જિલ્લાઓમાં વાગશે સાયરન, જાણો કયા છુપાશો

પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 7 મેના રોજ 244 જિલ્લાઓમાં સાયરન વાગશે તેવી માહિતી આપી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ રીતે કેટલાક સ્થળે સાયરન વાગશે. આ કવાયતનો ઉદ્દેશ્ય નાગરિકોને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા અને નાગરિક સંરક્ષણ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવાનો છે, જે પરથી લાગી રહ્યુ છે કે જાણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની તૈયારી થઇ રહી છે.

Breaking News : ભારત-પાકિસ્તાન યુદ્ધની તૈયારી ! ગુજરાતના આ જિલ્લાઓમાં વાગશે સાયરન, જાણો કયા છુપાશો
| Updated on: May 06, 2025 | 11:18 AM
Share

પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 7 મેના રોજ 244 જિલ્લાઓમાં સાયરન વાગશે તેવી માહિતી આપી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ રીતે કેટલાક સ્થળે સાયરન વાગશે. આ કવાયતનો ઉદ્દેશ્ય નાગરિકોને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા અને નાગરિક સંરક્ષણ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવાનો છે, જે પરથી લાગી રહ્યુ છે કે જાણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની તૈયારી થઇ રહી છે.

7 મેના રોજ 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ

પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 7 મેના રોજ 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. આ કવાયતનો ઉદ્દેશ્ય નાગરિકોને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા અને નાગરિક સંરક્ષણ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવાનો છે. આ કવાયતમાં, નાગરિકોને હુમલા દરમિયાન સુરક્ષિત રહેવાની તાલીમ આપવામાં આવશે. 1971 પછી આ ભારતની પહેલી મોટી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ છે.

પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોક ડ્રીલ કરવા માટે આદેશો જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનું આયોજન 7 મે એટલે કે આવતીકાલે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, નાગરિકોને હુમલા દરમિયાન બચવા માટે તાલીમ આપવામાં આવશે. આ મોક ડ્રીલ 244 ઓળખાયેલા જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનો છે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971 માં યોજાઈ હતી.

7 મેના રોજ યોજાનારી મોકડ્રિલને લઈને આજના દિવસે કેન્દ્રીય ગૃહ સચિવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સની બેઠક કરશે, જેમાં ગુજરાત તરફથી CS પંકજ જોશી, DG વિકાસ સહાય, IPS મનોજ અગ્રવાલ (મોકડ્રિલ ઇનચાર્જ), અને ACS હોમ મનોજ દાસ જોડાશે, જ્યારે સરહદી જિલ્લાઓના કલેક્ટરો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે; બેઠક બાદ રાજ્યમાં યોજાનારી મોકડ્રિલ માટેની રૂપરેખા જાહેર કરવામાં આવશે.

યુદ્ધ વાળા સાયરન કેમ વાગે છે?

  • આપત્તિ જેવી કટોકટીની સ્થિતિમાં વાગે છે
  • મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ
  • કાટવાળું સાયરન વધુ જોરથી વાગે છે
  • 2-5 કિમી સુધી સાંભળી શકાય છે
  • 120-140 ડેસિબલનો અવાજ કરે છે
  • ધ્વનિમાં ચક્રીય પેટર્ન હોય છે.
  • અવાજ ધીમે ધીમે મોટો થાય છે અને પછી ઓછો થાય છે

દેશના કયા મોક ડ્રીલ યોજાશે?

આ મોક ડ્રીલ 244 નાગરિક સંરક્ષણ જિલ્લામાં યોજાશે. ૧૯૬૨માં કટોકટીની ઘોષણા થઈ ત્યાં સુધી, સરકારની નાગરિક સંરક્ષણ નીતિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ પગલાંની જરૂરિયાત વિશે સંવેદનશીલ બનાવવા અને તેમને તત્કાલીન કટોકટી રાહત સંગઠન યોજના હેઠળ મુખ્ય શહેરો અને નગરો માટે નાગરિક સંરક્ષણ કાગળ યોજનાઓ તૈયાર કરવા કહેવા સુધી મર્યાદિત હતી. ત્યારબાદ, મે 1968માં સંસદ દ્વારા નાગરિક સંરક્ષણ અધિનિયમ 1968 પસાર કરવામાં આવ્યો.

ગુજરાતમાં આ જિલ્લામાં થશે મોકડ્રીલ

ગુજરાતમાં 15 જિલ્લામાં આ મોકડ્રીલ યોજવામાં આવશે. વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, દ્વારકા , જામનગર, કચ્છ, મહેસાણા, ભાવનગર, ભરૂચ, ગાંધીનગર, નર્મદા, નવસારીમાં, ડાંગ જિલ્લામાં મોકડ્રીલ યોજવામાં આવશે.

સાયરન ક્યાં લગાવવામાં આવશે?

  • સરકારી મકાન
  • વહીવટી મકાન
  • પોલીસ મુખ્યાલય
  • ફાયર સ્ટેશન
  • લશ્કરી થાણાઓ
  • શહેરના મોટા બજારો
  • પિંચ પોઇન્ટ

સાયરન વાગે તો શું કરવું?

  • તાત્કાલિક સલામત સ્થળોએ ખસેડો
  • 5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચો
  • સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં
  • ખુલ્લા વિસ્તારોથી દૂર રહો
  • ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ
  • ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો
  • અફવાઓથી દૂર રહો, વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">