આજનું હવામાન : ગુજરાત પર મેઘરાજાનું સંકટ ! રાજ્યના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Sep 06, 2024 | 9:48 AM

ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયો તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજનું હવામાન : ગુજરાત પર મેઘરાજાનું સંકટ ! રાજ્યના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
Monsoon 2024

Follow us on

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયો તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી

દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છૂટા છવાયો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવી છે. આવનારા ચાર દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા કારણભૂત હતા. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહે તેવી શક્યતા છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

 

અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અનુસાર  7 થી 8 સપ્ટેમબરે બંગાળના ઉપ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. 10મી સપ્ટેમ્બરે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.  ડીપ ડિપ્રેશનને લીધે 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.  ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ધોધમારના વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે.

Next Article