કોરોનાએ 100% ઝપટમાં લીધો તો કોરોનાને હરાવ્યો પણ 100% , વાંચો દેશમાં જૂજ કિસ્સામાં જીવવાની જીજીવિષાએ કઈ રીતે મોત પર જીત અપાવી

કોરોના મહામારી એક વૈશ્વિક સમસ્યા છે. બીજી લહેરે તબાહી મચાવ્યા બાદ હવે ધીમે ધીમે સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.

કોરોનાએ 100% ઝપટમાં લીધો તો કોરોનાને હરાવ્યો પણ 100% , વાંચો દેશમાં જૂજ કિસ્સામાં જીવવાની જીજીવિષાએ કઈ રીતે મોત પર જીત અપાવી
ભરૂચના ઈર્શાદ શેખના ફેફસા 100 ટકા સંક્રમિત થવા છતાં કોરોનને માત આપવામાં સફળ રહ્યા છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: May 29, 2021 | 5:11 PM

કોરોના મહામારી એક વૈશ્વિક સમસ્યા છે. બીજી લહેરે તબાહી મચાવ્યા બાદ હવે ધીમે ધીમે સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.ભરૂચના એક યુવાને ચમત્કારિકરીતે કોરોનાને માત આપી છે. ફેફસા ૧૦૦% ચેપગ્રસ્ત થવા છતાં ૨૦ દિવસ બાદ હેમખેમ પરત ફરનાર ઈર્શાદ શેખનો કેસ Rarest Category નો મનાય છે.

કોરોના મહામારીની બીજી લહેરમાં હવે કેસો ઓછા નોંધાઈ રહ્યા છે.ત્યારે હોસ્પિટલોમાં અને હોમ કોરન્ટાઈન સંક્રમિત ગંભીર દર્દીઓ સ્વસ્થ થવાનો દર પણ વધ્યો છે. ભરૂચના 35 વર્ષીય ઈર્શાદ શેખના ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત હોવા છતાં 20 દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને હેમખેમ ઘરે પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સીટીસ્કેન કરાવવામાં આવતા ફેફસામાં 100 ટકા ઈન્ફેકશન જણાયું ભરૂચ શહેરના ડુમવાડમાં ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખ કોરોના સંક્રમિત થયા હતા.તબિયત બગડતા પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા પણ તબિયતમાં કોઈ સુધારો નહીં નોંધાતા વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઇર્શાદનો સીટીસ્કેન કરાવવામાં આવતા ફેફસામાં 100 ટકા ઈન્ફેકશન જણાયું હતું. દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ 60 હતું. તબિયત સ્થિર રાખવી પણ પડકારજનક બનતી હતી

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઈલાજ સાથે જીવવાની ઇચ્છાશક્તિ જરૂરી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સીંગ સ્ટાફની સતત દેખરેખ સાથે 10 દિવસ BiPaP પર, આઠ દિવસ RBM સપોર્ટ આપવામાં આવ્યો હતો..જોકે ઈર્શાદ શેખના ફેફસા 100 ટકા ઈન્ફેક્ટેડ હોવા છતાંય પણ રોગને માટે આપવાની અને સ્વસ્થ થવાની ઈચ્છા શક્તિ અને તેમના મજબૂત મનોબળથી તેઓ મોત અને કોરોનાને મ્હાત આપીને 20 દિવસે સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ઓક્સિજન લેવલ 60 હોવા છતાં ઇર્શાદને વેન્ટીલેટરની જરૂર પડી નથી સુરતના MD ફિઝિશિયન ડો. ભાવિક દેસાઈ એ જણાવ્યું હતું કે ફેફસાંમાં 100 ટકા ઇન્ફેક્શન થયું હોવા છતાં સ્વસ્થ થવાના જૂજ કિસ્સા સામે આવ્યાં છે. 80 ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ હોય એવા દર્દીઓ સ્વસ્થ થવા સુધીના જ મામલાઓ ધ્યાને આવ્યા છે. ઇર્શાદને ટ્રીટમેન્ટમાં પ્લાઝમા,રેમડેસિવીર ઈન્જેક્શન,સ્ટીરોઈડ આપ્યા હતા. ઓક્સિજન લેવલ 60 હોવા છતાં ઇર્શાદને વેન્ટીલેટરની જરૂર પડી ન હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">