ત્રીજા તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી, રાજનાથ સિંહ અને અભિષેક મનુ સંઘવીએ ગુજરાતમાં પ્રચાર કર્યો છે. રાહુલ ગાંધી આજે પાટણમાં પ્રચાર કરશે. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર વડાપ્રધાન મોદીએ આકરા પ્રહાર કર્યા છે. કહ્યું છે કે શહેજાદાએ રાજા-મહારાજાઓનું અપમાન કર્યું છે. સુલતાનો-નવાબો વિશે બોલવાની તાકાત નથી. સુરતના બારડોલીમાં રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના હાજર લોકો રહ્યા. સમંલેનમાં આંદોલન યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…
ગુજરાતમાં શાળાઓના વેકેશનની આજે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેક્શનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આગામી 9 મે થી 12 જુન સુધી શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન. આગામી 13 જૂનથી શાળામાં નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. કુલ 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. અગાઉ અગાઉ 6 મેથી 9 જુન દરમિયાન વેકેશન જાહેર કરાયું હતું. ત્યાર બાદ, મંડળોની રજૂઆત અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વેકેશનની તારીખો બદલવામાં આવી છે.
UGC NET June 2024 Exam Date: UPSC પ્રિલિમિનરી પરીક્ષાની સાથે યુજીસી નેટની યોજાનાર પરીક્ષાને લઈને UGC NET જૂન 2024 ની પરીક્ષા ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. હવે UGC NET પરીક્ષા 18મી જૂને યોજાશે. અગાઉ આ પરીક્ષા 16 જૂને યોજાવાની હતી. યુજીસીના ચેરમેન જગદીશ કુમારે સોમવારે આ ફેરફારની જાહેરાત કરી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિરુદ્ધ ચૂંટણી આચારસહિતા ભંગ અંગેની અરજી કરાઈ છે. દિયોદરમાં મુસ્લિમો વિષેના નિવેદનને લઈને સુરતના કોર્પોરેટર દ્વારા એક અરજી ચૂંટણી અધિકારીને મોકલાવામાં આવી છે. બનાસકાંઠા ચૂંટણી અધિકારી દ્વારા દિયોદર પ્રાંત અને ચૂંટણી અધિકારીને તપાસ માટે અરજી મોકલી આપવામાં આવી છે. અરજીમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, દિયોદરમાં સીઆર પાટીલે નિવેદન કર્યું હતું કે, મુસ્લિમો માત્ર બાળકો પેદા કરવાનું કામ કરે છે અને કોંગ્રેસ મુસ્લિમોને પૈસા આપી દે છે. સી આર પાટીલે મુસ્લિમોને ઘુષણખોર ગણાવ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી મુસ્લિમને મિલકતો આપશે તેવું સી આર પાટીલે નિવેદન કર્યું હતું.
અમદાવાદ પૂર્વ સંસદીય મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે. આવતીકાલ મંગળવારને 30મી એપ્રિલે અમિત શાહ ફરી આવશે ગુજરાત. અમદાવાદના નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલના પ્રચાર્થે જાહેર સભા યોજાશે.
અમરેલીના બગસરા જેતપુર હાઇવે પર ખાનગી બસે પલટી મારતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ખાનગી મીની બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા. બસ પલટી જવાથી 15 થી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોચી છે.
ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે બગસરા, જુનાગઢની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. બસ ચલાવતા ડ્રાયવરને પોલીસે રાઉન્ડપ કર્યો છે.
દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ અરજીમાં કોઈ યોગ્યતા નથી. અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે, હાલની રિટ પિટિશન સંપૂર્ણપણે ખોટી છે.
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય જળસીમામાંથી 170 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સની સાથે 2 ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ પાકીસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા. પોરબંદર નજીક જળસીમામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત 60 કરોડ છે.
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન બહાર નશામાં ધુત યુવકે હંગામો મચાવ્યો હતો. યુવકે પોલીસ કર્મીઓને છરી મારવાની ધમકી આપી હતી. પોલીસ કર્મીઓ યુવકથી ડરીને દુર ભાગતા જોવા મળ્યા હતા. જે પછી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા. વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીની કરી ધરપકડ.
રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ આજે પાટણ પહોચ્યાં હતા જ્યાં જનસભા સંબોધી છે. ત્યારે સંબોધનની શરુઆત કરતા જ હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં જેવો પ્રશ્ન ઉઠાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે BJP અને RSS ના લોકો ચાહે છે કે સંવિધાન ખતમ થઈ જાય જ્યરે અમે તેની રક્ષા કરીએ છે.
અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે ભીષણ આગ લાગી છે. મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી છે. કૃણાલ ઓર્ગેનિકસ નામની ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
દેશના સંરક્ષણ પ્રધાન અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ આજે ઉત્તર પ્રદેશની લખનૌ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેણે લખનૌના હનુમાન સેતુ મંદિરમાં પૂજા કરી હતી. હવે તે રોડ શો કરી રહ્યો છે. તેઓ ત્રીજી વખત લખનૌથી ચૂંટણી લડવાના છે. તેઓ લગભગ 12 વાગે ઉમેદવારી નોંધાવશે.
અમદાવાદથી મુંબઇ જતી વંદે ભારત ટ્રેન અટવાઇ હતી. સુરત રેલ્વે સ્ટેશન પર દરવાજાના ન ખુલતા મુસાફરો રઝળ્યા હતા. દરવાજા ન ખુલતા 1 કલાક સુધી ટ્રેન અટવાઇ હતી. ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા દરવાજા ખુલ્યા જ નહીં. ટ્રેન સ્ટાફ મેન્યુઅલી દરવાજા ખોલવા મજબુર બન્યો હતો. ટ્રેનના સી 14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો.
#Ahmedabad Mumbai Vande Bharat doors glitch at #Surat railway station #Gujarat #TV9News pic.twitter.com/XOkx1oydBL
— Tv9 Gujarati (@tv9gujarati) April 29, 2024
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર સાંસદ સ્મૃતિ ઈરાની આજે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાની લગભગ 12.15 વાગ્યે નોમિનેશન ફાઈલ કરશે.
દેવભૂમિદ્વારકાના રાવલ ગામે રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આખલાએ એક વ્યક્તિને અડફેટે લેતાં તે ઇજાગ્રસ્ત થયો છે. બે આખલા બાખડતા આધેડને અડફેટે લીધા હતા. આધેડને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા છે.
કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની “અજરખ કલા” એક આગવી જ ઓળખ ધરાવે છે. આમ તો આ કલા 5 હજાર વર્ષ પ્રાચીન મનાય છે, પરંતુ કચ્છમાં લગભગ છેલ્લાં 500 વર્ષથી પણ વધુ સમયથી “અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકલા” પર કામ થઈ રહ્યું છે. જો કે, આ કલાની પ્રસિદ્ધિની સાથે તેની નકલ કરવાનું પ્રમાણ પણ બજારોમાં વધ્યું હતું. ત્યારે હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને “જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ” એટલે કે “GI ટેગ” આપવામાં આવ્યું છે.
5,000-old traditional #Kutch Ajrakh gets GI tag#Gujarat #TV9News pic.twitter.com/MyLRf6km5Y
— Tv9 Gujarati (@tv9gujarati) April 29, 2024
સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા હતા. જે દરમિયાન ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય. આ નિવેદન મુદ્દે આગળ બેઠક કરી મનોમંથન કરીશું. ઉલ્લેખનીય છે કે , આ સંમેલનમાં ભરૂચથી વાપી સુધીના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરના ચોટીલા-લીંબડી હાઇવે પર અકસ્માતમાં 2 મોત થયા છે. સાયલા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં ખાબકી છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કચ્છથી પરત ફરતા મહારાષ્ટ્રના પુનાના પરિવારનો અકસ્માત થયો છે. સાયલા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી પાટણમાં સભા ગજવશે. પાટણના પ્રગતિ મેદાનમાં ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરશે. પ્રગતિ મેદાનમાં વિશાળ મંડપ પણ તૈયાર કરાયો છે. રાહુલ ગાંધીની સભામાં પ્રદેશ કોંગ્રેસના નેતા, MLA, INDIA ગઠબંધનના નેતાઓ હાજર રહેશે. આ પહેલા પાટણમાં 2017માં વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. પાટણ લોકસભા માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.
છત્તીસગઢના બેમેટારામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. પીકઅપે કાળિયામાં પાર્ક કરેલી મઝદા કારને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં આઠ લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે 2.30 કલાકે બની હતી. કારમાં 50 જેટલા લોકો સવાર હતા.
જામનગરના ધ્રોલમાં પૂનમ માડમનો રોડ શો અને સભા યોજાઇ. રોડ શો દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે 100થી વધુ યુવાનોની અટકાયત કરી છે. પોલીસ બંદોબસ્ત છતા ક્ષત્રિયો સતત ભાજપ ઉમેદવારનો વિરોધ કરી રહ્યાં છે.
Published On - 7:24 am, Mon, 29 April 24