AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાંથી પકડાયેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના ઘરેથી મળ્યો ઝેરી કેમિકલનો મોટો જથ્થો, જાણો શું હતો તેનો પ્લાનિંગ

ગુજરાતમાંથી પકડાયેલા ત્રણેય આતંકવાદી પૈકી આતંકી આઝાદ અને સુહેલના ઘરે સર્ચ ચાલી રહ્યુ છે. તો બીજી તરફ હૈદરાબાદમાં આવેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ શરુ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકીના ઘર પૈકી ડૉ. અહેમદ સૈયદના મકાનમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેનો જથ્થો મળી આવ્યો છે.

Breaking News : ગુજરાતમાંથી પકડાયેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના ઘરેથી મળ્યો ઝેરી કેમિકલનો મોટો જથ્થો, જાણો શું હતો તેનો પ્લાનિંગ
Mihir Soni
| Edited By: | Updated on: Nov 12, 2025 | 1:09 PM
Share

ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓના કેસમાં નવા ખુલાસાઓ થતા જ જઇ રહ્યા છે.  ગુજરાત ATSએ 3 આતંકીઓની ધરપકડ કરી હતી અને આ ત્રણેય આતંકીઓ રિમાન્ડ પર છે. ત્યારે હવે આ કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય પૈકી આતંકી આઝાદ અને સુહેલના ઘરે સર્ચ ચાલી રહ્યુ છે.તો બીજી તરફ હૈદરાબાદમાં આવેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ શરુ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકીના ઘર પૈકી ડૉ. અહેમદ સૈયદના મકાનમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેનો જથ્થો મળી આવ્યો છે.

ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ

ગુજરાત ATSએ ત્રણ આતંકી મામલે મોટી કાર્યવાહી કરી છે. ATSએ આતંકી ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ કરી, જ્યારે હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં તેમના મકાનમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેના જથ્થા અને અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ATSએ આ કેમિકલ અને સામગ્રી સીઝ કરી છે. એટલે કે તે અલગ અલગ કેમિકલ લઇને કઇક બનાવતો હતો. તેની જાણે આખી નાની ફેકટરી જેવુ ઘરમાંથી મળી આવ્યુ છે. તેના ઘરે સર્ચ કરતા અન્ય પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.

જાણો શું હતુ તેનું કાવતરુ

માહિતી પ્રમાણે ડો.અહેમદ સૈયદ હૈદરાબાદમાં રહે છે અને હોટેલ ચલાવે છે. તે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોની ટીમ બનાવવા માગતો હતો અને ટીમ બનાવી જો તેને જમવાનો કોઇ મોટો કોન્ટ્રાક્ટ મળે તો આ ઝેરી કેમિકલ ભેળવી અને હજારો લોકોને મારી નાખવાના તે ફિરાકમાં હતો.એટલે આ કેમિકલનો જથ્થો હાલ ગુજરાત ATS દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.હવે તેના ઘરમાં મળેલા અલગ અલગ કેમિકલ અંગે તપાસ કરવામાં આવશે.

અલગ અલગ ટીમ દ્વારા સર્ચ

હાલ ગુજરાતમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓના ઘરે તપાસ તો કરવામાં આવી જ રહી છે.સાથે જ જ્યાં રેકી કરી છે તે સ્થળોએ પણ આતંકીઓેને લઇ જવામાં આવી રહ્યા છે. તેની સાથે જ ગુજરાત ATSની 4 જેટલી ટીમમાંથી બે ટીમ યુપી અને હૈદરાબાદમાં સર્ચ ઓપરેશન કરી રહી છે.

આ તરફ યુપીના આતંકી આઝાદ અને સુહેલના ઘરો પર પણ ગુજરાત ATS દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી સુરક્ષા એજન્સીઓ આતંકવાદી નેટવર્કને ચેતવણી આપવા અને ભવિષ્યના હુમલાઓ અટકાવવા પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">