29 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2024 | 9:23 PM

Gujarat Live Updates : આજ 29 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

29 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. નવસારીના બિલિમોરામાં ખુલ્લી ગટરમાં 4 વર્ષીય બાળકી ગરકાવ થઇ ગઇ. ફાયર વિભાગે તેની શોધખોળ હાથ ધરી છે.  પાટણમાં સ્વીમિંગ પૂલમાં ડૂબી જતા 16 વર્ષીય સગીરનું મોત થયુ છે. વર્ક ઓર્ડર ન અપાયા છતા  સ્વીમિંગ પૂલ ચાલતો હોવાનો ખુલાસો થયો છે.  અમદાવાદમાં જૈન ગૃહ ઉદ્યોગના અથાણામાંથી મૃત ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે. નરોડામાં મયુર હોટેલમાંથી પંજાબી શાકમાંથી વંદો નીકળ્યો છે. પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાઇ શકે તેવી ચર્ચા છે. અમિત શાહ અને જે.પી નડ્ડા સાથે બેઠક બાદ ચર્ચાએ જોર પકડ્યું છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jun 2024 04:46 PM (IST)

    રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ ભરાયા પાણી, મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ

    રાજકોટમાં સામાન્ય વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  150 ફૂટ રિંગ રોડ, મહુડી પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ અમીન માર્ગ, કાલાવડ રોડ, સંત કબીર રોડ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળ્યા છે. જેના પગલે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેશનની કચેરી સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા રાજકોટવાસીઓની હાલાકી વધી છે. તંત્રની બેદરકારીને પાણી ભરાયાનો વિપક્ષનો આક્ષેપ કર્યો છે.

  • 29 Jun 2024 03:55 PM (IST)

    સુરત: કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો, પરેશ શાહની ધરપકડ

    સુરતના કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો થયો છે. જેમાં બેંકના ડિરેક્ટર પરેશ શાહની પોલીસે ધરપકડ કરી છે. હરિફ જૂથના 6 ડિરેક્ટરોએ બહિષ્કાર કરી વોક આઉટ કર્યું. વિવાદિત ડિરેક્ટર પરેશ શાહે મિટિંગમાં જઈ વોટિંગ કરતાં હરીફ જૂથે વોક આઉટ કર્યુ હતુ. મતદાન બાદ કોસંબા પોલીસે પરેશ શાહની ધરપકડ કરી છે.

  • 29 Jun 2024 03:12 PM (IST)

    રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

    હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અમદાવદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રમા પડશે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં  મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 29 Jun 2024 03:06 PM (IST)

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખની ઘટના પર વ્યક્ત કર્યુ દુ:ખ, વીરગતિ પામેલા જવાનોના પરિવારોને પાઠવી સાંત્વના

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, 'લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન થયેલા અકસ્માતના સમાચારથી હું દુઃખી છું. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બહાદુર જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આખો દેશ બહાદુર જવાનોના પરિવારની સાથે છે.

  • 29 Jun 2024 02:59 PM (IST)

    આણંદઃ શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં છવાયો અંધારપટ

    આણંદ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આણંદ, પેટલાદ, બોરસદમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વઘાસી, ચિખોદરા, ગામડી, વિદ્યાનગર સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.  એક ઈંચ વરસાદમાં આણંદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વીજળીગુલ થઈ ગઈ છે. વીજળી ગૂલ થવાથી MGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે.

  • 29 Jun 2024 02:29 PM (IST)

    રાજકોટ: તણસવા ગામે કોલેરાથી 5 બાળકોના મોતના કેસમાં પૂર્વ MLA લલિત વસોયાએ આરોગ્ય વિભાગ પર ઉઠાવ્યા સવાલ

    રાજકોટના તણસવા ગામે કોલેરાથી 5 બાળકોના મોતનો મુદ્દા પર  ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયાએ આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠાવ્યા  છે. "અગાઉ કોલેરાના કારણે શ્રમિકોના 4 બાળકોના મોત થયા હતા. "ફરી એક બાળકનું જામનગર સિવિલમાં સારવાર હેઠળ મોત થયુ છે. જેના પગલે લલિત વસોયાએ તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો દાવો કર્યો છે. તંત્ર લોકોને શુદ્ધ પાણી નથી આપી શકતું અને તેની જગ્યા કારખાના સીલ કરીને ધન્યતા અનુભવે છે. આરોગ્ય વિભાગ અને જવાબદાર અધિકારીઓ બેદરકાર છે. 2020માં શરૂ થયેલી પાણીની યોજના તંત્રએ બંધ કરી હોવાનું પણ જણાવ્યુ છે.

  • 29 Jun 2024 01:41 PM (IST)

    ખાદ્યતેલના ભાવમાં 20 થી 40 રૂપિયાનો ઝીંકાયો વધારો- Video

    સિંગતેલના ભાવમાં રૂપિયા 30 નો ડબ્બે વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે ડબ્બાનો ભાવ 2560 રૂપિયા થયો છે. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ 1690 રૂપિયા થયો છે. જ્યારે પામ ઓઈલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છએ અને ડબ્બાનો ભાવ રૂપિયા 1670 થયો છે. સોયાબિન તેલમાં પણ રૂપિયા 40નો વધારો ઝીંકાયો છે અને ડબ્બાનો ભાવ 1700 રૂપિયા છે.

  • 29 Jun 2024 01:15 PM (IST)

    રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હરિત શુક્લા

    રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હરિત શુક્લા બન્યા છે. પી. ભારતીની જગ્યાએ નવા ચૂંટણી કમિશનર તરીકે હરિત શુકલાની નિમણૂક કરવામાં આવી છે. હરિત શુક્લા ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા. તેમજ હરિત શુક્લા 1999ની બેચના IAS અધિકારી છે.

  • 29 Jun 2024 01:10 PM (IST)

    રાજકોટના હિરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી, પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી

    રાજકોટ એરપોર્ટ પર પણ દિલ્લી એરપોર્ટ જેવી ઘટના બની છે. રાજકોટના હિરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી છે. પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ છે. જો કે સદ્દનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ધટના ટળી છે.  ચોમાસાની શરૂઆતમાં જ એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી થઈ છે.

  • 29 Jun 2024 12:24 PM (IST)

    NEET પેપર ગોટાળા મુદ્દે CBIના ગુજરાતમાં દરોડા, 7 સ્થળે તપાસ હાથ ધરી

    NEET પેપર ગોટાળા મુદ્દે CBIના ગુજરાતમાં દરોડા પાડ્યા છે.  7 સ્થળો પર CBIએ તપાસ હાથ ધરી છે.  ગુજરાતના ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં CBI તપાસ કરશે.  મહત્વનું છે કે ગઇ કાલે વિપક્ષે નીટ પેપરલીકનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. જેના પર સરકારે કહ્યું કે- તે ચર્ચાથી ભાગતી નથી. તમામ લેવલે તપાસ ચાલુ જ છે.  ટૂંક સમયમાં જ આરોપીઓ ફરતે સીબીઆઇનો ગાળિયો કસાશે. ત્યારે હવે CBIએ તપાસ તેજ કરી દીધી છે. આરોપીને સકંજામાં લેવા અને કૌભાંડનો ખુલાસો કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • 29 Jun 2024 12:09 PM (IST)

    ગુજરાત અને મહારાષ્ટ્રમાં NIAના ધામા, 3 સ્થળે હાથ ધર્યુ સર્ચ ઓપરેશન

    ગુજરાત અને મહારાષ્ટ્રમાં NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. NIAએ વિશાખાપટ્ટનમ ISI જાસૂસી કેસની તપાસ અંતર્ગત શુક્રવારે 3 સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ ભારતીય સંરક્ષણ સંસ્થાની જાસૂસી કેસમાં શકમંદોના રહેઠાણોની તપાસ હાથ ધરી છે.

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આ સર્ચ દરમિયાન મોબાઈલ અને દસ્તાવેજ સહિતના ગુનાહિત સામગ્રી મળી આવી છે. જેને જપ્ત પણ કરવામાં આવી છે. NIA તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની નાગરિકોએ જાસૂસી રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સહયોગ કર્યો હતો, જેમાં ભારતમાં આતંકવાદી હિંસા ફેલાવવાના ષડયંત્રના ભાગરૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવામાં આવી રહી હતી.

  • 29 Jun 2024 11:46 AM (IST)

    નવસારી: બિલિમોરામાં ખુલ્લી ગટરમાં બાળકી ડૂબવાની ઘટનામાં પાલિકાએ SDRFની લીધી મદદ, અંબિકા નદીના તટમાં શોધખોળ હાથ ધરશે

    નવસારીના બિલિમોરામાં ખુલ્લી ગટરમાં બાળકી ડૂબવાનો મામલામાં બિલિમોરા પાલિકાએ SDRFની મદદ લીધી છે. SDRFની ટીમ બિલિમોરા પહોંચી છે.  અંબિકા નદીના તટમાં બાળકીને શોધવા ફાયર અને SDRF  શોધખોળ કરશે.

  • 29 Jun 2024 11:08 AM (IST)

    લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના, નદી પાર કરતી વખતે 5 જવાન શહીદ

    લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ગઈકાલે નદી પાર કરવા માટે ટેંક અભ્યાસ ચાલી રહ્યો હતો. તે સમય દરમિયાન મોટી દુર્ઘટના બની છે. નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જવાના કારણે આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 5 જવાન શહીદ થયા છે.

  • 29 Jun 2024 11:03 AM (IST)

    સુરત : માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, કારચાલકે બે બાળકોને કચડ્યા

    સુરતમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં કારચાલકે બે બાળકોને કચડી નાખ્યા છે. પર્વત પાટિયા વિસ્તારમાં રોયલ રેસિડેન્સીમાં આ ઘટના બની છે. જો કે સદનસીબે બાળકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.  બંને બાળકો જે બિલ્ડિંગમાં રહેતા હતા તે જ બિલ્ડિંગમાં કારચાલક રહે છે. બનાવ અંગે પરિવારે કશું જ કહેવાનો ઇનકાર કર્યો  છે. બાળકના પરિવાર અને કારચાલક વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવામાં આવી નથી.

  • 29 Jun 2024 10:21 AM (IST)

    તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત

    તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના સત્તુર પાસે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. ઇજાગ્રસ્તની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિરુધુનગર જિલ્લા કલેકટરે આ માહિતી આપી છે.

  • 29 Jun 2024 10:03 AM (IST)

    અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 147ની રથયાત્રાની તૈયારીઓ તેજ

    અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 147ની રથયાત્રાની તૈયારીઓ તેજ થઇ છે. AMCના અધિકારી અને પદાધિકારીઓ જગદીશ મંદિરની મુલાકાતે આવ્યા છે. અધિકારીઓએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત પદાધિકારીઓ હાજર રહ્યા. મંદિરના ટ્રસ્ટી અને કોર્પોરેશનની ટીમ સાથે મંદિરમાં દર્શન કરી રૂટ નિરીક્ષણ માટે નીકળ્યા.

  • 29 Jun 2024 08:19 AM (IST)

    અનંત-રાધિકાના લગ્ન પહેલા 2 જુલાઈએ સમૂહ લગ્નનું આયોજન

    અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વેની ઉજવણીના ભાગરૂપે, પાલઘરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં 2 જુલાઈના રોજ સાંજે 4:30 વાગ્યે વંચિતોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 29 Jun 2024 08:16 AM (IST)

    જમ્મુ-કાશ્મીર: પહેલગામ બેઝ કેમ્પથી અમરનાથ ગુફા માટે શ્રદ્ધાળુઓ રવાના

    પહલગામના નુનવાન બેઝ કેમ્પથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ યાત્રાધામ જવા માટે રવાના થયા છે.

  • 29 Jun 2024 07:27 AM (IST)

    ગાંધીનગર: ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર પકડાયો

    ગાંધીનગર: ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર પકડાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંકિત પ્રજાપતિ નામના શખ્સને પકડ્યો છે. 6 જેટલી દવાના નમૂના લઇને તપાસ હાથ ધરી છે. સ્થળ પરથી 10 લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કર્યો છે. અગાઉ પણ શખ્સ બનાવટી દવાની ફેક્ટરી કૌભાંડમાં પકડાયો હતો.

  • 29 Jun 2024 07:22 AM (IST)

    નવસારી: બિલિમોરામાં ખુલ્લી ગટરમાં ડૂબી 4 વર્ષીય બાળકી

    નવસારી: બિલિમોરામાં ખુલ્લી ગટરમાં 4 વર્ષીય બાળકી ડૂબી ગઇ છે. વરસાદના પાણી ભરાઇ જતા બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ થઇ ગઇ. વખારીયા બંદર રોડ પાસે જીવનજ્યોત એપાર્ટમેન્ટ પાછળ આ ઘટના બની છે. ગટર અને નાળા ખુલ્લા હોવાના કારણે આ  દુર્ઘટના બની છે. બાળકીના ગટરમાં ગરકાવ થવાના દ્રશ્યો  સામે આવ્યા છે. બિલિમોરા નગરપાલિકાને ઘટનાની જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને શોધખોળ હાથ ધરી છે.

  • 29 Jun 2024 07:21 AM (IST)

    આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.

  • 29 Jun 2024 07:20 AM (IST)

    અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં બની શરમજનક ઘટના

    અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં બની શરમજનક ઘટના બની છે. હોસ્પિટલનો જ કર્મચારી નગ્ન અવસ્થામાં વોર્ડમાં સૂતેલો જોવા મળ્યો હતો. હોસ્પિટલના કર્મીની હરકતથી દર્દી અને તેમના સગા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. અગાઉ પણ આ કર્મચારીની અનેક ફરિયાદો થઇ હોવાનો દાવો છે. શારદાબેન હોસ્પિટલના પદાધિકારીઓ આ કર્મચારીને છાવરતા હોવાનો આક્ષેપ છે.

Published On - Jun 29,2024 7:19 AM

Follow Us:
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી
ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
g clip-path="url(#clip0_868_265)">