AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ઓગસ્ટના મહત્વના સમાચાર : પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યા જેવી સથિતિ, પોણા 9 ઈંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારો થયા પાણીમાં ગરકાવ, તકેદારીના ભાગરૂપે SDRFની ટીમ તૈનાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2025 | 8:50 PM
Share

આજે 30 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 ઓગસ્ટના મહત્વના સમાચાર : પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યા જેવી સથિતિ, પોણા 9 ઈંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારો થયા પાણીમાં ગરકાવ, તકેદારીના ભાગરૂપે SDRFની ટીમ તૈનાત

આજે 30 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Aug 2025 08:46 PM (IST)

    આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

    દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં ધોધમારના એંધાણ છે. આવતા 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. દક્ષિણનો દરિયાકાંઠો તોફાની થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

    બીજું કે, આગામી 5 દિવસ માછીમારોને દરિયામાં ન જવાનું સૂચન અપાયું છે. આગામી 5 દિવસમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, રાજ્યમાં સક્રિય બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • 30 Aug 2025 08:16 PM (IST)

    ભવિષ્યમાં ‘ભારત યાત્રા’ પર નહીં આવે ટ્રમ્પઃ NYT

    ન્યુયોર્ક ટાઇમ્સના હવાલાથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભવિષ્યમાં ભારતની યાત્રા પર નહીં આવે. NYTના અહેવાલ મુજબ, ટ્રમ્પે ભારત સાથે જોડાયેલા તમામ આયોજનો રદ કરી દીધા છે, જેમાં ક્વાડ સમિટ માટેની ભારત મુલાકાત પણ સામેલ છે. જો કે, આ દાવા પર અમેરિકા કે ભારત બન્ને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

  • 30 Aug 2025 07:47 PM (IST)

    પીએમ મોદી ‘પુતિન અને જિનપિંગ’ને મળશે

    પીએમ મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચી ચૂક્યા છે. ટેરિફના માર વચ્ચે SCO સમિટ પર આખા વિશ્વની નજર છે. પીએમ મોદી પુતિન અને જિનપિંગને મળશે ત્યારે ત્રણેય દેશ ‘ટ્રમ્પ ટેરિફ’ને કઈ રીતે તોડવો તેના પર વાત કરશે.

  • 30 Aug 2025 07:12 PM (IST)

    મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામો એલર્ટ પર

    મહીસાગર જિલ્લામાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમના 6 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 88,936 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 86,936 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

    ડેમની સપાટી 415.10 ફૂટ સુધી પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડાણા વિસ્તારમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

  • 30 Aug 2025 06:23 PM (IST)

    ગુજરાતના 116 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી

    ગુજરાત રાજ્યના 116 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી છે. રાજ્યમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં પોણા 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઇને હાલોલના હાલ બેહાલ થયા છે.

    બીજીબાજુ આણંદના ઉમરેઠમાં પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે મહિસાગરના કડાણા અને સંતરામપુરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

    જણાવી દઈએ કે, હાલોલ (પંચમહાલ)માં સૌથી વધુ 9.84 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરેઠ (આણંદ)માં 4.72 ઇંચ, કડાણા (મહિસાગર)માં 4.09 ઇંચ, સંતરામપુર (મહિસાગર)માં 3.98 ઇંચ, બોરસદ (આણંદ)માં 3.07 ઇંચ, ઘોઘંબા (પંચમહાલ)માં 2.4 ઇંચ અને જાંબુઘોડા (પંચમહાલ)માં 2.01 ઇંચ વરસાદ પડ્યો છે.

  • 30 Aug 2025 05:51 PM (IST)

    અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સાવરકુંડલાના ગાધકડા ગામે ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે. ખાસ કરીને, ગાધકડાની નદી ફુલઝરમાં તો પૂર આવ્યું છે. નદી ઉપર આવેલો ફુલજર ડેમ પણ ઓવરફ્લો થવા પહોંચ્યો છે. જો કે, લાંબા વિરામ બાદ આ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 30 Aug 2025 05:02 PM (IST)

    ધોળકામાં ‘વરસાદી આફત’, બાળકો 10 દિવસથી સ્કૂલ નથી ગયા

    અમદાવાદ જિલ્લાના ધોળકાના બદરખા ગામમાં વરસાદી આફત સર્જાઈ છે. ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તાઓ પર કમરસમા પાણી ભરાઈ ગયાં છે. આહવા કૂવા, વણકરવાસ, રબારીવાસ અને ઠાકોરવાસ વિસ્તારોમાં પણ પાણી ઘુસી જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. બળીયાદેવ મંદિર રોડ પર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે, જ્યારે તળાવનું ગંદુ પાણી ઘરોની નજીક પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

    પાણી ભરાવાને કારણે બાળકો છેલ્લા 10 દિવસથી સ્કૂલ જઈ શક્યા નથી. ચારેય તરફ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરપંચ અને તંત્ર તરફથી હજુ સુધી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ નથી. લોકો તાત્કાલિક સમસ્યાનો નિકાલ આવે તેવી માગ કરી રહ્યા છે.

  • 30 Aug 2025 04:02 PM (IST)

    ગણેશજીના વિસર્જનને લઈને પ્રશાસન ‘સજ્જ’

    સુરત શહેરમાં ગણેશજીના વિસર્જનને લઈને પ્રશાસન ‘સજ્જ’ થયું છે. વિસર્જન માટે 21 કૃત્રિમ ઓવારા અને 3 ઓવારા તૈયાર કરાયા છે. જણાવી દઈએ કે, વિસર્જન દરમિયાન 14 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે અને ટ્રાફિક નિયંત્રણ માટે પણ 6 હજાર ટ્રાફિક જવાનો ફરજ પર રહેશે. વધુમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 7 વજ્ર અને 1 વરુણ વાહન તહેનાત રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગડબડ ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે.

  • 30 Aug 2025 04:00 PM (IST)

    શ્રીજીની પ્રતિમાં પર ઈંડા ફેંકવા મામલે સેન્ટ્રલ IBએ મગાવ્યો રિપોર્ટ

    વડોદરામાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર મનાતો સલીમ મિયા સિંધી સહિતના તત્વોએ શહેરમાં તોફાનો ફેલાવવાના આશયથી પ્રતિમા પર ઈંડા ફેંકવાનું કાવતરું ઘડ્યું હતું. સાથે જ તોફાનો ફેલાવવાના કાવતરામાં વધુ ચાર આરોપીઓના નામ ખુલ્યાં છે. મુખ્ય સૂત્રધાર મનાતો સલીમ મિયા સિંધી હજુ પણ ફરાર છે. સિટી પોલીસે અન્ય આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.  આરોપીઓ કોમી વૈમનસ્ય ફેલાવી તોફાનો કરાવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. સેન્ટ્રલ આઈબીએ આ મામલે ગાંધીનગરથી આઈ.બી અને પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

  • 30 Aug 2025 03:45 PM (IST)

    બનાસકાંઠા: ત્રિશુલીયા ઘાટ પરથી પથ્થરો ધસી પડ્યાનો વીડિયો ફેક

    બનાસકાંઠા: ત્રિશુલીયા ઘાટ પર પથ્થરો ધસી પડ્યા હોવાનો  વીડિયો વાયરલ થયા બાદ મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. વીડિયો ફેક હોવાની અધિક કલેક્ટરે કરી પુષ્ટિ કરી છે. અધિક કલેક્ટરે જણાવ્યુ છે કે ત્રિશુલીયા ઘાટમાં પથ્થરો ધસવાની કોઈ ઘટના બની નથી. “ફેક વીડિયો વાયરલ કરનાર સામે ફરિયાદ કરાશે” “ત્રિશુલીયા ઘાટમાં ગ્રીન નેટથી પ્રોટેક્શન વોલ ઊભી કરાઈ”. યાત્રિકોને ભયમુક્ત વાતાવરણમાં યાત્રા કરવા અપીલ

  • 30 Aug 2025 03:25 PM (IST)

    પંચમહાલ: હાલોલ નગરનું મુખ્ય તળાવ ઓવરફ્લો

    પંચમહાલ: હાલોલ નગરનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયુ છે. તળાવના પાણી અરાદ રોડ વિસ્તારમાં ફરી વળતા આસપાસની સોસાયટી જળમગ્ન બની છે. પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારમે વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટેનો રસ્તો બંધ કરી દેતા સમસ્યા હોવાનો દાવો કરાયો છે.

  • 30 Aug 2025 02:45 PM (IST)

    તાપીઃ ઉકાઈ ડેમ 80 ટકા ભરાયો

    તાપીઃ ઉકાઈ ડેમ 80 ટકા ભરાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પાણીની આવક યથાવત્ છે.  ઉકાઈ ડેમમાં હાલ ડેમમાં 9 લાખ 5 હજાર 750 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી 9 લાખ 5 હજાર 750 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમના 8 ગેટ 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 335.93 ફૂટ પર છે

  • 30 Aug 2025 02:30 PM (IST)

    અરવલ્લીઃ ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં કાર તણાઈ

    અરવલ્લીઃ ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં કાર તણાવાની ઘટના સામે આવી છે. તણાયેલી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી છે. ગઈકાલે નદીના પ્રવાહમાં કાર તણાઈ હતી. કારમાં સવાર બે લોકોનો બચાવ થયો જ્યારે એક વ્યક્તિ લાપતા છે. ફાયર બ્રિગેડની ટીમે લાપતા યુવકની શોધખોળ હાથ ધરી.

  • 30 Aug 2025 02:15 PM (IST)

    સુરતના વેસુમાં તેજ રફતારે લીધો નેશનલ ખેલાડીનો ભોગ

    સુરતના વેસુમાં તેજ રફતારે લીધો નેશનલ ખેલાડીનો ભોગ લીધો છે. મનપાના કચરાના ટેમ્પોની અડફેટે નેશનલ દોડવીરનું મોત નિપજ્યુ છે. મોપેડ પર જીમ જતી વખતે આ અકસ્માત નડ્યો હતો. ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા 20 વર્ષીય નેશનલ દોડવીરનું મોત થયુ છે. પોલીસે ટેમ્પોચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 30 Aug 2025 02:00 PM (IST)

    અમદાવાદઃ PM મોદી પર અભદ્ર ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધીનુ પૂતળુ બાળી વિરોધ

    અમદાવાદઃ PM મોદી પર અભદ્ર ટિપ્પણી મુદ્દે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. શહેર ભાજપ સંગઠને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યુ.  ટાઉન હોલ ખાતે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. સૂત્રોચ્ચાર સાથે ભાજપ કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધી માફી માગે તેવી ભાજપ દ્વારા માગ કરવામાં આવી રહી છે. બિહારમાં વિપક્ષની રેલીમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓએ કહ્યુ કે જનતા કોંગ્રેસને ચૂંટણીમાં જવાબ આપશે. રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ.

  • 30 Aug 2025 01:45 PM (IST)

    ભરૂચ: કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું

    ભરૂચ: કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું છે. વાલિયાથી વાડીને જોડતો સ્ટેટ હાઈવે પર સમારકામ સમયે પોક્લેન મશીન નદીમાં ખાબક્તા  દોડધામ મચી ગઈ હતી. જો કે પોક્લેન ચાલકનો આબાદ બચાવ થયો છે. હાલ મશીનને નદીમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ છે.

  • 30 Aug 2025 01:30 PM (IST)

    સુરત: ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક

    સુરત: ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. તાપી નદીમાં નવા નીરની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમમાંથી 95 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છેે. ઉકાઈ ડેમની સપાટી 335.93 ફૂટ પહોંચી છે. તાપી નદી અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

  • 30 Aug 2025 01:15 PM (IST)

    ભરૂચના અંકલેશ્વરમાં વીજળી પડતા યુવકનું મોત

    ભરૂચના અંકલેશ્વરમાં વીજળી પડતા યુવકનું મોત નિપજ્યુ છે. બોરભાઠા ગામે નર્મદા નદી કિનારા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. માછીમારી કરવા ગયેલા 3 લોકો પર વીજળી પડી. જેમા એક એક યુવકનું મોત થયુ છે જ્યારે અન્ય બે ઘાયલ છે.

  • 30 Aug 2025 01:00 PM (IST)

    રાજકોટ: જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામા

    રાજકોટ: જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. બાવાપીપળીયા ગામની બજારમાં સિંહ પરિવારની લટાર જોવા મળી છે. શેરીમાં સિંહ પરિવારના આંટાફેરા CCTVમાં થયા કેદ છે. સિંહ પરિવાર સાથે બાઈક સવાર દંપતીનોઆનો સામનો થતા દંપતીના જીવ પડીકે બંધાયા હતા. જો કે સિંહ પરિવાર તેમની મસ્તીમાં પસાર થઈ ગયો હતો. શિકારની શોધમાં સિંહો રહેણાક વિસ્તારમાં આવ્યાનું અનુમાન છે.  હાલ રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ છે.

  • 30 Aug 2025 12:45 PM (IST)

    વલસાડ: કપરાડાના નારવડ ગામે ચાલુ વરસાદે અંતિમ ક્રિયા

    વલસાડ: કપરાડાના નારવડ ગામે ચાલુ વરસાદે અંતિમ ક્રિયા કરવા મજબુર બન્યા છે. ગામમાં સ્મશાન ભૂમી ન હોવાથી અંતિમ વિધિમાં મુશ્કેલી આવી રહી છે. પ્લાસ્ટિક ઢાંકીને અંતિમ વિધિ કરવામાં આવી. વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે. ચાલુ વરસાદમાં પરિવારજનોએ પ્રસૂતાની અંતિમ યાત્રા કાઢી હતી. મૃતકના સ્વજનો છત્રી અને રેઈનકોટ પહેરીને અંતિમયાત્રામાં જોડાયા હતા. દર વર્ષે ચોમાસામાં જંગલ વિસ્તારમાં આ પ્રકારના દૃશ્યો સર્જાય છે.

  • 30 Aug 2025 12:32 PM (IST)

    ગીર સોમનાથ: મગફળીના ટેકાના ભાવની નોંધણીની ધીમીગતિએ કામગીરી

    ગીર સોમનાથ: મગફળીના ટેકાના ભાવની નોંધણીની ધીમીગતિએ કામગીરી ચાલી રહી છે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતની લાંબી લાઈનો લાગી છે. પંચાયત કચેરીના VCE કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. છેલ્લા 72 કલાકથી ખેડૂતો લાઈન લગાવવા બન્યા મજબૂર બન્યા છે.  કંટાળેલા ખેડૂતોને રાત્રે પોતાના ચપ્પલ લાઈનમાં મૂકવાનો વારો આવ્યો હતો. વહેલીતકે કામગીરી થાય તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

  • 30 Aug 2025 12:20 PM (IST)

    સુરત: કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા દિવ્યાંગ લોકોની વ્હારે

    સુરત: કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા દિવ્યાંગ લોકોની વ્હારે આવ્યા છે. દિવ્યાંગ લોકોને માસિક રેશન મંજૂર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બૌદ્ધિક રીતે અસમર્થ લોકોને માસિક રેશન મંજૂર કરવા પત્ર લખ્યો છે. દિવ્યાંગોની સંભાળ રાખતી સંસ્થાએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. PMJAY, રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મંજૂર કરવા રજૂઆત કરાઈ છે. ગુજરાતમાં પ્રથમ વખત કાર્ડ ધારકોને બાજરીનો જથ્થો મળી રહેશે. જે વ્યક્તિને જે જથ્થો મળે તેની વિગતો દુકાનદારોએ આપવી પડશે.

  • 30 Aug 2025 12:00 PM (IST)

    ગિરિમથક સાપુતારામાં મીની કાશ્મીર જેવું વાતાવરણ

    વરસાદી માહોલમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મીની કાશ્મીર જેવું વાતાવરણ છે. સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ છવાઈ ગયુ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટીની પણ તકલીફ પડી છે. ધુમ્મસને કારણે નાસિક રોડ તેમજ ઘાટમાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીં આવનારા પ્રવાસીઓ રીમઝીમ વરસાદ વચ્ચે મનમોહક વાતાવરણની મજા માણી રહ્યા છે.

  • 30 Aug 2025 11:45 AM (IST)

    આણંદના ઉમરેઠમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખાબક્યો 4 ઈંચ વરસાદ

    આણંદના ઉમરેઠમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. 4 ઈંચ વરસાદ ખાબકી જતા  ઉમરેઠ પાણી-પાણી થયુ છે. ડાકોર- નડિયાદ રોડ પર પાણી ભરાયા છે. લાલ દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે.

  • 30 Aug 2025 11:30 AM (IST)

    પંચમહાલઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ

    પંચમહાલઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મંદિર તરફ જવાના માર્ગ પર ભરાયાં પાણી છે. મંદિર તરફ જવાના માર્ગ પરના પગથીયા પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે.  જેના કારણે પાવાગઢ દર્શને આવેલા ભક્તોની હાલાકી વધી છે.

  • 30 Aug 2025 11:15 AM (IST)

    પંચમહાલ: હાલોલમાં આભ ફાટ્યું, 4 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ

    પંચમહાલ: હાલોલમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. 4 કલાકમાં 8.35 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારના દૃશ્યો સર્જાયા છે. હાલોલના સોસાયટી સહિત નગરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો તણાયા છે. હાલોલમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તમામ મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી વહેતા થતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો છે. વરસાદી પાણીમાં એસ.ટી. બસ ખોટકાતા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે.  હાલોલના દુનિયા ગામ નજીક કાર પાણીમાં તણાઈ છે.

  • 30 Aug 2025 11:00 AM (IST)

    યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો

    યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે સુનાવણી દરમિયાન ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો છે. જો કે કોર્ટે જણાવ્યું છે કે ટેરિફ હાલ 14 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. જેથી ટ્રમ્પ વહીવટી તંત્રને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય મળી શકે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદ્યો છે. ત્યારે કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પે અમેરિકા માટે વિનાશકારી ગણાવ્યો છે. જુલાઈ 2025 સુધી ટેરફિથી અમેરિકાને લગભગ 14 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. તેની વચ્ચે જો ટેરિફ હટાવવાનો નિર્ણય અપાય. તો અમેરિકાએ આ રૂપિયા રિફન્ડ કરવા પડી શકે છે. જેનાથી અમેરિકાના ખજાના પર પણ મોટી અસર પડી શકે છે.

  • 30 Aug 2025 10:51 AM (IST)

    ટેરિફ મુદ્દે કોર્ટ બાદ સેનેટમાં પણ વધી શકે ટ્રમ્પની મુશ્કેલી

    ટેરિફ મુદ્દે કોર્ટ બાદ સેનેટમાં પણ વધી શકે ટ્રમ્પની મુશ્કેલી વધી શકે છે. અમેરિકન સંસદમાં ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ એક્શન લેવાઈ શકે છે. વિદેશી મામલાઓની કમિટી ટેરિફ પર એક્શન લઈ શકે ચે. ટ્રમ્પની ટેરિફ નીતિઓ વિરુદ્ધ પ્રસ્તવ લાવવાની ચેતવણી આપવામાં આવી છે. સંસદના સ્પીકરને પણ ટ્રમ્પનો બચાવ ન કરવાની ટકોર કરાઈ છે.   ભારત પર ટ્રમ્પના ટેરિફ મુદ્દે અમેરિકન વ્યવસ્થામાં લોકો થયા એકજૂથ થયા છે. ટેરિફના લીધે અમેરિકા અને ભારતની મિત્રતા તૂટવાની પણ ભીતિ છે.

  • 30 Aug 2025 10:50 AM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યૂસેક પાણી છોડાશે

    સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે. નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા તંત્રએ સૂચના આપી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે એવી શક્યતા

  • 30 Aug 2025 10:36 AM (IST)

    વડોદરાઃ ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ

    વડોદરાઃ ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. તોફાનો ફેલાવવાના આશયથી પ્રતિમા પર ઈંડા ફેંકવાનું કાવતરું ઘડ્યું હતું. તોફાનો ફેલાવવાના કાવતરામાં વધુ ચાર આરોપીઓના નામ ખુલ્યાં છે. મુખ્ય સૂત્રધાર મનાતો સલીમ મિયા સિંધી હજુ પણ ફરાર છે. પોલીસે મુખ્ય સૂત્રધારને નોટિસ આપી હાજર રહેવા ફરમાન કર્યું છે. સલીમ મિયા સિંધી NDPS ની પ્રવૃતિ સાથે સંકળાયેલો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.

  • 30 Aug 2025 10:19 AM (IST)

    વડાપ્રધાન મોદીની જાપાન મુલાકાતનો આજે બીજો દિવસ

    વડાપ્રધાન મોદીની જાપાન મુલાકાતનો આજે બીજો દિવસ છે. PM મોદીએ ટોક્યોમાં 16 પ્રાંતના રાજ્યપાલો સાથે મુલાકાત કરી હતી. રોકાણ, નવા સ્ટાર્ટ અપ, SME ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા ચર્ચા કરવામાં આવી. તો વડાપ્રધાને જાપાની વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે બુલેટ ટ્રેનમાં સફર કરી હતી. જાપાની રેલવે કંપનીમાં તાલિમ લેતા ભારતીય ટ્રેન ડ્રાઈવરો સાથે પણ મુલાકાત કરી હતી.  પીએમએ જાપાનના પ્રાંતો વચ્ચે ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો.

  • 30 Aug 2025 10:05 AM (IST)

    અંબાજીમાં આવતા ભાવિ ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની શરૂઆત

    બનાસકાંઠામાં પ્રસિદ્ધા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમે લાખો ભક્તો પગપાળા અને વાહનો લઇને દર્શન કરવા આવશે. આ ભાવિક ભક્તો માટે પ્રસાદનો મોહનથાળ બનાવવાની શરૂઆત થઇ ગઇ છે. ભાદરવી પુનમનાં મેળામાં પ્રસાદ ન ખુટી પડે તેની તકેદારી રાખાઇ છે. ગુણવત્તા જળવાઇ રહે તે માટે ચોકસાઇ પૂર્વક પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. ગુણવત્તાની ચકાસણી માટે પ્રસાદનાં નમૂના પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મોકલવામાં આવે છે. અંબાજીની આસપાસનાં વિસ્તારોનાં 500થી વધુ શ્રમિકો પ્રસાદનાં પેકિંગના કામમાં જોડાયા છે. સ્થાનિકોને રોજગારી તો મળી જ રહી છે તેઓ પોતાને પ્રસાદ પેક કરવાનો લ્હાવો મળ્યો તે અંગે ધન્યતા અનુભવી રહ્યા છે.

  • 30 Aug 2025 09:50 AM (IST)

    વડોદરાઃ શ્રીજી પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટનામાં ચોંકાવનારો ખૂલાસો

    વડોદરાઃ શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. શ્રીજીની સવારી પર હુમલો પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવાનું સામે આવ્યુ છે. વિધર્મીઓની ‘માફિયા ગેંગે’ શ્રીજીની સવારી પર હુમલો કર્યો હતો. ‘માફિયા ગેંગે’ શ્રીજીના સવારી પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. જુનેદ સિંધી નામનો વિધર્મી ‘માફિયા ગેંગ’નો મુખ્ય સૂત્રધાર હોવાનું ખૂલ્યુ છે. પોલીસ તપાસમાં ‘માફિયા ગેંગ’ના વધુ 4 ટપોરીના નામ પણ સામે આવ્યા છે. ચારેય વિધર્મી ટપોરીઓ ઘટના બાદ ભૂગર્ભમાં જતા રહ્યા છે

  • 30 Aug 2025 09:35 AM (IST)

    રાજકોટમાં દેશભક્તિના રંગે રંગાયા વિઘ્નહર્તા દેવ

    રાજ્યભરમાં ગણપતિ મહોત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે.. તેવામાં આસ્થાના આ તહેવારમાં રાજકોટમાં ભક્તો દેશભક્તિના રંગે પણ રંગાયા છે. વાત છે શહેરના મોરબી રોડ પરના ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવની. જ્યાં ઓપરેશન સિંદૂરની થીમ પરનો ગણપતિ પંડાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ગણેશ પંડાલમાં પહલગામ હુમલાથી લઈ પાકિસ્તાન વિરૂદ્ધના ઓપરેશન સિંદૂરની તમામ માહિતી રજૂ કરતી પ્રતિકૃતિ બનાવાઈ છે. ઓપરેશન સિંદૂર બાદ PM મોદી જ્યારે જવાનોને મળવા જાય છે, તે ક્ષણને પણ રજૂ કરવામાં આવી છે.

  • 30 Aug 2025 09:25 AM (IST)

    પંચમહાલ: હાલોલમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર

    પંચમહાલ: હાલોલમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે માત્ર 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. હાલોલમાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.  રસ્તાઓ જળમગ્ન બનતા એક એસ.ટી. બસ પણ ખોટકાઈ હતી. જેના કારણે તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલોલ વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર વધુ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

  • 30 Aug 2025 09:23 AM (IST)

    તાપીઃ સોનગઢ નજીક ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ

    તાપીના સોનગઢ નજીક ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ છે. જે પૈકી એક મહિલાનું મોત નિપજ્યુ છે જ્યારે બે મહિલાને બચાવી લેવાઈ છે.  દોણ ગામે ગૌમુખ મંદિરે ફરવા આવેલી ત્રણ મહિલા પાણીમાં તણાઈ હતી. ધોધના કોતરમાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં મહિલાઓ તણાઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની હદમાં ઘટના બનતા નવાપુર પોલીસે નોંધ્યો ગુનો છે.

  • 30 Aug 2025 09:20 AM (IST)

    સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ

    સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ છવાયો છે. રાજસ્થાનમાં વરસાદને લઈને હરણાવ નદી અને બૂસી વડલી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા છે. પાણીના પ્રવાહમાં 25 જેટલા શાળાના બાળકો ફસાયા હતા.  ગ્રામજનોએ 25થી વધુ બાળકોનું  રેસ્ક્યૂ કર્યુ છે.

  • 30 Aug 2025 09:06 AM (IST)

    જમ્મુ-કાશ્મીર: રામબનના રાજગઢમાં વાદળ ફાટતા તબાહી, 3 ના મોત

    જમ્મુ-કાશ્મીર: રામબનના રાજગઢમાં વાદળ ફાટતા તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. કુદરતી આપદામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ગુમ થયા છે. ફલેશ ફ્લડની સ્થિતિને લીધે અનેક ઘર ધરાશાયી થયા છે. હાલ યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • 30 Aug 2025 09:05 AM (IST)

    રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદી સંકટ યથાવત

    તો રાજ્યમાં હજુ પણ 6 દિવસ વરસાદી સંકટ યથાવત છે. હવામાન વિભાગનું માનીએ તો, આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે ભારે વરસાદ.  ન માત્ર વરસાદ, પરંતુ વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતાઓ સેવવામાં આવી છે. સ્થિતિને જોતા ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

  • 30 Aug 2025 08:47 AM (IST)

    ભરૂચઃ અંકલેશ્વરમાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ

    ભરૂચઃ અંકલેશ્વરમાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. આમલાખાડી બે કાંઠે વહેતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પીરામણ ગામથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બાધિત થયો છે. રસ્તા પર પાણી ભરાયા હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

  • 30 Aug 2025 08:47 AM (IST)

    ભરૂચઃ પાણીમાં ડૂબી જતાં પાંચ વર્ષના બાળકનું મોત

    ભરૂચઃ પાણીમાં ડૂબી જતાં પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. અંકલેશ્વરના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં આ દુર્ઘટના બની છે. છઠ પૂજા માટે બનાવાયેલા કુંડમાં ડૂબી જતાં બાળકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ છે. વરસાદના કારણે કુંડમાં પાણી વધી જતાં નાહી રહેલા બે બાળકોમાંથી એકનું મોત થયુ છે. બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

  • 30 Aug 2025 08:46 AM (IST)

    અમદાવાદમાં ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ

    હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદી સંકટ યથાવત રહેશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે. આ તરફ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. આગામી 6 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

  • 30 Aug 2025 08:44 AM (IST)

    ટેરિફ મુદ્દે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકન કોર્ટ તરફથી મોટો ઝટકો

    ટેરિફ મુદ્દે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકન કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. ફેડરલ કોર્ટના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પના મોટાભાગના ટેરિફ ગેરકાયદે છે. “રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કાયદાકીય અધિકાર ન હોવાનુ કોર્ટે જણાવ્યુ છે. રાષ્ટ્રપતિ પાસે ઈમરજન્સીની સત્તા, ટેરિફ કે કર લગાવવાની નહીં.

    યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે… સુનાવણી દરમિયાન ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો છે. જો કે કોર્ટે જણાવ્યું છે કે ટેરિફ હાલ 14 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. જેથી ટ્રમ્પ વહીવટી તંત્રને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય મળી શકે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદ્યો છે. ત્યારે કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પે અમેરિકા માટે વિનાશકારી ગણાવ્યો છે.

  • 30 Aug 2025 08:39 AM (IST)

    તાપીના ડોલવણમાં પડ્યો સાડા 6 ઈંચ વરસાદ

    24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પંચમહાલના શહેરામાં 5.51 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

Published On - Aug 30,2025 8:33 AM

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">