AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 12 લાખ 50 હજાર રૂપિયાના KBCના પ્રશ્ને પંજાબમાં વિવાદ ઉભો કર્યો, અમિતાભ બચ્ચન અને સોની ટીવીને કાનૂની નોટિસ મળી

કૌન બનેગા કરોડપતિના 12 લાખ 50 હજારના સવાલ પર પંજાબમાં વિવાદ શરુ થયો છે. જેના કારણે અમિતાભ બચ્ચન અને સોની ટીવીને કાનુની નોટિસ મળી છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

Breaking News : 12 લાખ 50 હજાર રૂપિયાના KBCના પ્રશ્ને પંજાબમાં વિવાદ ઉભો કર્યો, અમિતાભ બચ્ચન અને સોની ટીવીને કાનૂની નોટિસ મળી
| Updated on: Nov 23, 2026 | 2:10 PM
Share

અમિતાભ બચ્ચનના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં પંજાબને લઈ પુછવામાં આવેલા એક સવાલ પર વિવાદ ઉભો થયો છે. શોમાં પંજાબમાં ગુનો અને પોલીસ સ્ટેશન પર બોમ્બથી ઉડાવી દેવાના મામલા સાથે જોડાયેલા સવાલ પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે સંગરુરના એક વકીલે અમિતાભ બચ્ચન અને સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝનને કાનુની નોટિસ મોકલી છે. નોટિસ દ્વારા વિવાદિત સવાલ અને તેની સાથે જોડાયેલી વીડિયો ક્લિપને નેશનલ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દુર કરી પંજાબના લોકોની સાર્વજનિક માફી માંગવા અને આખા મામલે સફાઈ આપવાની માંગ કરી છે. આ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. માંગ જો પુરી નહી થાય તો કાનુની કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.

12 લાખ 50 હજારના સવાલ પર કાનુની નોટિસ

આ નોટિસ રંજીત સિંહ તરફથી એડવોકેટ ઈન્દ્રજીત અરોરાને મોકલી છે.આ નોટિસ KBC ના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચનને તેમના બીજા સરનામે એબી કોર્પ લિમિટેડ દ્વારા અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓને મોકલવામાં આવી હતી. એડવોકેટ ઇન્દ્રજીત અરોરાએ IANS સાથે વાત કરતા કેસની વિગતો આપી.

તેમણે કહ્યું થોડા દિવસ પહેલા મારા ક્લાઈન્ટે મને સોની ટીવી પર પ્રસારિત થનારા શો કેબીસીના કેટલાક સ્ક્રીનશોર્ટ અને એક વીડિયો ક્લીપ દેખાડી હતી. જેમાં 12 લાખ 50 હજાર રુપિયાના સવાલ પુછવામાં આવ્યો હતો. “તાજેતરમાં કયા રાજ્યમાં ગુનેગારો પોલીસ સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટ કરવાથી ડરતા નથી?” આ પ્રશ્ન પંજાબને ગુના સાથે જોડવાનો પ્રયાસ કરે છે, જે રાજ્યની છબીને અસર કરી શકે છે.”

માફીની માંગ

અરોરાએ કહ્યું, આ આધારે, અમે સોની ટીવી અને અમિતાભ બચ્ચનને કાનૂની નોટિસ મોકલી છે. અમે માંગ કરીએ છીએ કે વિવાદાસ્પદ પ્રશ્ન અને વિડિઓ તાત્કાલિક દૂર કરવામાં આવે અને પંજાબના લોકો પાસે બિનશરતી માફી માંગવામાં આવે. આ રીતે કોઈપણ એક રાજ્યને નિશાન બનાવવું યોગ્ય નથી. વકીલે  વીડિયો અંગે બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે તે (AI) ની મદદથી બનાવવામાં આવ્યો હોઈ શકે છે. જો તપાસમાં આ વાત બહાર આવે છે, તો વિડિઓ બનાવનાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કૌન બનેગા કરોડપતિ ભારતીય ટેલીવિઝનનો લોકપ્રિય ક્વિઝ શોમાંથી એક છે. આ શોની શરુઆત વર્ષ 2000માં થઈ હતી. અમિતાભ બચ્ચન લાંબા સમયથી આ શોને હોસ્ટ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનના બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">