AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 ઓક્ટોબરના મહત્વના સમાચાર : તાલાલામાં અનુભવાયો ભૂકંપનો આંચકો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2025 | 10:01 PM
Share

આજે 31 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

31 ઓક્ટોબરના મહત્વના સમાચાર : તાલાલામાં અનુભવાયો ભૂકંપનો આંચકો

આજે 31 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Oct 2025 09:28 PM (IST)

    તાલાલામાં રાત્રે આનુભવાયો ભૂકંપનો આંચકો

    ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આજે રાત્રે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાની તિવ્રતા રિકટર સ્કેલ પર 2.5ની નોંધાઈ છે. રાત્રે 9.15 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 km દૂર નોંધાયું છે.

  • 31 Oct 2025 09:06 PM (IST)

    ગુજરાતના 74 તાલુકામાં કમોસમી વરસાદ

    આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના 14 કલાકમાં, ગુજરાતના 74 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજૂલામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, અમરેલી શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.

  • 31 Oct 2025 08:52 PM (IST)

    રાજુલામાં વરસ્યો 3 ઈંચ વરસાદ

    અમરેલીના રાજુલા શહેરમા આજે અનરાધાર વરસાદ 3 ઇંચ નોંધાયો છે. આજે સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ચોમાસા અને કમોસમી થઈને સિઝનનો સૌથી વધુ 51 ઇંચ વરસાદ રાજુલા નોંધાયો છે.

  • 31 Oct 2025 07:55 PM (IST)

    આજથી ગુજરાતના CS તરીકે એમ. કે. દાસ, ડિસેમ્બર 2026 સુધી રહેશે મુખ્ય સચિવ

    ગુજરાત રાજ્યને મળ્યા 33માં મુખ્ય સચિવ. 33 માં મુખ્ય સચિવ તરીકે એમ. કે. દાસે ચાર્જ સંભાળ્યો છે. વર્તમાન મુખ્ય સેક્રેટરી તરીકે પંકજ જોશીનો કાર્યકાળ થયો સમાપ્ત. 1990 ની બેચના IAS છે મનોજ કુમાર દાસ. ડિસેમ્બર 2026 સુધી મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સાંભળી શકે છે એમ કે દાસ.

  • 31 Oct 2025 07:08 PM (IST)

    અમદાવાદમાં 34મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ ઈન પિસ્ટલ ઇવેન્ટનો પ્રારંભ

    અમદાવાદમાં 34મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ ઈન પિસ્ટલ ઇવેન્ટનો પ્રારંભ થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, રાયખંડમાં આવેલ રાયફલ ક્લબ ખાતે પિસ્ટલ ચલાવી ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે, ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના 196 જેટલા પિસ્ટલ શૂટર્સ, 34મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યાં છે.

  • 31 Oct 2025 06:21 PM (IST)

    સવારના 6થી સાંજના 6 સુધીના 12 કલાકમાં 67 તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં, 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વઘુ વરસાદ અમરેલીની રાજૂલામાં લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જાફરાબાદમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગરના તળાજામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • 31 Oct 2025 06:17 PM (IST)

    ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સૈન્યની ત્રણેય પાંખનો યુદ્ધ અભ્યાસ

    નૌકાદળના વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદના જણાવ્યા અનુસાર, ગુજરાત દરિયાકાંઠે અને અરબી સમુદ્રમાં ત્રણેય સેવાઓનો સંયુક્ત અભ્યાસ ચાલી રહ્યો છે. ભારતની ત્રણેય સેના- આર્મી, નેવી અને એરફોર્સ – ગુજરાતના દરિયાકાંઠે અને ઉત્તર અરબી સમુદ્રમાં મોટા પાયે ત્રિશૂલના નામે સંયુક્ત લશ્કરી કવાયત કરી રહી છે. “આ એક ત્રિ-સેવા કવાયત છે, જેમાં માત્ર ત્રણેય સેવાઓ જ નહીં, પરંતુ કોસ્ટ ગાર્ડ, બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ ભાગ લઈ રહી છે. આર્મીનો સધર્ન કમાન્ડ, નેવીનો વેસ્ટર્ન કમાન્ડ અને એરફોર્સનો સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ભાગ લઈ રહ્યા છે.”

  • 31 Oct 2025 06:01 PM (IST)

    અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદથી રાયડી ડેમ છલકાયો

    અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદથી રાયડી ડેમ છલકાયો. ખાંભાના રાયડી ડેમના 2 દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે. રાયડી ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. રાયડી ડેમ નીચેના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાયડી ડેમ નીચેના નદીના પટમાં કોઈએ અવરજવર ના કરવા સુચના આપવામાં આવી છે.

  • 31 Oct 2025 05:19 PM (IST)

    રાજુલા પંથકમાં ભારે વરસાદને પગલે, ધાતરવડી-2 ડેમના 10 દરવાજા ખોલાયા

    રાજુલા પંથકમાં ભારે વરસાદને પગલે, ધાતરવડી-2 ડેમમાં એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ધાતરવડી- 2 ડેમ  5400 ક્યુસેક ઉપરાંતની પાણીની આવક શરૂ થઈ છે. નીચાણ વાળા નદીકાંઠાના ગામડાને એલર્ટ આપ્યું છે. ખાખબાઈ, હિંડોરણા, ઉછેયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઇ, કોવાયા સહીત નદી કાંઠે આવતા ગામડાના લોકોએ સાવચેત રહેવા તાકીદ કરાઈ છે. ડેમના દરવાજા ખોલાતા ફરીવાર ધાતરવડી નદીમાં ધસમસતો પ્રવાહ આવશે. નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલી વધી શકે છે.

  • 31 Oct 2025 05:06 PM (IST)

    રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંભળાયા ભેદી ધડાકા

    રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો. બપોરના 4.18 કલાકે ભેદી ધડાકો સંભળાયો કે પછી ભૂકંપ આવ્યો તે તપાસ બાદ સામે આવશે. જેતપુર નવાગઢ વિસ્તારમાં ભેદી ધડાકો થયાનો અવાજ સંભળાયો હતો. ભેદી ધડાકો થતા લોકો એક બીજાને પૂછવાનો પ્રયત્ન કર્યો ધડાકો શેનો હતો. અવાજ શેનો આવ્યો તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યુ. તંત્ર પાસે હજુ કોઈ સત્તાવાર જાણકારી નથી. જેતપુર મામલતદાર દ્વારા પણ ભેદી ધડાકા વિશે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 31 Oct 2025 05:04 PM (IST)

    જૂનાગઢના માંગરોળ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ

    જૂનાગઢના માંગરોળ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ. માંગરોળ પંથકમાં ફરી આવ્યો વાતાવરણમાં પલટો. ચાલુ સીઝનમાં સાત વખત લાગ્યું 3 નંબરનું સિગ્નલ. દરિયો નહિ ખેડવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે. માછીમારો ચાલુ સીઝનમાં માત્ર એક જ વખત ફિસીંગ કરવા ગયા છે દરિયામાં. આર્થિક ખુબ મોટુ નુકસાન થયું છે. માછીમારો આર્થિક સહાય પેકેજની કરી રહ્યા છે માગ.

  • 31 Oct 2025 04:41 PM (IST)

    કુવંરજી બાવળિયા ખેડૂતોના ખેતરમાં ઊતર્યા, માવઠાથી થયેલ નુકસાન નજરે નિહાળ્યું

    ખેડૂતોના ખેતરમાં કમોસમી વરસાદમાં થયેલ નુકસાનનીનો કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયાએ તાગ મેળવ્યો હતો. ખેડૂતોના કપાસ, મગફળી, જુવાર વગેરે પાકોમાં થયું છે ભારે નુકશાન. જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, ભાંડલા, ભંડારીયા, વિરપર, દહીસરા સહિતના ગામોના ખેતરની મુલાકાત લીધી હતી. ખેડૂતોના ખેતરમાં મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવાનો કર્યો છે આદેશ. એક બે દિવસમાં સર્વે કરવાની સૂચના અપાય ગઈ છે. વિગતવાર સર્વે થાય તે પ્રકારની સૂચના સર્વે કરનાર ટિમ આપશે. ખેડૂતોના આર્થિક નુકશાન બાબતે જેટલી મદદ થઈ શકે તેટલી મદદ કરવા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ધ્યાન બાબત મુકશે તેમ અસરગ્રસ્ત ખેડૂતોને કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.

  • 31 Oct 2025 04:31 PM (IST)

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી નવી આગાહી, નવેમ્બર-ડિસેમ્બરમાં પણ થશે કામોસમી વરસાદ

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે, આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ગુજરાતમાં માવઠુ થવાની સંભાવના છે. આગામી 2 નવેમ્બરે દક્ષિણ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના તેમજ, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે.  મહેસાણાના, પંચમહાલ ના કેટલાક ભાગોમાં હજુ બે તારીખ સુધી કામોસમી વરસાદ રહેવાની શક્યતા છે.

    અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બે તારીખ સુધી વરસાદની શક્યતા રહેલી છે. 2 નવેમ્બર બાદ 5 નવેમ્બર સુધી હવામાનમાં ફેરફાર રહેશે. 7 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ રહેશે. રવિ પાકો માટે વાતાવરણ સારું રહેશે. સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. ડિસેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. બંગાળના ઉપસાગરમાં હજુ પણ ચક્રવાતો બબનતા રહેશે. 15 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે.

  • 31 Oct 2025 03:14 PM (IST)

    ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા યોજશે

    ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા યોજશે. આગામી 1 થી 13 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં દેખાવો યોજાશે. 1 થી 5 નવેમ્બર સુધી કલેકટર મામલતદારોને આવેદનપત્ર આપવા ઉપરાંત પદયાત્રાઓ યોજાશે. 6 નવેમ્બરે તમામ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરાશે. સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ 6 નવેમ્બરે સોમનાથથી કરાશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેતી યાત્રાની 6 થી 13 નવેમ્બરથી સુધી ચાલશે. 13 નવેમ્બરે યાત્રાનું સમાપન દ્વારકામાં કરાશે.

  • 31 Oct 2025 03:10 PM (IST)

    સમીર ઉર્ફે મુર્ગા અને પરેશ ગઢવી ગેંગ સામે રાજકોટ પોલીસ ગુજસીટોક દાખલ કરશે

    રાજકોટ મંગળા મેઇન રોડ પર ફાયરિંગને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સમીર ઉર્ફે મુર્ગા અને પરેશ ગઢવી ગેંગ સામે પોલીસ, ગુજસીટોક એક્ટ દાખલ કરશે. પાંચ થી સાત દિવસમાં ગુજસીટોક દાખલ કરશે રાજકોટ પોલીસ. આ કેસમાં પોલીસે કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે. સમીર ઉર્ફે મુર્ગા ગેંગના 3 સાગરીતોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે.

  • 31 Oct 2025 02:47 PM (IST)

    પોલીસે નવરંગપુરામાં યુનિયન બેંકમાં ફાયરિંગ કરનારા આરોપીની કરી ધરપકડ

    અમદાવાદ: પોલીસે નવરંગપુરામાં યુનિયન બેંકમાં ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરી છે. નિવૃત્ત SRPF મેને ફાયરિંગ કર્યું હતું. અન્ય સિક્યોરિટી ગાર્ડ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. એક મહિના અગાઉ બન્ને વચ્ચે સામાન્ય માથાકૂટ થઈ હતી. જૂની અદાવત રાખીને બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું.

  • 31 Oct 2025 02:16 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા થયા રવાના

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ વડોદરા એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ બે દિવસ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ એકતા પરેડ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી દિલ્હી જવા રવાના થયા ત્યારે મેયર પિન્કીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર અનિલ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા.

  • 31 Oct 2025 02:14 PM (IST)

    જામનગર:જોડિયા પંથકના ખેડૂતોએ સરકાર પાસે માગી સહાય

    જામનગર જિલ્લાના જોડિયા પંથકના ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન થઈ ગયા છે. અચાનક પડેલા ભારે વરસાદને કારણે મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની રજૂઆત અનુસાર, પાક તૈયાર અવસ્થામાં હોવાથી વરસાદે આખી મહેનત પાણીમાં વહાવી દીધી છે. માત્ર મગફળી જ નહીં, પરંતુ પશુચારો પણ બગડી જતા પશુપાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે હાલની સ્થિતિ એવી છે કે જાણે તેમના મોઢેથી કોળિયો છીનવાઈ ગયો હોય. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો સરકારે તાત્કાલિક વળતર અને સહાય આપવા માંગણી કરી છે.

  • 31 Oct 2025 01:17 PM (IST)

    જૂનાગઢ:આ વર્ષે નહીં યોજાય લીલી પરિક્રમા

    જૂનાગઢ:આ વર્ષે  લીલી પરિક્રમા નહીં યોજાય. ખરાબ રસ્તા કારણે લીલી પરિક્રમા સ્થગિત કરાઈ. ગિરનાર લીલી પરિક્રમાના માર્ગ પર રસ્તાનું ધોવાણ થયુ છે. પરિક્રમાના માર્ગ કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યુ. પરિક્રમાના માર્ગ પર હાલ વાહનો ચલાવવામાં હાલાકી પડી રહી છે.

  • 31 Oct 2025 12:02 PM (IST)

    પરેશ ગઢવી ગેંગના 5 શખ્સની ધરપકડ

    રાજકોટઃ મંગળા મેઈન રોડ પર ફાયરિંગનો કેસમાં પરેશ ગઢવી ગેંગના 5 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પાંચેય શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો. આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રકશન કરાયુ. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું.

  • 31 Oct 2025 11:40 AM (IST)

    જૂનાગઢ: ગિરનાર પરથી યુવક પટકાયો

    જૂનાગઢ: ગિરનાર પરથી યુવક પટકાયો. 2500 પગથિયા પાસેથી યુવક પથ્થર પરથી પટકાયો. યુવક સીડીના બદલે પથ્થરો પરથી ગિરનાર ચઢતો હતો. માથા પર ઈજા થવાના કારણે યુવકનું મોત થયુ, પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી.

  • 31 Oct 2025 11:26 AM (IST)

    વડોદરાઃ કલેક્ટર કચેરી બહાર મારામારી

    વડોદરામાં કલેક્ટર કચેરી બહાર કાર અને મોપેડ વચ્ચે થયેલી ટક્કર બાદ વિવાદ સર્જાયો. શરૂઆતમાં બોલાચાલીથી શરૂ થયેલો મામલો થોડા જ સમયમાં હાથાપાઈ સુધી પહોંચી ગયો. બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. વધતી ભીડને જોતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મામલો શાંત કર્યો. સમયસર પોલીસે હસ્તક્ષેપ કરતા કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નહોતી, પરંતુ આ ઘટનાએ ટ્રાફિક દરમિયાન સાવચેતી અને સંયમ રાખવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.

  • 31 Oct 2025 10:52 AM (IST)

    વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

    વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડા,,ધરમપુર,વલસાડ અને પારડી તાલુકાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણએ ડાંગરનો પાક પલળ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

  • 31 Oct 2025 10:13 AM (IST)

    એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર સરદાર માટે સર્વોપરી હતો-PM મોદી

    PM મોદીએ જણાવ્યુ કે  સરદાર વલ્લભભાઇ પટેલ માટે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર સર્વોપરી હતો.

  • 31 Oct 2025 10:12 AM (IST)

    એકતાનગરમાં PM મોદીનું સંબોધન શરુ

    સરદાર પટેલ અમર રહે…અમર રહે..ના નારાથી PM મોદીએ એકતાનગરમાં સંબોધનની શરુઆત કરી. તેમણે જણાવ્યુ કે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્મૃતિ સિક્કા અને વિશેષ ડાક ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે સરદાર પટેલ જાણતા હતા કે ઇતિહાસ લખવામાં સમય ન વેડફવો જોઇએ. આપણે ઇતિહાસ બનાવવામાં મહેનત કરવી જોઇએ. તેમણે જે નીતિઓ બનાવી, જે નિર્ણયો લીધા તેમા જ નવા ઇતિહાસ રચ્યા અને બનાવ્યા છે.

  • 31 Oct 2025 10:01 AM (IST)

    પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા

    પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા.ગોંડલના રાજકારણમાં જિગીષા પટેલ ચર્ચામાં રહ્યા હતા.

  • 31 Oct 2025 09:40 AM (IST)

    સુરતઃ સરથાણાની હોટલમાં સેક્સ રેકેટ ઝડપાયું

    સુરતઃ સરથાણાની હોટલમાં સેક્સ રેકેટ ઝડપાયું છે. પોલીસે દરોડા દરમિયાન બે ગ્રાહકોને કઢંગી હાલતમાં પકડ્યા. હોટલના મેનેજર તેમજ યુવતી સપ્લાયર કરનારા સહિત 4 પકડાયા. હોટલમાંથી 2 થાઇલેન્ડ, 1 યુગાન્ડા અને મુંબઈની 1 યુવતીને મુક્ત કરાવાઈ. વિદેશી યુવતીઓ મારફતે દરરોજ 1 લાખની કમાણી કરાતી હોવાની માહિતી છે. હોટલ માલિક પાસોદરાનો સંદીપ ઉર્ફે સેન્ડી પટેલ વોન્ટેડ જાહેર કરાયા.

  • 31 Oct 2025 09:20 AM (IST)

    વડોદરાઃ પોલીસને સતત પડકાર આપતા અસામાજિક તત્વો

    વડોદરામાં ફરી એક વખત અસામાજિક તત્વો પોલીસને પડકાર આપતા જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. લાલબાગ બ્રિજ નીચે જાહેર રોડ પર થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં મહિલાઓ અને બે યુવકોને એક યુવકની લાકડી વડે ધોલાઈ કરતા જોવા મળ્યા છે. છૂટાહાથની આ મારામારીને કારણે ત્યાં હાજર લોકોમાં ભય અને અશાંતિ ફેલાઈ હતી. સતત આવી ઘટનાઓ બાદ પોલીસ તંત્ર સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની નવી પડકારરૂપ પરિસ્થિતિ ઉભી થઈ છે.

  • 31 Oct 2025 09:07 AM (IST)

    મહીસાગર જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત

    મહીસાગર જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે. વરસાદી માહોલમાં કડાણા ડેમ ખાતે પ્રવાસીઓ હિલ સ્ટેશનની અનુભૂતિ કરી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં પ્રકૃતિના આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. કાળા ડિબાંગ વાદળ, અપાર જળરાશિ, લીલીછમ વૃક્ષો અને ઝરમર વરસાદે પ્રવાસીઓનું મન મોહી લીધું હતું. હાલ કડાણા ડેમ ખાતે આ નયનરમ્ય નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

  • 31 Oct 2025 08:53 AM (IST)

    24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં ખાબક્યો વરસાદ

    24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3.19 ઈંચ વરસાદ ખાબક્યો. તળાજામાં 3.03 ઈંચ તો હાંસોટમાં 2.83 ઈંચ વરસાદ, સુબિરમાં 2.32 ઈંચ તો મહુવામાં 2 ઈંચ વરસાદ, ગાંધીનગરમાં 2.17 અને ક્વાંટમાં 2.13 ઈંચ વરસાદ, 36 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

  • 31 Oct 2025 08:45 AM (IST)

    સમગ્ર પરેડનું નેતૃત્વ કરી રહી છે મહિલા IPS અધિકારી

    નર્મદાઃ  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  મુવિંગ પરેડ યોજાઇ રહી છે. સમગ્ર પરેડનું નેતૃત્વ મહિલા IPS અધિકારી સુમન નાલા કરી રહી છે. Tv 9 સાથે IPS સુમન નાલાએ આ પહેલા ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યુ હતુ કે મારા માટે આ ગૌરવની ક્ષણ છે. એક મહિનાથી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.

  • 31 Oct 2025 08:37 AM (IST)

    અમદાવાદ ખાતેથી CMએ રન ફોર યુનિટીને ફ્લેગઓફ કરી

    આજે 31મી ઑક્ટોબરના રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને મજબૂત કરવાના ઉદ્દેશથી CMએ રન ફોર યુનિટીને ફ્લેગઓફ કરાવી. નારણપુરા ખાતે આવેલી સરદાર પટેલ કોલોની પાસે સરદાર પટેલની પ્રતિમા પાસેથી રન ફોર યુનિટીને ફ્લેગઓફ કરાવી.

  • 31 Oct 2025 08:35 AM (IST)

    પરેડમાં 52 ઊંટ સાથે BSFની ટુકડી સામેલ

    પ્રજાસત્તાક દિવસની જેમ જ કેવડિયા ખાતે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે. પરેડમાં 52 ઊંટ સાથે BSFની ટુકડી સામેલ થઇ છે. મહિલા અધિકારીઓની ટુકડીની પરેડમાં આગેવાની જોવા મળી રહી છે.

  • 31 Oct 2025 08:29 AM (IST)

    એકતા પરેડમાં BSF, CRPF, CISF સામેલ

    સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી એકતા પરેડ રુપે પણ કરવામાં આવશે. વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિની ઝલક તેમાં જોવા મળશે. 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક પ્રદર્શનો તેમાં જોવા મળશે. સાંસ્કૃતિક અને દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન અહીં કરવામાં આવ્યુ છે.

  • 31 Oct 2025 08:24 AM (IST)

    દિલ્લીમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી

    દિલ્લીમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પટેલ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાનું નમન કર્યું અને હાજર સૌને રાષ્ટ્રીય એકતાનો શપથ લેવડાવ્યો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલે અખંડ ભારતની રચનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. અમિત શાહે વધુમાં ઉમેર્યું કે કલમ 370 દૂર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે. આ કાર્યક્રમ દ્વારા દેશભરમાં એકતા, અખંડતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસર્યો.

  • 31 Oct 2025 08:20 AM (IST)

    PM મોદી આજે અનેક વિકાસ ભેટ આપશે

    PM મોદી આજે નીચે મુજબની અનેક વિકાસ ભેટ આપશે.

    • રૂ.1220 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
    • ભારતના પ્રથમ બોન્સાઇ ગાર્ડનનું લોકાર્પણ
    • એકતા નગર ખાતે રૂ.56.33 કરોડના ખર્ચે ક્વાર્ટર્સનું લોકાર્પણ
    • રૂ.303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવનનું લોકાર્પણ
    • રૂ.૫૪.૬૫ કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટનું લોકાર્પણ
    • રૂ.૩૦ કરોડના ખર્ચે ૨૫ ઈ-બસોનું ઉદ્ધાટન
    • રૂ.૨૦.૭૨ કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલનું લોકાર્પણ
    • રૂ.૧૮.૬૮ કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકાનું નું લોકાર્પણ
    • રૂ.૮.૦૯ કરોડના ખર્ચે વોક વે અને રૂ.૫.૫૫ કરોડનો એપ્રોચ રોડ
    • રૂ.૫.૫૨ કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપોનું લોકાર્પણ
    • રૂ.૪.૬૮ કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ
    • રૂ.૩.૧૮ કરોડના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ
    • રૂ.૧.૪૮ કરોડના ખર્ચે ડેમ રિપ્લિકાનું લોકાર્પણ
    • રૂ૧.૦૯ કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું નું લોકાર્પણ
  • 31 Oct 2025 08:16 AM (IST)

    PM મોદીએ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સરદાર પટેલને નમન કર્યુ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

  • 31 Oct 2025 07:49 AM (IST)

    એકત્વ’ થીમ આધારિત 10 સુંદર ઝાંખીઓ રજૂ થશે

    એકતા નગરમાં આ વર્ષે અનેક ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી મુખ્ય આકર્ષણ રહેશે. આ અવસરે ભવ્ય “એકતા પરેડ”નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ‘એકત્વ’ થીમ આધારિત 10 સુંદર ઝાંખીઓ રજૂ થશે. સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટ્ય પ્રસ્તુતિઓ અને લોકકલા દ્વારા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિનું અનોખું દૃશ્ય જોવા મળશે. પ્રકાશ પર્વ તરીકે સમગ્ર એકતા નગર લાઇટિંગથી ઝળહળતું બનશે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ રહેશે. આ સાથે 1 થી 15 નવેમ્બર દરમિયાન “ભારત પર્વ–2025”નું પણ ભવ્ય આયોજન થશે, જેમાં દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પરંપરા, લોકનૃત્ય, સંગીત અને હસ્તકલા પ્રદર્શિત થશે. બિરસા મુંડા જયંતિની ઉજવણી પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવશે. લોકોમાં એકતા અને દેશપ્રેમનો સંદેશ ફેલાવવા માટે સાયક્લોથોન સ્પર્ધા યોજાશે, જેમાં 5000 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ તમામ કાર્યક્રમો એકતા નગરને રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક એકતાનું કેન્દ્ર બનાવશે.

  • 31 Oct 2025 07:48 AM (IST)

    એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

    લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. એકતા નગરમાં દિલ્લીની જેમ જ ભવ્ય મુવીંગ “એકતા પરેડ”નું આયોજન થશે, જે પ્રજાસત્તાક દિવસની પરેડ જેવી એક કિલોમીટર લાંબી હશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એક સાથે 11 હજારથી વધુ લોકો આ પરેડનું નિરીક્ષણ કરી શકશે. પરેડમાં વાયુસેનાનો મનોહર ફ્લાયપાસ્ટ, મોટરસાયકલ શો અને દેશભરના 16 જેટલા વિવિધ દળોની ટુકડીઓ ભાગ લેશે. સાથે જ BSF અને CRPFના પદક વિજેતા જવાનો વિશેષ હાજરી આપશે. રાજ્યોની સિદ્ધિઓને દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત 10 સુંદર ઝાંખીઓ પણ પરેડમાં રજૂ થશે. આ પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 1 થી 15 નવેમ્બર દરમિયાન “ભારત પર્વ”ની ઉજવણી પણ થશે, જેમાં દેશની સંસ્કૃતિ, એકતા અને વૈવિધ્યતાનો અદભૂત સંગમ જોવા મળશે.

Published On - Oct 31,2025 7:45 AM

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">