મહેસાણા અને જૂનાગઢમાં યોજાયું કૃષિ સંમેલન, ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

મહેસાણા અને જૂનાગઢમાં યોજાયું કૃષિ સંમેલન, ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

મહેસાણાના વિજાપુરમાં ભાજપે ઉત્તર ગુજરાત કક્ષાનું કિસાન સંમેલન યોજ્યું. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ખેડૂતોને કૃષિ કાયદાથી થનારા ફાયદાઓ અંગે માહિતગાર કર્યા હતા, સાથે જ તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કૉંગ્રેસ ખોટી રીતે ખેડૂતોમાં ભ્રમણા ફેલાવી રહી છે. વિરોધ કરનારાઓ કાયદાની કઈ કલમની કઈ જોગવાઈમાં ખેડૂતોને નુક્સાન જાય તેની વાત કરતા […]

Bhavesh Bhatti

|

Dec 18, 2020 | 9:16 PM

મહેસાણાના વિજાપુરમાં ભાજપે ઉત્તર ગુજરાત કક્ષાનું કિસાન સંમેલન યોજ્યું. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ખેડૂતોને કૃષિ કાયદાથી થનારા ફાયદાઓ અંગે માહિતગાર કર્યા હતા, સાથે જ તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કૉંગ્રેસ ખોટી રીતે ખેડૂતોમાં ભ્રમણા ફેલાવી રહી છે. વિરોધ કરનારાઓ કાયદાની કઈ કલમની કઈ જોગવાઈમાં ખેડૂતોને નુક્સાન જાય તેની વાત કરતા નથી. તેઓ સ્પષ્ટતા કરે તો સરકાર તેમની સાથે વાતચીત કરવા તૈયાર છે.

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠાના અમીરગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત

 

 

આ તરફ જૂનાગઢના કેશોદમાં ભાજપે માર્કેટ યાર્ડમાં ખેડૂત સંમેલન યોજ્યું. જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને માહિતગાર કર્યા હતા, સાથે જ જીતુ વાઘાણીએ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કૉંગ્રેસને શ્વાસની ઉપમા આપી, તો રાહુલ ગાંધી પર ટીપ્પણી કરતા કહ્યું કે એક સમયમાં લાજ કાઢી દીકરીઓને લગ્ન કરવા પડતા. હવે નવા સમયમાં લાજની પ્રથા નીકળી ગઈ છે પણ સોનિયા ગાંધીને હજુ જૂના સમયમાં રહેવું હોય તેમના પુત્ર રાહુલને લાજ કઢાવી લગ્ન કરાવે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati