30 જૂનના મહત્વના સમાચાર : વિકાસ સહાયને ગુજરાતના DGP તરીકે 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન મળ્યું
આજે 30 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 30 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જમીન મામલે થયેલી બે હત્યા અંગે, બે જૂથના 36 આરોપીઓને દિયોદર સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કારાવાસની સજા
બનાસકાંઠાના દિયોદર સેશન કોર્ટનો હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. 2002માં બનેલી ઘટનામાં 36 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 2002માં જમીનને લગતા વિવાદ સામસામે થઈ હતી બે વ્યક્તિની હત્યા. લાખણીના ઘણા ગામમાં બે વ્યક્તિની થઈ હતી હત્યા. જેને લઈને સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એક પક્ષના 20 આરોપીઓને કોર્ટ ફટકારી સજા. સામે પક્ષના બે મહિલાઓ સહિત 16 આરોપીઓ કોર્ટે ફટકારી છે સજા. દિયોદર સેશન કોર્ટનો 23 વર્ષ બાદ હત્યા કેસનાં મામલે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.
-
સાબરકાંઠા બેંકના ચેરમેનને તેમની મંડળીના હોદ્દા પરથી જ દૂર કરવા અધિક રજિસ્ટ્રારે કર્યો હુકમ
સાબરકાંઠા બેંકના ચેરમેનનો વિવાદ વકરતો જ જઈ રહ્યો છે આ દરમિયાન હવે રાજ્યના અધિક રજિસ્ટ્રાર દ્વારા સહકારી માળખામાં મહત્વનો હુકમ કર્યો છે. જેના આધારે ચેરમેન પદ સુધી પહોંચ્યા એ મંડળીના હોદ્દા પરથી જ દૂર કરવાનો આદેશ કરતા ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આમ હવે સાબરકાંઠા બેંકના ચેરમેન પદેથી હંસાબેન પટેલને દૂર થવુ પડી શકે છે.
-
-
સુરતમા પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ઉપરાંત પડોશીના બાંહેધરી પત્ર લેવા પડશે
સુરત પાલિકાની સૌથી મોટી કાર્યવાહી. પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ લેવું પડશે. પાલિકાના માર્કેટ ડિપાર્મેન્ટ દ્વારા ફોર્મ બહાર પાડ્યું. અમદાવાદમાં શ્વાન કરવડવાના કારણે બાળકનું મોત થયું હતું. જે બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુન 10 લોકોની બાંહેધરી પત્ર જરૂરી. એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુ લોકોની બાંહેધરી જરૂરી. સુરત શહેરમાં 800 થી વધુ નોટિસો પાઠવી છે. 250 અરજીઓ લાઇસન્સ માટે આવી, જેમાં 150 લાઇસન્સ આપવામાં આવ્યા છે. 100 અરજી તપાસના 6 અરજી કેન્સલ કરવામાં આવી છે. ગુજરાતમાં રોડ પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના કિસ્સો સામે આવતા હોય છે. કોઈ શ્વાન માલિક લાઇસન્સ નહીં રાખે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
-
11 કોલેજને ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે નથી મળતા વિદ્યાર્થીઓ, કોલેજ બંધ કરવા GTU ને કરી દરખાસ્ત
અમદાવાદમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ના મળતા હોવાથી કોલેજ બંધ કરવા માટે 11 કોલેજ સત્તાવાળાઓએ GTU ને કરી દરખાસ્ત કરી છે. નવા શૈક્ષણિક વર્ષથી ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રવેશ ના ફાળવવા માટે 11 કોલેજોએ GTU ને દરખાસ્ત કરી છે. એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સોમલલિત કોલેજ, નોબેલ કોલેજ દ્વારા GTU ને કરાઈ હતી દરખાસ્ત. ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં 2220 બેઠકનો કરાયો છે ઘટાડો. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પણ સીટોનો કરાયો ઘટાડો. ડિગ્રી એન્જિનિયરિંગ માં 360 બેઠકોનો ઘટાડો કરાયો.MBA ની એક કોલેજ બંધ કરવા કરાઈ હતી દરખાસ્ત. ખ્યાતિ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે MBA અભ્યાસક્રમ બંધ કર્યો છે. ખ્યાતિ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બંધ થતાં MBA ની 30 બેઠકોનો થયો ઘટાડો છે.
-
જામનગરમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો
જામનગરમાં આજે ફરી કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે. રણજિતનગર વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ જામનગરમાં કોરોનાના કુલ સાત કેસ એક્ટિવ છે. તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે.
-
-
અમદાવાદના વૈષ્ણોદેવીની આજુબાજુના વિસ્તારના રહીશોની ચોમાસામાં દયનીય સ્થિતિ
અમદાવાદના વૈષ્ણોદેવીની આજુબાજુના વિસ્તારના રહીશોની ચોમાસામાં દયનીય સ્થિતિ બની છે. વરસાદ બાદ અમદાવાદના નવા ડેવલપ વિસ્તારની હાલત સુવિધા વિનાની છે. વૈષ્ણોદેવી આજુબાજુના વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા અને વરસાદી પાણીનો ભરાવો થાય છે. વૈષ્ણોદેવી સર્કલથી ઉમિયાધામ મંદિર રોડની આજુબાજુની સોસાયટીના રહીશો દર વર્ષની આ સમસ્યાથ ત્રાસી ઉઠ્યા છે. લોકો રહેવા આવ્યાના પાંચ વર્ષો વીતી ગયા હોવા છતાં રસ્તાના ઠેકાણા નહીં હોવાની રાવ ઉઠી છે. શ્રી ગણેશ, ગણેશા હાઇટ, મેગ્નેટ લિજેન્ડ, રોયલ લિવિંગ, મેગ્નેટ લેવિશ, ટ્રાઇડેન્ટ એલેન્જા સહિતની સોસાયટીના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. AUDAનો ટેક્સ ચૂકવ્યા હોવા છતાં સુવિધા મળતી ના હોવાનું સામે આવ્યુ છે. સંબંધિત તંત્ર ડેવલપમેન્ટ ચાર્જ લેતા હોવા છતાં સુવિધા નથી આપતું તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
-
થરા માર્કેટ યાર્ડ કબજે કરવા ભાજપના બે નેતાની લડાઈ, ચૂંટણીમાં 93 ટકાથી વધુ મતદાન
બનાસકાંઠા થરા માર્કેટ યાર્ડની આજે યોજાયેલી ચૂંટણીમાં 93 % ઉપરાંતનું રેકોર્ડ બ્રેક મતદાન થવા પામ્યું છે. 4800 મતદાર ધરાવતી થરા માર્કેટયાર્ડ માં રસાકસીનો જંગ જામ્યો હતો. ભાજપ પ્રેરિત પેનલ અને પૂર્વ ચેરમેનની પેનલ વચ્ચે જંગ હતો. ભાજપ પ્રેરિત ઈશ્વર પટેલની પેનલનો દબદબો જોવા મળ્યો હતો. જ્યારે થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા અણદા પટેલે ભાજપ સામે જ પેનલ બનાવી હતી. થરા માર્કેટયાર્ડમાં ભાજપ માટે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાની પણ પરીક્ષા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કાંકરેજના હોવા છતાં ભાજપના સહકારી નેતાઓને મનાવી શક્યા નહોતા. આવતીકાલે નવ વાગ્યાથી પરિણામ જાહેર થશે. ભાજપના પૂર્વ નેતા અને પૂર્વ ચેરમેન અણદા પટેલનું ભાવિ મત પેઢીઓમાં બંધ થયું છે.
-
સાબરકાંઠા ખેડબ્રહ્માના રતનપુરમાં માટીની દીવાલ પડતા ત્રણ બાળક દટાયા, 2ના મોત
સાબરકાંઠા ખેડબ્રહ્માના રતનપુરમાં માટીની દીવાલ પડતા ત્રણ બાળક દટાયા હતા. જેમાંથી એક બાળક અને એક બાળકી સહીત કુલ 2ના મોત થયા છે. જ્યારે એક બાળકનો બચાવ થવા પામ્યો છે. ગત રાત્રીએ ઘરની માટીની દીવાલ પડી હતી. ઘરની ઓસરીમાં બાળકો રમતા હતા, ત્યારે પડી હતી માટીની દીવાલ. ખેરોજ પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
-
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે, આજે સાંજના 7 વાગ્યા સુધી રાજ્યમાં મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે 41-61 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ
-
સુરેન્દ્રનગરના લખતર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગર ACB એ, લખતર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. એસીબી પોલીસે લખતર હાઈવે પર આવેલ હોટલ પાસેથી રૂ.3000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિને ઝડપી લીધા છે. વઢવાણ તાલુકાના વડોદ ગામે બે પ્લોટના ગામ નમૂના નંબર 02 ના ઉતારા માટે ફરિયાદી પાસે રૂ. 3000ની લાંચ માંગી હતી. ખાનગી વ્યક્તિ રાજુભાઈ રામજીભાઈ વસોયાએ તલાટી ધર્મેશ કુમાર તળશીભાઈ પેઢડીયા વતી માંગી હતી લાંચ. બન્ને વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
DGP વિકાસ સહાયને મળ્યું એક્સ્ટેન્શન: સૂત્ર
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયને, વધુ 3 મહિનાનુ એક્સ્ટેન્શન મળ્યું છે. સૂત્રો દ્વારા મળેલ વિગતો અનુસાર, છેક છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખ્યા બાદ આખરે સરકારે વિકાસ સહાયને વધુ 3 મહિનાનુ એક્સ્ટેન્શન આપ્યું છે. વર્તમાનમાં ઘટેલી કેટલીક ઘટનાઓ ફરી ના બને એ પ્રકારની સૂચનાઓ સાથે નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં સત્તાવાર થઈ શકે છે જાહેરાત.
-
અમદાવાદમાં કેનેડામાં વર્ક પરમિટને બહાને 21 લાખની ઠગાઈ
કેનેડાના વર્ક પરમિટ અપાવવાના બહાને રૂપિયા 21 લાખની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. વેજલપુરની મહિલા સાથે રૂપિયા 20.75 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે સેટેલાઇટ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. કેનેડાના વર્ક પરમિટ વિઝા લાવી આપવાના બહાને મહિલા સહિત ત્રણ લોકોએ ઠગાઈ આચરી હતી.
-
અમદાવાદના સેટેલાઈટના સાથ સંગાથ ટાવરના પીજીમાં દારુની મહેફીલ માણતા ઝડપાયા
અમદાવાદના સેટેલાઈટના સાથ સંગાથ ટાવરમા દારૂની મહેફિલમાં પોલીસે રેડ કરી ને રાજ સાડીવાળા, તુષાર મહેતા, વિરેન્દ્ર સુથાર , કલ્યાણ ચૌધરી અને મિઝોરમની યુવતી હમાન્ગ ઝોલેન થાન્ગાને દારૂ પીધેલ હાલતમાં ધરપકડ કરી છે. એક મહિલાએ પોલીસ કંટ્રોલને મેસેજ કર્યો હતો, જેના આધારે સેટેલાઈટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા સાથ સંગાથ ટાવરમા એક પીજીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જે બાદ તપાસ કરતા પીજીના માલિક રાજ સાડીવાળાએ દારૂની મેહફીલનું આયોજન કર્યું હતું. પીજીમાં રહેતા યુવકો સાથે દારૂની મહેફીલ મળી રહ્યો હતો સેટેલાઈટ પોલીસે દારૂની મહેફીલને લઈ ગુનો નોંધી આરોપી ધરપકડ કરી હતી.
-
આહીર સમાજ મેદાને, કહ્યું- હિરા જોટવાની ધરપકડ રાજકીય, કૌંભાડની તપાસ તટસ્થ એજન્સી દ્વારા કરાવો
જુનાગઢથી ભરૂચ પોલીસે હિરા જોટવાની ધરપકડ કરતાઆહિર સમાજ સરકાર સામે નારાજ થયો છે. માળિયા હાટીના ખાતે આહીર સમાજ દ્વારા હીરા જોટવાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકીય નેતૃત્વ નિષ્ફળ કરવા ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે. તટસ્થ તપાસ કરવા માંગ કરાઈ છે. આહીર સમાજ લડતના મૂડમાં હોઈ આંદોલન ઉગ્ર બનવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વિશાળ સંમેલનો યોજવા આવશે.
-
પશુઓને ખવડાવાતા દાણમાં રૂ. 80નો ઘટાડો કરતી બનાસડેરી
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીએ બનાસદાણમાં 80 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 1580ની જગ્યાએ હવે ગ્રાહકોએ 1500 રૂપિયા ચૂકવવા પડશે. 80 રૂપિયાના ઘટાડાથી, ડેરી સાથે સંકળાયેલા તમામ પશુપાલકોને વર્ષે 95 કરોડ જેટલો ફાયદો થવાની ગણતરી માંડવામાં આવી છે. બનાસદાણમાં ભાવ ઘટાડાથી પશુપાલકોને પશુપાલનમાં ખર્ચમાં પણ ઘટાડો થશે તેમ કહેવાઈ રહ્યું છે.
-
સુરેન્દ્રનગર: વઢવાણ રોડ પર સ્થાનિકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો
સુરેન્દ્રનગર: વઢવાણ રોડ પર સ્થાનિકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો. પ્રાથમિક સુવિધાની માંગ સાથે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. ચક્કાજામને કારણે રોડની બન્ને સાઈડ ટ્રાફિક જામ થયો. મૂળચંદ રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનો અને અનેક રજૂઆત કરવાં છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાનો આરોપ લગાવ્યો. પોલીસે સ્થળ પર પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો.
-
અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાત
અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. વિસાવદર બેઠક પર AAPની જીત બાદ ગુજરાત પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદ આવશે. 2 જુલાઈના રોજ ‘સદસ્યતા જોડો’ અભિયાનની શરૂઆત કરાવશે. આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
-
રાજકોટ: ઓનર કિલિંગના આરોપીને આજીવન કેદની સજા
રાજકોટ: ઓનર કિલિંગના આરોપીને આજીવન કેદની સજા મળી છે. વર્ષ 2022માં ઉપલેટામાં ભાઈએ જ બહેન અને બનેવીની હત્યા કરી હતી. કુંટુંબ વિરૂદ્ધ જઈ લગ્ન કરતા સગા ભાઈએ જાહેરમાં હત્યા કરી હતી. ધોરાજી સેશન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી. CCTVના આધારે પોલીસે કરેલી ચાર્જશીટ બાદ કોર્ટે સજા ફટકારી. ઉપલેટાના સતી માતાના મંદિર પાસે બન્નેની હત્યા કરાઈ હતી.
-
જૂનાગઢઃ પોલીસકર્મી કેયુર બારોટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
જૂનાગઢઃ પોલીસકર્મી કેયુર બારોટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે. કેયુર બારોટની અમદાવાદથી જૂનાગઢ બદલી કરાઈ હતી. જો કે કેયૂર બારોટ જૂનાગઢ હેડ ક્વારટર ખાતે ફરજ પર હાજર ન થયા. હાજર થવાને બદલે પત્ની બીમાર હોવાનું ખોટું પ્રમાણપત્ર રજુ કર્યું. કેયૂર સામે અમદાવાદમાં દારૂની હેરફેર અને દાદાગીરી આરોપ હતો. કેયુર બારોટ સામે ઉચ્ચ અધિકારી સમક્ષ રજુઆત કરાઈ હતી. કેયુર બારોટ હાલ પોલીસ પકડથી દૂર છે.
-
કચ્છઃ મુન્દ્રામાં વરસાદી માહોલ જામ્યો
કચ્છઃ મુન્દ્રામાં વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મુન્દ્રામાં વરસાદ વરસ્યો. નખત્રાણામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા. વરસાદથી રસ્તાઓ પર ધસમસતા પાણી વહ્યા. ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે.
-
CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમવર્ગીય પરિવારો-લોકોને આવાસ તબદિલીઓ માટે ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્ત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યૂટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યૂટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. આવા તબદિલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.
-
દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં સતત વરસાદ યથાવત્
દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં સતત વરસાદ યથાવત્ છે. સતત વરસાદથી રસ્તાઓ પર પાણી વહ્યા. દ્વારકા તાલુકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો. દ્વારકામાં પણ પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે.
-
તેલંગાણા : સંગારેડ્ડીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ
તેલંગાણાના સંગારેડ્ડીમાં મોટી દુર્ઘટના બની છે. સંગારેડ્ડીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 5 લોકોના મોત, 20થી વધુ ઘાયલ થયા છે. સિગાચી ફાર્મા નામની કંપનીમાં આ ઘટના બની છે. બ્લાસ્ટ બાદ લાગેલી વિકરાળ આગની ચપેટમાં અનેક કામદારો આવ્યા છે. ફાયર બ્રિગેડની 11થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે છે.
-
બનાસકાંઠાઃ કાંકરેજ-થરા APMCની ચૂંટણીનું આજે મતદાન
બનાસકાંઠાઃ કાંકરેજ-થરા APMCની ચૂંટણીનું આજે મતદાન થશે. ખેડૂત વિભાગના 10 સભ્યો અને વેપારી વિભાગના 4 સભ્યો માટે ચૂંટણી છે. કુલ 14 સભ્યપદ માટેની APMCની ચૂંટણી થશે. APMCના પૂર્વ ચેરમેનની પેનલ અને ભાજપ પેનલ વચ્ચે ચૂંટણી યોજાશે. ખેડૂત વિભાગના 4800 મતદારો મતદાન કરશે.
-
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી છે. આજે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું. આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. 2 અને 3 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 2થી 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
-
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પૂરપ્રકોપ
ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદથી તારાજી સર્જાઇ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં વરસાદની ઘટનાઓમાં કુલ 20 લોકોના મોત થયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઇવે સહિત ૭૨ રોડ બંધ છે. ભારે વરસાદ અને પૂરને કારણે અંદાજે 300 કરોડનું નુકસાન થયુ છે.
-
રાજ્યના 189 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદના વિરમગામમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો. મહેસાણાના કડીમાં 3.6 ઈંચ વરસાદ વરસ્યો. પાંચ તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.
-
અમરનાથ યાત્રા 2025 પહેલા દેખરેખ વધારી દેવામાં આવી
જમ્મુ અને કાશ્મીર શ્રી અમરનાથ યાત્રા 2025 પહેલા, CRPF એ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર એક મજબૂત બહુ-સ્તરીય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે, જે હજારો યાત્રાળુઓ માટે એક મુખ્ય માર્ગ છે. સલામત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, દેખરેખ વધારી દેવામાં આવી છે, K-9 એકમો તૈનાત કરવામાં આવ્યા છે, અને હાઇવે પેટ્રોલિંગ મજબૂત બનાવવામાં આવ્યું છે – ખાસ કરીને ઉધમપુર સેક્ટરમાં.
#WATCH | J&K | Ahead of the Shri #AmarnathYatra2025, the CRPF has rolled out a robust multi-layered security plan along the Jammu-Srinagar National Highway (NH-44), the vital route for thousands of pilgrims.
To ensure a safe and seamless journey, surveillance has been… pic.twitter.com/algwNWuTMH
— ANI (@ANI) June 30, 2025
-
દીવના દરિયામાં જોવા કરંટ મળ્યો
દીવના દરિયામાં જોવા કરંટ મળ્યો છે. અરબી સમુદ્રમાં જોરદાર મોજા ઉછળ્યા. સાથે ભારે પવન ફૂંકાયો. દરિયામાં કરંટને પગલે કાંઠે લાંગરેલી બોટ માલસામાન સાથે તણાયો.. પોતાની નજર સામે જ બોટ દરિયામાં તણાતા માછીમારોમાં દોડધામ મચી અને પોતાની બોટ બચાવવા માટે માછીમારો મથામણ કરતા જોવા મળ્યા.
Published On - Jun 30,2025 7:36 AM





