26 ઓક્ટોબરના મહત્વના સમાચાર : દેશ પર ફરી વાવાઝોડાનો ખતરો, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશરડિપ્રેશનમાં ફેરવાયું
આજે 26 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ આજથી એક દિવસના ગુજરાત પ્રવાસે
ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સંગઠનને લગતી વિવિધ બેઠકોમાં હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ સાંજે સવા પાંચ વાગ્યે કમલમ્ ખાતે યુવા મોરચાની ટીમ અને સેવાયાત્રીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકોમાં સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
-
યુરોપના 5 દેશોમાં મોંઘવારીના વિરોધમાં હિંસક પ્રદર્શન
યુરોપના ફ્રાંસ, ઇટલી અને સ્પેન સહિત પાંચ દેશોમાં મોંઘવારીના વિરોધમાં શરૂ થયેલું આંદોલન હિંસક બન્યું છે. સરકાર સામે વિરોધ નોંધાવવા આશરે 8 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શન દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. સ્થિતિને કાબૂમાં લેવા સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. કાયદો હાથમાં લેનારા 2 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.
-
-
બંગાળની ખાડીમાં મહાતોફાનનો ખતરો, દરિયાકાંઠે એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે. 26 ઑક્ટોબર સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. 28 ઑક્ટોબરની સવારે આંધ્રપ્રદેશમાં બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે છે. પવનની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી છે.
આજે 26 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Oct 26,2026 7:46 AM
