Gir Somnath : સોમનાથ કપર્દી વિનાયક મંદિર ખાતે ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો યોજાયો
રાજ્યભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પર શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે.
Gir Somnath : સોમનાથ (Somnath) જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શ્રી ગણેશ આરાધનાનું અનુષ્ઠાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન શ્રી કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પર શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે.
ઋષિ કુમારો દ્વારા 11,000થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ
આ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો 4 ઓગસ્ટે સંપન્ન થયો હતો. જેમાં કે.બી.જોષી સંસ્કૃત કોલેજ ભરવાડા, વી.ટી.ચોક્સી સૂર્યપુર સંસ્કૃત મહાવિદ્યાલય, આમલીરણ (સુરત), શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, અડાજણ (સુરત) અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવ્યા હતા.
સોમનાથ સંસ્કૃત પાઠશાળા ઉપરાંત રાજ્યની 10 પાઠશાળાઓ સોમનાથ પધારી
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આધ્યતમિક્તાની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ સમગ્ર પ્રભાસ તીર્થમાં આધ્યાત્મીક ભાવનાના સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેના ભાગરૂપે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ તીર્થમાં અત્યાર સુધીનું સૌથી મોટું ગણપતિ અર્ચનનું મહાઅનુષ્ઠાન ચલાવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ટ્રસ્ટની સોમનાથ સંસ્કૃત પાઠશાળા ઉપરાંત રાજ્યની 10 પાઠશાળાઓ સોમનાથ પધારી ચૂકી છે.
અનુષ્ઠાન માટે ત્રણેય પાઠશાળાના ઋષિકુમારો અને ગુરુજનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ભક્તિમય પ્રસાદ કીટ ભેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
(With Input , Yogesh Joshi, Gir Somnath)