ઑક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાકને નુકસાન પામેલા વિસ્તારના ખેડૂતોને પણ સરકાર કરશે સહાય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યો અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળી હતી.
ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યઓ અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળી હતી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકશાનના પ્રાથમિક અહેવાલ મળ્યા છે.
જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ ,સુરત, તાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ ,ભાવનગર, જામનગર રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
જેમાં મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર ,કપાસ, સોયાબીન કઠોળ અને શાકભાજી છે. આ કિસ્સાઓમાં પણ સત્વરે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાયેલ છે. તદ્દનુસાર ઓકટોબર માસ માટે સહાય પેકેજ માટે અમલવારી કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી છે.
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર !
બીજી તરફ ગઈકાલે ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1419.62 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1419.62 કરોડની રાહત પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. પિયત પ્રકાર, બિન પિયત, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
33% થી વધુ નુકસાની વાળો વિસ્તાર 8 લાખ હેકટર થી વધુ છે. જેમાં મગફળી, કપાસ, ડાંગર, તુવેર સોયાબિનનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-2024 માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.