છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના (Corona Virus) નવા 1,075 કેસ નોંધાયા છે. ત્યારે 9 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરમાં 4 અને સુરત શહેરમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 221 નવા કેસ, ત્યારે સુરત શહેરમાં 139 કેસ અને જિલ્લામાં 34 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 12,360 એક્ટિવ કેસ છે. ત્યારે આજે વધુ 1,155 દર્દી સાજા થયા છે.
આ પણ વાંચો: મહેસાણા અને જૂનાગઢમાં યોજાયું કૃષિ સંમેલન, ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર