AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“Mann ki Baat” કાર્યક્ર્મ થકી વડાપ્રધાને વિવિધ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓનો કર્યો ઉલ્લેખ, લોકો સાથે કર્યો સીધો વાર્તાલાપ

પ્રધના મંત્રી નરેન્દ્ર મોદી મન કી બાતના અત્યાર સુધીના કાર્યક્ર્મમાં, અનેક વાર ગુજરાતનો ઉલ્લેખ કરતાં આવ્યા છે. મહત્વનુ છે કે ગુજરાતની કળા અને સારી કામગીરીને સમગ્ર દેશ પ્રધાન મંત્રીના મુખે લોકો સાંભળતા આવ્યા છે.

Mann ki Baat કાર્યક્ર્મ થકી વડાપ્રધાને વિવિધ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓનો કર્યો ઉલ્લેખ, લોકો સાથે કર્યો સીધો વાર્તાલાપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 12:27 PM
Share

હાલ જ્યારે મન કી બાત કાર્યક્ર્મના 100 એપિસોડ પૂર્ણ થયા છે. વડાપ્રધાને તેમના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે.  જે અંતર્ગત પ્રધાનમંત્રીએ ગુજરાતને યાદ કરતાં અહીની વિવિધ કામગીરીને યાદ કરી હતી. જેમાં સુરત, કરજણ, મહેસાણા સહિત વિવિધ વિસ્તારોના લોકોની સેવાને અને તેમની આવડતને બિરદાવી હતી. મોદીએ સ્પેસ પ્રોગ્રામમાં દેશની વધતી જતી સિદ્ધિઓ માટે ઘણા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું નામ લેતા ખેલાડીઓ વિશે પણ વાત કરી. જે વચ્ચે મહેસાણાની નાનકડી તન્વીના પણ વખાણ કર્યા હતા.

મહેસાણાની નાનકડી તન્વી પટેલનો ઉલ્લેખ

વાત છે એ દીકરીની જેનો ઉલ્લેખ પીએમ મોદી એ આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં કર્યો હતો. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 90મો એપિસોડ હતો. જેમાં તેમણે મહેસાણાની નાનકડી તન્વી પટેલનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે- ઈન-સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો. તે બહુ જ નાના સેટેલાઈટ પર કામ કરી રહી છે, જે આગામી મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, તન્વીએ મને ગુજરાતી ભાષામાં સરળતાથી પોતાના વિશે અને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તન્વીની જેમ દેશના અંદાજે 750 સ્કૂલના વિદ્યાર્થીઓ, અમૃત મહોત્સવમાં આવા જ 75 સેટેલાઈટ પર કામ કરી રહ્યાં છે. ખુશીની વાત એ છે કે, તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે.

સુરતની દિવ્યાંગ દીકરી અને રબર ગર્લ તરીકે ઓળખાથી અન્વી

આ સાથે સુરતને યાદ કરતાં કહ્યું, 14 વર્ષની અન્વી બાળપણથી જ વિકલાંગ છે, પરંતુ તે પોતાના અંગોને રબરની જેમ વાળે છે અને યોગ કરે છે જે દેશમાં કોઈ કરી શકતું નથી. તેમણે કહ્યું કે, પોતાની શારીરિક વિકલાંગતા હોવા છતાં, તેણે સતત મહેનત અને કોઠાસૂઝ સાથે યોગમાં શ્રેષ્ઠતા મેળવી છે. સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાએ રબર ગર્લ તરીકે ઓળખ બનાવી છે. અન્વી ઝાંઝારુકિયા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની ‘મન કી બાત’માં ચર્ચા કરી હતી.

વડાપ્રધાને 14 વર્ષની દિવ્યાંગ અન્વીના સંઘર્ષ અને સફળતાની પ્રશંસા પણ કરી હતી. દિવ્યાંગ હોવા છતાં, ઉચ્ચ મનોબળ ધરાવતી અન્વીએ યોગાસનમાં સાર્વત્રિક શારીરિક, માનસિક મર્યાદાઓ વટાવી છે. રેડિયો દ્વારા મન કી બાત કાર્યક્રમ દરમિયાન સમગ્ર રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે સુરતની દિવ્યાંગ અન્વી યોગાસનમાં નિપુણતા મેળવીને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને તેના સંઘર્ષમય જીવનની વાર્તા શેર કરી હતી.

આરોગ્યની વાતમાં ગુજરાતની મહિલાનો ઉલ્લેખ

આ કાર્યક્ર્મ અંતર્ગત પ્રધાન મંત્રીએ આરોગ્યની વાત કરી હતી જેમાં પણ ગુજરાતની મહિલાનો ઉલ્લેખ કર્યો હતો  જે ગુજરાત માટે પણ મહત્વની માનવમાં આવે છે. કરજણના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત આરોગ્ય સેવિકા બેનની વેક્સિનેશન માટેની મહેનત રંગ લાવી. હેતલબેન મોચીની કોરોના રસીકરણમાં કર્મનિષ્ઠ સેવાની નોંધ છેક નવીદિલ્હી સુધી લેવાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યનો ઉલ્લેખ મન કી બાત પ્રસારણમાં કર્યો હતો. અને 100 કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય જ્વલંત સિદ્ધિમાં આવા પાયાના આરોગ્ય કર્મયોગીઓના યોગદાનને દિલથી બિરદાવતા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

ગુજરાતનાં ખેડૂતોની સાથે તેમની મુશ્કેલીને લઈ ચર્ચા

આ તમામ વચ્ચે ખેડૂત કે જે દેશની આર્થિક સ્થિતિનો મુખ્ય પાયો છે. ત્યારે આવા ખેડૂતને પણ અત્યાર સુધી પ્રધના મંત્રી એ મહત્વ આપ્યું છે. મન કી બાત કાર્યક્ર્મમાં મોદી એ બનાસકાંઠાના ખેડૂતને પણ યાદ કર્યા હતા. કેન્દ્ર સરકારે જે ત્રણ કૃષિ બિલ પસાર કર્યા હતા, તેની સામે ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો. જેને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ખેડૂત હિતની અને ખેડૂતના જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરી. મોદીએ કહ્યુ હતું કે, મને અનેક ખેડૂતોના પત્ર મળી રહ્યાં છે.

આ પણ વાંચો : Mann Ki Baat 100 : વૃદ્ધાવસ્થામાં પણ થાક્યા નહીં, લોકોને પ્રેરણા આપી, PM મોદીએ ‘મન કી બાત’માં આ લોકોના કર્યા વખાણ

કેટલાક ખેડૂત સંગઠનો સાથે મારે વાત થઈ છે. તેઓ જણાવી રહ્યાં છે કે ખેતી ક્ષેત્રે કેવો બદલાવ આવ્યો છે. નરેન્દ્ર મોદીએ હરિયાણાના સોનીપતના ખેડૂતની તકલીફનો ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, તેમને શાક અને ફળ એપીએમસીની બહાર વેચવામાં તકલીફ પડી રહી હતી. તેમના ફળ, શાક અને વાહન પણ જપ્ત કરી લેવાતા હતા. પરંતુ 2014માં ફળ અને શાકભાજીને એપીએમસી એક્ટની બહાર કરી દેવાતા, આજે ખેડૂતો સરળતાથી વધુ નાણાએ પોતાની ઉપજ ખુલ્લા બજારમાં વેચી શકે છે.

આ સાથે પ્રધાનમંત્રીએ 100માં એપિસોડમાં પણ ગુજરાતની શિક્ષણ નીતિને લઈ ને પણ વાત કરી હતી. ખાસ કરીને શાળા પ્રવેશ ઉત્સવનો ઉલ્લેખ કરી વિધાયર્થીઓને કઈ રીતે શિક્ષ ણ તરફ લાવવામાં આવે છે તે ઉદાહર લેવા જણાવ્યુ હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">