AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપ-કોંગ્રેસની મિલીભગત અને જનતા રઝળી પડી! નેતાઓએ ‘ભૂતિયા ડિમોલિશન’નો મોટો ખેલ ખેલ્યો, જુઓ Viral Video

સુરતના નાસિર નગરમાં ઝૂંપડા ખાલી કરાવવા માટે 385 લોકોને 80-80 હજાર રૂપિયા અપાયા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસ નેતાની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે.

ભાજપ-કોંગ્રેસની મિલીભગત અને જનતા રઝળી પડી! નેતાઓએ ‘ભૂતિયા ડિમોલિશન’નો મોટો ખેલ ખેલ્યો, જુઓ Viral Video
| Updated on: Jun 15, 2026 | 6:51 PM
Share

સુરત શહેરના નાસિર નગરમાં થયેલા ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો હવે ભારે ગરમાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં જ આ આખા કિસ્સામાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

વાયરલ વીડિયોના આધારે દાવો કરાયો

વાયરલ વીડિયોના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2023માં અહીંના ઝૂંપડા ખાલી કરાવવા માટે આશરે 385 જેટલા ઝૂંપડાવાળાઓને 80-80 હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ આખો આર્થિક વહીવટ ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસના એક નેતા દ્વારા મળીને કરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.

દાવો છે કે, આ વહીવટ ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ ઝાકીર શાહ તેમજ કોંગ્રેસના મરહુમ ઐયબ દ્વારા કરાયો હતો. આ સમગ્ર મામલે જ્યારે વિવાદ વધ્યો અને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ ઝાકીર શાહ આ બાબતે સીધો જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાતો કરતા નજરે પડ્યા હતા.

‘વાયરલ વીડિયો’ બાદ રાજકારણમાં ‘ગરમાવો’

તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ અહીં ઝૂંપડપટ્ટી ધારકોને પાકા મકાનો મળ્યા હતા, તેથી આ લોકોને પણ મકાન મળવા જોઈએ. જો કે, આ ‘ભૂતિયા ડિમોલિશન’ના મામલામાં ઝાકીર શાહની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં રહી છે અને હવે આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.

નોંધ: ઉપરોક્ત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે. TV9 Gujarati આ વીડિયો કે તેના દાવાની સત્યતાની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

શું બસો ધૂળ ખાવા માટે રાખી છે? તંત્ર જવાબ આપે… બંધ પડેલી નવી બસોના કારણે આખી જગ્યા હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની

Follow Us
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
g clip-path="url(#clip0_868_265)">