સમગ્ર દેશભરમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્ર્મને લઈ અનેરો ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. ખાસ કરીને દર વખતે પ્રધાન મંત્રી વિવિધ પ્રેરણાદાયી કામગીરી અને વિસ્તારની વાત કરતાં હોય છે. જોકે નોંધનીય બાબત એ છે કે જ્યારે 100માં મન કી બાત કાર્યક્ર્મ પ્રસારીત થયો હતો તે કાર્યક્ર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર ગુજરાતને અનોખી રીતે યાદ કરવામાં આવ્યું.
ખાસ કરીને ગુજરાતની શિક્ષણને લગતી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સમજાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં નાના બાળકોને શાળા એ મોકલવા અનોખી પહેલા કરવામાં આવી છે. જેને શાળા પ્રવેશોત્સવ તરીકે આ કાર્યક્મ જાણીતો છે. મહત્વનુ છે કે, અન્ય રાજ્યોમાં પણ આવી પહેલ હાથ ધરી શિક્ષણનો વ્યાપ વધારવો આવશ્યક હોવાનું તેમણે જણાવ્યુ હતું.
ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે પ્રવેશ મેળવેલ દરેક બાળકને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ સાથે ગુજરાતમાં વિવિધ પ્રોજેકટ શિક્ષણને લઈને શરૂ કરાયા છે. જે દ્વારા બાળકોને શિક્ષણ પૂરું પડી રહે તે માટે કર્યો હાથ ધરવામાં આવ્યા છે.
1998થી વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક અને આર્થિક કારણોસર બાળક શાળામાં પ્રવેશ ન મેળવી શકે ત્યારે તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.
6 થી 14 વર્ષની વયજૂથનાં શાળાએ ન જઈ શકતાં બાળકો માટે અવૈધિક શિક્ષણ અથવા અશાલેય શિક્ષણનો કાર્યક્રમ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 1979-80થી શરૂ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ 1997-98માં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના આશયથી શરૂ થયો હતો. 1999 સુધીમાં 5 લાખ કરતાં વધુ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ હેઠળ શૈક્ષણિક ઉપકરણો પૂરાં પાડવામાં આવ્યાં.
19 નવેમ્બર, 1984થી મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલમાં આવેલી આ યોજના પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેની છે. ગરીબ બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને શાળા પ્રવેશમાં વધારો થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખી વિષયવસ્તુ આધારિત પાઠ્યક્રમની ગોઠવણી 1995થી કરવામાં આવી જેમાં બાળકોમાં વિવિધ ક્ષમતાઓનો વિકાસ થાય એવા પાઠ્યક્રમો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ મેળવતાં 80 % બાળકોમાં ક્ષમતાસિદ્ધિનો આંક 75% ટકા સુધી પહોંચે એ આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ છે.
બાળકો ઉપર પાઠ્ય પુસ્તકોનું માનસિક ભારણ ન આવે તે માટે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રો. યશપાલજીના અહેવાલના આધારે નાનાં બાળકો ઉપર શિક્ષણનો જે ભાર જોવા મળે છે; તેને ઘટાડવા ગુજરાત રાજ્યમાં ભાર વિનાના ભણતરનો પ્રયોગ અમલમાં મૂકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકને દફતરનો ભાર ન લાગે તે માટે તેનું દફતર શાળામાં જ મૂકી રાખવામાં આવે છે.
કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગુજરાત સરકારે 2002-03ના વર્ષને કન્યા-કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ યોજના અનુસાર શાળા પ્રવેશ સમયે દરેક કન્યાને 1000 રૂ.ના બોન્ડ આપવામાં આવે છે. આ બોન્ડ મેળવનાર વિદ્યાર્થીનીને ધોરણ 8 પાસ કરે; ત્યારે તે બોન્ડ વટાવી શકે છે
ગુજરાતમાં શિક્ષણને લઈ આવી જે યોજના તૈયાર કરવામાં આવી છે જે બાળકોના ભણતર સુધારવામાં ખૂબ ઉપયોગી માનવમાં આવે છે. ખાસ આ જ કારણોથી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્ર્મમાં શિક્ષણની વાત આવી ત્યારે ગુજરાતનો ઉલ્લેખ કર્યો હતો જે ગુજરાત માટે ખૂબ ગર્વની વાત છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…