SBI બેન્ક કર્મચારીની કરવી છે ફરિયાદ? તો જાણો આ રહી સરળ પ્રોસેસ

કેટલાય ગ્રાહકો બેન્ક બ્રાન્ચ ઉપર કે બેન્કના કર્મચારીઓ સાથે થયેલા કડવા અનુભવો વિશે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો રોષ ઉજાગર કરતાં હોય છે.

SBI બેન્ક કર્મચારીની કરવી છે ફરિયાદ? તો જાણો આ રહી સરળ પ્રોસેસ
ભવિષ્યમાં તમારી સાથે બેન્ક કર્મચારી સાથેનો કોઈ કડવો અનુભવ થાય તો તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 16, 2021 | 10:53 PM

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India – SBI) પોતાના ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવાના પ્રયાસ કરતી આવી છે. ગ્રાહકોને બેન્ક બ્રાંચથી લઈને ઓનલાઈન પ્લેટફોર્મમાં કેટલીય પ્રકારની સુવિધા પ્રદાન કરી રહી છે. પરંતુ ગ્રાહકો ઘણી વાર બેન્ક કર્મચારીઓના વ્યવહાર અને તેની કામ કરવાની રીતને લઈને નારાજ થતાં જોવા મળે છે. જો તમારી સાથે પણ આવું કઈક થયું હોય તો તમે પણ SBIના પ્લેટ ફોર્મ પર તેની ફરિયાદ કરી શકો છો.

કેટલાય ગ્રાહકો બેન્ક બ્રાન્ચ ઉપર કે બેન્કના કર્મચારીઓ સાથે થયેલા કડવા અનુભવો વિશે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો રોષ ઉજાગર કરતાં હોય છે. તેના કરતાં ગ્રાહકો પોતાની ફરિયાદ SBI પ્લેટફોર્મ પર જઈને કરી શકે છે. જે બાબતની ખુદ SBIએ જાણકારી આપી છે તો ચાલો જાણીએ કે બેન્ક કર્મચારી વિરુદ્ધમાં કઈ રીતે ફરિયાદ થઈ શકે અને શું છે નિયમ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તાજેતરમાં જ એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે, ‘બ્રાન્ચ મેનેજર YONO ઈન્સ્ટોલ કરવાના નામ પર મોબાઈલ નંબર અને અન્ય જાણકારી લઈને વગર કોઈ અનુમતિ કે જાણ કર્યા વગર 500 રૂપિયાનો વીમો  આપી દીધો હતો અને જ્યારે પૈસા કપાયા ત્યારે મેનેજર પાસે જાણકારી મેળવતા કહ્યું કે આ કોઈ સર્વિસ ચાર્જ કપાયાનું કહ્યું હતું. આ બાબતને લઈને ખુદ SBIએ કહ્યું કે ગ્રાહક કઈ રીતે ફરિયાદ કરી શકે છે.

ગ્રાહકની આવી ફરિયાદને લઈને બેન્કે અસુવિધા માટે ગ્રાહકની માફી માંગી અને પોતાના કર્મચારીઓના વર્તન બદલ માફી પણ માંગી અને કહ્યું કે અમારા ગ્રાહકોની સુધી જ સર્વોપરી છે અને પોર્ટલ પર ફરિયાદ નોંધવાનું કહ્યું.

કઈ રીતે કરશો ફરિયાદ?

જો ફરિયાદ નોંધવાની વાત કરવામાં આવે તો ગ્રાહકો https://crcf.sbi.co.in/ccf/ પર જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ વેબસાઈટ પર General Banking પર ક્લિક કરીને તેના Branch Related કેટેગરીમાં ફરિયાદ નોંધાવી શકો છો. જો ભવિષ્યમાં તમારી સાથે બેન્ક કર્મચારી સાથેનો કોઈ કડવો અનુભવ થાય તો આ રીતે તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

હવે મિનિમમ બેલેન્સ પર નહીં કપાય કોઈ ચાર્જ

SBIએ અગાઉ જ આ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે સેવિંગ એકાઉન્ટ (S B Account)માં મિનિમમ બેલેન્સ નહીં જાળવી રાખવા બદલ કોઈ પણ પ્રકારનો ચાર્જ બેન્ક દ્વારા વસૂલવામાં નહીં આવે. એ સાથે જ SMS ચાર્જને પણ માફ કરી દેવામાં આવ્યા છે. એટ્લે કે એસએમએસ ચાર્જ અને મંથલી એવરેજ બેલેન્સના નોન મેઈનટેનન્સ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ માફ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Bhuj : ભુજમાં આજે પણ ચાલી રહ્યું છે ટેન્કર રાજ, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">