15 ઓગસ્ટના મોટા સમાચાર : અમદાવાદમાં મણિનગરમાં લૂંટના ઈરાદે માથાભારે શખ્સે રિવોલ્વર બતાવી રૂપિયાની કરી માગ, ફાયરિંગ પણ કર્યુ હોવાની ચર્ચા
Happy Independence Day 2023 LIVE Celebration Parade Updates : દેશ મંગળવારે 77માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તેમનું 10મું ભાષણ આપશે. આજ 15 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
Happy Independence Day 2023 LIVE Celebration Parade Updates: દેશ મંગળવારે 77માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તેમનું 10મું ભાષણ આપશે. આજ 15 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
વડાદરાના ગામેઠા ગામે બે સમુદાય વચ્ચે બબાલ
વડોદરામાં પાદરાના ગામેઠા ગામે બે સમુદાય (communities) વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. જાતિવિષયક શબ્દ બોલવા મામલે બોલાચાલી થઈ હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં DSP અને DySP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
-
અમદાવાદમાં મણિનગરમાં લૂંટના ઈરાદે માથાભારે શખ્સે રિવોલ્વર બતાવી રૂપિયાની કરી માગ
અમદાવાદમાં મણિનગરમાં એક શખ્સે લૂંટના ઈરાદે રિવોલ્વર બતાવી રૂપિયાની માગ કરી હતી. અજાણ્યા શખ્સને રિવોલ્વર બતાવી પૈસા માગ્યા હતા. માથાભારે શખ્સે ફાયરિંગ પણ કર્યુ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.
-
-
Gujarat News Live : ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની વાટાઘાટો, સંયુક્ત નિવેદન જાહેર
ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની વાતચીતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે ખુલ્લા અને સકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ છે. બાકીના લોકેશનનો ટૂંક સમયમાં ઉકેલ લાવવા સહમતિ સધાઈ છે.
-
Gujarat News Live : મથુરામાં બાંકે બિહારી મંદિર પાસે 3 માળની ઇમારત ધરાશાયી, અનેક દટાયાની આશંકા
મથુરાના બાંકે બિહારી મંદિર પાસે એક મોટો અકસ્માત થયો છે. દુસાયત વિસ્તારમાં એક જૂની 3 માળની ઈમારત ધરાશાયી થવાને કારણે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. 5 લોકોના મોતના બિનસત્તાવાર અહેવાલ સામે આવ્યા છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
-
Gujarat News Live : કચ્છના જખૌ નજીકથી ચરસ-હેરોઈનના વધુ 32 પેકેટ મળ્યા
કચ્છના જખૌ નજીક ફરી એકવાર ચરસ અને હેરોઈનના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન શેખરણ પીર નજીકથી ચરસ-હેરોઈનના વધુ 32 પેકેટ મળ્યા છે. જખૌ નજીકના અલગ-અલગ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસી પેકેટ મળી આવ્યા છે. એપ્રિલથી અત્યાર સુધી 81 પેકેટ ચરસ અને 10 પેકેટ હેરોઇનના મળી આવ્યા છે.
-
-
Gujarat News Live : ઇઝરાયલના PM નેતન્યાહુએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
ઇઝરાયલના PM નેતન્યાહુએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું- આપણા દેશો એક સાથે વિકાસ કરે અને સમૃદ્ધ થાય.
Dear Prime Minister @narendramodi and the people of India, on behalf of Israel, I extend heartfelt congratulations on your Independence Day. 🇮🇳🇮🇱
May our nations continue to grow closer and prosper together. #IndiaIndependenceDay
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) August 15, 2023
-
Gujarat News Live : સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું આજે મંગળવારે, દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. સુલભ ઈન્ટરનેશનલની સ્થાપના 1970માં બિંદેશ્વર પાઠકે કરી હતી. સુલભ ઈન્ટરનેશનલ ભારતની સાથે સાથે વિશ્વના ઘણા દેશોમાં સ્વચ્છતામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
-
Gujarat News Live : MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારુની મહેફિલ
MS યુનિવર્સિટીની હોસ્ટેલના મનુભાઈ મહેતા હોલમાં આવેલ રુમ નંબર 34 માં દારુની પાર્ટી થઈ હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલના રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. જેઓના રૂમમાંથી પીણું ભરેલા ગ્લાસ તેમજ નાસ્તો મળી આવ્યો છે. આ ઘટના બાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા. MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારુની મહેફિલના પગલે, સિક્યુરિટી પર સવાલો ઉઠ્યા છે.
-
Gujarat News Live : ભારતે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી, સ્વતંત્રતા દિવસ નિમિત્તે પુતિને પાઠવી શુભેચ્છા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારતે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. ભારત વૈશ્વિક બાબતોમાં સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે.
-
Gujarat News Live : ગુજરાતમાં આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ શહેરમાં હળવા વરસાદનું એકાદ ઝાપટું પડી શકે છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, ભારે વરસાદની શક્યતા નથી.
-
Gujarat News Live : અમીરગઢ પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત
બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. ડૂબતા વ્યક્તિને બચાવવા ગયેલા યુવક મોતને ભેટ્યો છે. બનાસ નદીમાં નાહવા પડેલા વ્યક્તિ બચી ગયો, પરંતુ તેને બચાવનારનું મોત થયું છે. હાલમાં ચોમાસાને લઈને, તંત્રે નદીના પટ્ટમાં આવવા જવા પર મનાઈ ફરમાવી છે આમ છતાં લોકો બનાસ નદીમાં નાહવા પડે છે.
-
Gujarat News Live : કોંગ્રેસના સિનિયર નેતા મૌલીન વૈષ્ણવનું દુખ:દ અવસાન
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા મૌલીન વૈષ્ણવનું આજે વહેલી સવારે વડોદરા ખાતે દુખ:દ અવસાન થયું છે. મૌલીન વૈષ્ણવ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેઓ ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.
-
ભારતે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી, પુતિને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભારતે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. ભારત વૈશ્વિક બાબતોમાં સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે.
-
સૂત્રાપાડામાં દીપડાનો ત્રાસ વધ્યો, બે વર્ષીય બાળકનો કર્યો શિકાર
Gir Somnath : ગીર સોમનાથના સૂત્રાપાડામાં હવે આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. ગત મોડી સાંજે મટાણા ગામે એક દીપડાએ બે વર્ષીય બાળકનો શિકાર કરતા તેનું મોત નીપજ્યું છે. રહેણાંક વિસ્તારમાં આવીને આદમખોર દીપડો બાળકને તેના પરિવારની આંખ સામે જ ઉઠાવી ગયો હતો. જે બાદ ગ્રામજનો બાળકની શોધખોળમાં લાગી ગયા હતા. કલાકોની શોધખોળ બાદ શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ જ આદમખોર દીપડાએ આજે સવારે પણ એક વૃદ્ધ મહિલા પર હુમલો કરી દીધો છે. આદમખોર દીપડો રહેણાંક વિસ્તારમાં આવીને માણસો પર હુમલો કરવા લાગ્યો છે. જેથી ગ્રામજનોએ માગ કરી કે દીપડાને જલ્દી જ પાંજરે પૂરવામાં આવે. વન વિભાગે પણ દીપડાને પકડવા વધુ કવાયત હાથ ધરી છે.
-
ખડગેએ રાજીવ ગાંધી અને મનમોહન સિંહને નેહરુના કાર્યોની ગણના કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજકાલ કેટલાક લોકો બતાવે છે કે થોડા વર્ષો પહેલાથી પ્રગતિ થઈ છે. અંગ્રેજો જ્યારે દેશ છોડીને ચાલ્યા ગયા ત્યારે સોય બનાવવાની વાત પણ ન હતી, પરંતુ તે પછી નેહરુએ ડેમ, આઈઆઈએમ, આઈઆઈટી, ઈસરો અને બીજી ઘણી સંસ્થાઓ બનાવી. શ્વેત ક્રાંતિ કરી. રાજીવ ગાંધીએ કોમ્પ્યુટર આપ્યું હતું. નરસિમ્હા રાવે મનમોહન સાથે મળીને અર્થતંત્રને ઠીક કર્યું.
-
દાંતાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટર ખરીદી આપવાના નામે છેતરપિંડી
Banaskantha: ખેડૂતો પણ હવે છેતરપિંડીનો ભોગ બનવાથી બાકાત નથી રહેતા. બનાસકાંઠાના દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટરની ખરીદી (Tractor Purchase Fraud) કરી આપવાના નામે એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. આ આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બેરૂ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ દાંતાના આદિવાસી ખેડૂતોને આરોપીએ લાલચ આપી છેતરપિંડી કરી હતી. ખેડૂતોને ટ્રેક્ટરના હપ્તા ભરવા અને મહિને 20 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી અને ખેડૂતોના દસ્તાવેજ મેળવી 52 ટ્રેક્ટરની ખરીદી કરી હતી.
-
ખડગે લાલ કિલ્લા પર ન ગયા, કોંગ્રેસે જણાવ્યું કારણ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપી ન હતી. આ અંગે રાજીવ શુક્લાએ કહ્યું કે ખડગેજી પહેલેથી જ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. મંત્રી સહિત ઘણા લોકો લાલ કિલ્લા સુધી પહોંચી શક્યા નથી. બાદમાં ખડગેએ કોંગ્રેસ મુખ્યાલય પર તિરંગો ફરકાવ્યો હતો.
-
વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી, CMના હસ્તે ધ્વજ વંદન
વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી, CMના હસ્તે ધ્વજ વંદન
-
હું તમારા દુ:ખ અને સપનાને તુટતા જોઈ શકતો નથીઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશ માત્ર વિકાસ ઈચ્છે છે. હું 2014માં તમારી પાસે આવ્યો ત્યારે હું પરિવર્તનનો ઠરાવ લઈને આવ્યો હતો. તમે મારા પર વિશ્વાસ કર્યો અને મેં તમારો ભરોસો રાખવાનો પ્રયત્ન કર્યો. આગામી પાંચ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગલી વખતે જ્યારે હું લાલ કિલ્લા પરથી ભાષણ આપીશ, ત્યારે સરકારની ઉપલબ્ધિઓને ઉજાગર કરીશ. મારું કોઈ સપનું હોય તો પણ તે દેશના લોકો માટે છે. તમારા દુ:ખ અને સપનાને ચકનાચૂર થતા જોવાનું હું સહન કરી શકતો નથી.
-
Independence Day 2023 LIVE Updates: પરિવારવાદે દેશના લોકોના અધિકારો છીનવી લીધા છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદે દેશના લોકોના અધિકારો છીનવી લીધા છે. આપણે આપણી ક્ષમતાથી પરિવારવાદનો અંત લાવવાનો છે. દેશને આજે ત્રણ બુરાઈઓ સામે લડવાની જરૂર છે. આપણે ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણ સામે લડવું પડશે.
-
2047માં વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ – PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે સપના ઘણા છે, સંકલ્પ સ્પષ્ટ છે અને અમારી નીતિઓ સ્પષ્ટ છે. આજે હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. 2047માં વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ. આપણે એક અંશ પણ પીછેહઠ કરવાની જરૂર નથી. ભારતની ક્ષમતામાં કોઈ કમી નથી. દેશને ,સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું, દેશને ફરી એ જ નામથી કેમ ન બોલાવવો જોઈએ.
-
સરકાર મહિલાઓને ડ્રોન આપશે, બનાવશે 2 કરોડ કરોડપતિ દીદી: PM મોદી
સરકાર મહિલાઓને ડ્રોન આપશે, બનાવશે 2 કરોડ કરોડપતિ દીદી: PM મોદી
-
Independence Day 2023 LIVE Updates: વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલોટ ભારતમાં છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાનની ગતિ હોય કે ચંદ્ર મિશન, આજે મહિલા વૈજ્ઞાનિકો દેશનું નેતૃત્વ કરી રહી છે. વિશ્વમાં સૌથી વધુ મહિલા પાઈલટ ભારતમાં છે. અમે બે કરોડ લખપતિ દીદીના લક્ષ્ય સાથે ચાલી રહ્યા છીએ. આપણે શ્રેષ્ઠતાની લાગણી સાથે જ આગળ વધવાનું છે.
-
આપણી સરહદો પહેલા કરતા વધુ સુરક્ષિત છે – PM Modi
પીએમ મોદીએ કહ્યું કે સેનામાં સુધારાનું કામ ચાલી રહ્યું છે. પહેલા બ્લાસ્ટ થતા હતા, પરંતુ હવે આપણી સરહદો પહેલા કરતા વધુ સુરક્ષિત છે. આતંકવાદી હુમલાઓમાં ઘટાડો થયો છે અને સિરિયલ બોમ્બ વિસ્ફોટો હવે ભૂતકાળ બની ગયા છે. નક્સલવાદી વિસ્તારોમાં પણ પરિવર્તનનું વાતાવરણ છે.
-
જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો, તેનું ઉદ્ઘાટન પણ મેં કર્યું – PM
પીએમ મોદીએ કહ્યું કે જેનો શિલાન્યાસ થયો હતો, મેં તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અમે લક્ષ્યથી આગળ ચાલી રહ્યા છીએ. દરેક ટાર્ગેટ સમય પહેલા પૂરા કરવામાં આવ્યા છે. આ ભારત ન તો હારે છે કે ન તો હાંફે છે. અમારા દળો પહેલા કરતા વધુ સુરક્ષિત બન્યા છે. આ આત્મવિશ્વાસથી ભરેલું ભારત છે.
-
13.5 કરોડ પરિવારો ગરીબી રેખામાંથી બહાર આવ્યા – PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે આવતા મહિને વિશ્વકર્મા યોજના શરૂ કરીશું અને આ યોજના પર 15 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. પીએમએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ પરિવારો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. અમારા કાર્યકાળમાં દેશના મધ્યમ વર્ગને નવી તાકાત મળી. આગામી 5 વર્ષમાં દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
-
કોરોના સંકટમાં પણ સરકારે કોઈને ઝુકવા દીધા નહોતા – PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ગરીબો માટે ઘર બનાવવા માટે 90 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હતા, પરંતુ આજે ચાર ગણા વધુ 4 લાખ કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. ખેડૂતોના હિતમાં કામ કરતાં સરકારે ખેડૂતોને યુરિયામાં 10 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપી. પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટમાં પણ સરકારે કોઈને ઝૂકવા દીધા નથી.
-
OBC સમુદાય માટે વિશ્વ કર્મા યોજનાની શરૂઆત કરવામાં આવશે: PM Modi
OBC સમુદાય માટે વિશ્વ કર્મા યોજનાની શરૂઆત કરવામાં આવશે: PM Modi
-
Independence Day 2023 LIVE Updates: કૌભાંડોએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી – PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે દરેક વર્ગના લોકોના વિકાસ માટે અને તેમની જરૂરિયાતો અનુસાર અલગ મંત્રાલયોની સ્થાપના કરી છે. જેના કારણે સમાજનો દરેક વર્ગ એકત્ર થયો. આજે આપણે વિશ્વની અર્થવ્યવસ્થામાં પાંચમા નંબરે પહોંચી ગયા છીએ. તે એમ નેમ જ બન્યું નથી. સરકારે ભ્રષ્ટાચાર ખતમ કર્યો. અગાઉ ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશભરમાં ઘેરાયેલો હતો. લાખો કરોડના કૌભાંડો થયા અને આ કૌભાંડોએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી.
-
બદલાતી વિશ્વ વ્યવસ્થા પર પીએમ મોદીએ કહ્યું, બોલ હવે આપણી પાસે છે
બદલાતી વિશ્વ વ્યવસ્થા પર પીએમ મોદીએ કહ્યું કે હવે બોલ બોલ હવે આપણી પાસે છે. તેમણે કહ્યું કે 2014માં દેશને સ્થિર સરકાર મળી. આ પછી મોદીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ કરીને બતાવ્યું. તે હવે ભારતનું ભવિષ્ય ઘડી રહ્યું છે. ભારત હવે સ્થિર સરકારની ગેરંટી લઈને આવ્યું છે.
-
Independence Day 2023 LIVE Updates: 2014માં જ્યારે તમે સરકાર બનાવી ત્યારે મોદીને રિફોર્મ કરવાની હિંમત મળી: PM Modi
2014માં જ્યારે તમે સરકાર બનાવી ત્યારે મોદીને રિફોર્મ કરવાની હિંમત મળી, ત્યારબાદ બ્યુરોક્રેસીએ ટ્રાન્સફોર્મ કરવાની જવાબદારી ઉપાડી. અમારી સરકારનો એજન્ડા રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો છે. અમારી વિચારસરણી એવી નીતિને પ્રમોટ કરવાની છે, જે આવનારા 1000 વર્ષ સુધી કામ કરશે.
-
આજે દેશના સપના સાકાર થવાની સંભાવના છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે આજે આપણી પાસે વસ્તી, લોકશાહી અને વિવિધતા છે. આ ત્રણેય સાથે મળીને દેશના સપનાને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે.
-
દેશના ભાગ્યનું નિર્માણ નાના શહેરોના યુવાનો કરી રહ્યા છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે નાના શહેરોના યુવાનો પણ દેશનું ભાગ્ય ઘડી રહ્યા છે. દેશમાં નવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ભારતની અજાયબીઓ આખી દુનિયામાં જોવા મળે છે. મને યુવા શક્તિમાં પૂરો વિશ્વાસ છે. ભારતની પ્રતિભા વિશ્વમાં નવી ભૂમિકા ભજવશે. અમારા બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે. દેશના પુત્ર-પુત્રીઓ અજાયબીઓ કરી રહ્યા છે.
-
Independence Day 2023 LIVE Updates: પંચ પ્રાણ સાથે દેશ આગળ વધી રહ્યો છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશ બલિદાન અને તપસ્યા બાદ આઝાદ થયો છે. અમૃતકલનું આ પ્રથમ વર્ષ છે. અમૃતકલમાં સરકાર સૌના કલ્યાણ અને સૌના સુખ સાથે આગળ વધી રહી છે. હવે દેશ નવા સંકલ્પો સાથે જોડાઈ રહ્યો છે. દેશ પંચ પ્રાણ સાથે આગળ વધી રહ્યો છે.
-
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
#WATCH | Prime Minister Narendra Modi hoists the National Flag at the Red Fort in Delhi, on #IndependenceDay pic.twitter.com/lO3SRCM7kZ
— ANI (@ANI) August 15, 2023
-
Independence Day 2023 LIVE Updates: વડાપ્રધાન મોદીએ આઝાદીના વીરોના બલિદાનને કર્યુ યાદ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીનું માર્ગદર્શન, ભગતસિંહ-સુખદેવ-રાજગુરુ જેવા વીરોનું બલિદાન હંમેશા યાદ રહેશે, દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓને હું સલામ કરું છું. આ વખતે 26 જાન્યુઆરી આપણા પ્રજાસત્તાક દિવસનો 75મો અવસર હશે, જે આપણા માટે ઈતિહાસ છે.
-
મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી શાંતિ છેઃ પીએમ મોદી
લાલ કિલ્લા પરથી મણિપુર પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરમાં હિંસાનો સમયગાળો હતો. અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. મા-દીકરીઓ સાથે ખિલવાડ થયો હતો, પરંતુ થોડા દિવસોથી શાંતિના સમાચાર છે. હું ખાતરી આપું છું કે દેશ મણિપુરની સાથે છે.
-
PM મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત
PM મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે
-
રશિયાના મખાચકલામાં ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ
રશિયાના મખાચકલામાં એક ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં બે બાળકો સહિત 25 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 66 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.
-
Independence Day 2023 LIVE Updates: J&K: શ્રીનગરના લાલ ચોક ખાતે લોકોએ તિરંગો લહેરાવી 77મા સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી
J&K: શ્રીનગરના લાલ ચોક ખાતે લોકોએ તિરંગો લહેરાવી 77મા સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી
#WATCH | J&K: People wave the tricolour at Lal Chowk in Srinagar, as they gather to celebrate 77th Independence Day.#IndependenceDay2023 pic.twitter.com/pMRLpEMF1i
— ANI (@ANI) August 15, 2023
-
Independence Day 2023: પીએમ મોદીએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
-
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
आप सभी को स्वतंत्रता दिवस की अनेकानेक शुभकामनाएं। आइए, इस ऐतिहासिक अवसर पर अमृतकाल में विकसित भारत के संकल्प को और सशक्त बनाएं। जय हिंद!
Best wishes on Independence Day. We pay homage to our great freedom fighters and reaffirm our commitment to fulfilling their vision. Jai Hind!
— Narendra Modi (@narendramodi) August 15, 2023
-
Independence Day 2023: વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં લેશે ભાગ
આજે વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે શહેરના તમામ મહત્વના સ્થળોને તિરંગા અને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. જેથી સમગ્ર શહેર દિવાળીની જેમ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ઠેર ઠેર તિરંગા લાઈટિંગથી શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં ભાગ લેશે. સમગ્ર તૈયારીઓને વહીવટી તંત્રએ આખરી ઓપ દીધો છે. મુખ્યપ્રધાન કરોડો રૂપિયાના વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે. તેમજ આજે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ વિભાગે 1500 જેટલી પોલીસ બહારથી બોલાવી છે.
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76 વીરતા પુરસ્કારોને આપી મંજૂરી
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 4 કીર્તિ ચક્ર, 11 શૌર્ય ચક્ર સહિત 76 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી.
President Murmu approves 76 Gallantry awards including 4 Kirti Chakras, 11 Shaurya Chakras
Read @ANI Story | https://t.co/zDP12pty1S#DroupadiMurmu #GallantryAwards #KirtiChakras #ShauryaChakra pic.twitter.com/HxlL7QpcZ6
— ANI Digital (@ani_digital) August 14, 2023
-
સ્વતંત્રતા દિવસ પર પીએમનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
- વડાપ્રધાન 7:06 વાગ્યે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ અર્પણ કરશે.
- ત્યારબાદ પીએમ સવારે 7.18 કલાકે લાલ કિલ્લાના લાહોર ગેટ પર પહોંચશે.
- PM સવારે 7.30 કલાકે લાલ કિલ્લાની કિલ્લા પર પહોંચ્યા બાદ ધ્વજ ફરકાવશે.
- PMનું રાષ્ટ્રને સંબોધન 7:33 વાગ્યે શરૂ થશે.
Published On - Aug 15,2023 6:19 AM