International Yoga Day 2021 માટે ગુજરાત NCC નિર્દેશાલય સજ્જ, વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન

21 જૂન 2021ના રોજ 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ની ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત NCC નિર્દેશાલય પણ પરિવારો આ દિવસે પોતાના ઘરે જ યોગ કરી શકે તેવી રીતે સામાન્ય યોગ પ્રોટોકોલ (CYP) દ્વારા આ દિવસની ઉજવણી કરશે.

International Yoga Day 2021 માટે ગુજરાત NCC નિર્દેશાલય સજ્જ, વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 16, 2021 | 11:50 PM

International Yoga Day 2021: વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે લોકોએ નાછુટકે ઘરની અંદર જ રહેવાની ફરજ પડી છે, તેવા સંજોગો વચ્ચે 21 જૂન 2021ના રોજ 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ની ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત NCC નિર્દેશાલય પણ પરિવારો આ દિવસે પોતાના ઘરે જ યોગ કરી શકે તેવી રીતે સામાન્ય યોગ પ્રોટોકોલ દ્વારા આ દિવસની ઉજવણી કરશે.

આયુષ મંત્રાલય અને “યોગ સાથે રહો, ઘરે રહો!” સંદેશને અનુકૂળ એવી IDY 2021ની પરિકલ્પના વિશે NCCના કેડેટ્સ તેમના પરિવારો, સાથીઓ અને મિત્રોને જાણ કરીને તેમને International Yoga Day 2021માં સક્રિયપણે પોતાના ઘરમાં જ રહીને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે. વર્તમાન કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને IDY 2021નું આયોજન કરવા માટે ડિજિટલ, વર્ચ્યુઅલ અને ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2021 આરોગ્ય માટે યોગના લાભોને રેખાંકિત કરવાનો પ્રસંગ છે અને જાહેર જનતાને પોતાના ઘરમાં જ રહીને આખી દુનિયામાંથી લોકોને એકજૂથ થવા માટે પ્રેરિત કરે છે. ગુજરાત NCC નિર્દેશાલયે NCC કેડેટ સ્તરે સહભાગીતા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

જેમાં જિંગલ કોમ્પોઝિશન સ્પર્ધામાં સહભાગી કેડેટ્સ દ્વારા IDY 2021 માટે ધુન તૈયાર કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં વિજેતા એન્ટ્રીને રૂપિયા 25,000નું રોકડ ઈનામ આપવામાં આવશે. યોગને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેડેટ્સ દ્વારા ઑનલાઈન પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. કેડેટ્સ ઑનલાઈન IDY પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પણ ભાગ લેશે અને તેમને સ્પર્ધામાં ભાગ લેવા બદલ ઈ-પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

પ્રિ-ઈવેન્ટ તાલીમના ભાગરૂપે  કેડેટ્સ CYP તાલીમ વીડિયોની મદદથી પોતાની જાતને ડિજિટલ સ્રોતોના ઉપયોગ માટે પરિચિત કરશે અને તેની તાલીમ લેશે. આ વીડિયો આયુષ મંત્રાલયના યોગ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 21 જૂન 2021ના રોજ ઉજવણીના દિવસે કેડેટ્સ IDY 2021 સામાન્ય યોગ પ્રોટોકોલ પ્રવૃત્તિમાં સવારે 7.00 કલાકે ભાગ લેશે.

તેઓ પોતાના ઘરે સલામત રહીને તેમજ કોવિડ-19 મહામારીના જોખમોને ધ્યાનમાં રાખીને આ ઉજવણીમાં ભાગ લેશે. કેડેટ્સ રાષ્ટ્રીય ટીવી (જેના પર સવારે 7.00 વાગ્યાથી CYPનું પ્રસારણ શરૂ કરવામાં આવશે) અથવા માર્ગદર્શન માટેના અન્ય યોગ્ય CYP વીડિયોનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ ધરાવે છે.

આ પણ વાંચો : SBI બેન્ક કર્મચારીની કરવી છે ફરિયાદ? તો જાણો આ રહી સરળ પ્રોસેસ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">