દિવ્યાંગો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, પંચાયત સેવા વર્ગ 3 ની ભરતીમા 4 ટકા અનામત અપાશે

દિવ્યાંગો માટે રાજય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં પંચાયત સેવા વર્ગ 3ની ભરતીમાં 4 ટકા અનામત આપવાની સરકારે જાહેરાત કરી છે.

દિવ્યાંગો માટે રાજય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં પંચાયત સેવા વર્ગ 3ની ભરતીમાં 4 ટકા અનામત આપવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં સીધી ભરતીથી નિમણુંક કરી ભરાતી જગ્યાઓમાં અનામતનો લાભ મળશે. રાજ્યના પંચાયત વિભાગ દ્વારા આ પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે જુલાઇ માસમાં  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં સંબંધિત વિભાગો તેમજ તજજ્ઞ સમિતિ ની એક મહત્વની બેઠક મળી હતી જેમાં નક્કી થયા મુજબ પંચાયત સેવા વર્ગ 3 સંવર્ધનની જગ્યાઓમાં ચાર ટકા જગ્યા અનામત રાખી ને દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવાનું નકકી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કુલ 19 અલગ-અલગ પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે નિયત ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા છે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા નૈતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આ પૂર્વે પણ ગુજરાત  સરકારે દિવ્યાંગ રમતવીરો માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં પેરાલિમ્પિક, કોમનવેલ્થ પેરા સ્પોર્ટસ અને પેરા એશિયન ગેમ્સમાં રમતવીરો માટે જાહેરાત કરી હતી. તેમાં મેળવેલા પદકના આધારે સરકારી નોકરીમાં વર્ગ 1-2માં સીધી ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી આ બેંક ની ચેકબુક બનશે નકામી ! જો તેમાં તમારું ખાતું હોય તો તાત્કાલિક આ પગલું ભરો નહીંતર પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો :  Rajkot જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ગોંડલમાં સાડા 5 ઇંચ વરસાદ, વીજળી પડતા 2ના મોત

Click on your DTH Provider to Add TV9 Gujarati