28 જૂનના મહત્વના સમાચાર : વડાપ્રધાનના નિવાસસ્થાને મોટી બેઠક, સંગઠનમાં-મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારના સંકેત !
આજે 28 જૂન બુધવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 28 જૂન બુધવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
Gujarat News Live: કચ્છ જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની કરાઈ નિમણૂક
કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સહીતના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ છે. નવા હોદ્દેદારોમાં 1 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 1 કોષાધ્યક્ષની નિયુક્તિ કરાઈ છે. કુલ 5 હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. કચ્છ જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ પ્રમુખ દેવજી વરચંદ દ્વારા નવી વરણી કરાઈ છે.
-
Gujarat News Live: ગુજરાતના સૌથી મોટા વ્યાપક ડમીકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ
ગુજરાતના સૌથી મોટા વ્યાપક ડમીકાંડમાં ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રકાશ લાધવા અને હરદેવ લાધવા નામના બંને ડમી ઉમેદવાર સરકારી નોકરી કરી રહ્યા છે. પ્રકાશ લાધવા કોર્ટ ક્લાર્ક તરીકે ગીર ગઢડામાં ફરજ બજાવે છે, જ્યારે હરદેવ લાધવા દાહોદમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. પકડાયેલા બંને ડમી ઈસમોએ 2017માં ડમી તરીકે પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે. વ્યાપક ડમીકાંડમાં પોલીસે અત્યાર સુધી કુલ 64 લોકોની ધરપકડ કરી છે.
-
-
ટીએસ સિંહ દેવને છત્તીસગઢમાં નાયબ મુખ્યમંત્રી બનાવાયા
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજ્ય સરકારના મંત્રી ટીએસ સિંહ દેવને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજની કોંગ્રેસની બેઠકમાં ટીએસ સિંહ દેવે કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસને સરકાર બનાવવાની તક આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં અમે જે પ્રકારનો વિકાસ કર્યો છે તેના આધારે જ ચૂંટણી લડવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી પોતે એક મોટો ચહેરો છે.
-
સોસાયટીના પરિસરમાં પરવાનગી વગર બલિદાન આપવું ખોટું છે – બોમ્બે હાઈકોર્ટ
મીરા રોડના એક એપાર્ટમેન્ટમાં બકરા વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ આપ્યા છે. આવા જ અન્ય એક કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, પરવાનગી વિના સોસાયટીના પરિસરમાં બકરા બલિદાન આપવું સંપૂર્ણપણે ખોટું છે. કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ પ્રશાસનને આવા કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
-
વડાપ્રધાનના નિવાસસ્થાને મોટી બેઠક, સંગઠનમાં-મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારના સંકેત !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને વડાપ્રધાન મોદી સાથે ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ સંગઠન મંત્રી બીએલ સંતોષ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સરકાર અને સંગઠનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ સંગઠનમાં ફેરબદલ અંગે વિચારમંથન બાદ આ બેઠકનું આયોજન કરાયું છે. બેઠકમાં UCC સહિતના મુદ્દાઓ પર રાજકીય ચર્ચા પણ થવાની શક્યતા વ્યકત કરાઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને અત્યાર સુધી થયેલી ચર્ચાઓથી વડાપ્રધાનને અવગત કરાવાશે.
-
-
Gujarat News Live : સાણંદમાં સ્થપાશે દેશનો પ્રથમ સેમી કન્ડક્ટર ચિપનો પ્લાન્ટ, ગુજરાત સરકાર-માઈક્રોન કંપની વચ્ચે થયા MOU
ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદમાં દેશનો પ્રથમ સેમી કન્ડક્ટર ચિપનો પ્લાન્ટ સ્થપાશે. સેમી કન્ડક્ટર ચિપના પ્લાન્ટ માટે ગુજરાત સરકાર અને માઇક્રોન ટેકનોલોજી વચ્ચે સમજૂતી કરાર (MOU) થયા છે. પીએમ નરેન્દ્ર મોદીની તાજેતરની યુએસએ મુલાકાત બાદ, આ પ્રથમ MOU થયા છે. જેમાં માઈક્રોન ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 22,500 કરોડનું રોકાણ થશે.જ્યારે 5,000 લોકોને સીધી નોકરી અને 15,000 લોકોને પરોક્ષ સ્વરૂપે રોજગારી મળશે.
-
ત્રિપુરાના ઉનાકોટીમાં રથયાત્રા દરમિયાન અકસ્માતમાં 6ના મોત, 15 ઘાયલ
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં રથયાત્રા દરમિયાન રથ હાઇ ટેન્શન વીજ લાઇનના સંપર્કમાં આવ્યો હતો. જેના કારણે રથમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.
-
રાજકોટ: જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો
- ગોંડલ શહેરમાં આવેલા 2 બ્રિજની હાલતને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પર હાથ ધરાઇ સુનાવણી
- ઐતિહાસિક બ્રીજની હાલત ખરાબ હોવાની રાજ્ય સરકારે કરી કબૂલાત
- રાજ્ય સરકારે મંગાવેલા એક્સપર્ટ ઓપિનિયન મામલે પણ રિપોર્ટ કર્યો રજૂ
- ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવા પણ કરી દરખાસ્ત
- માત્ર ટુ વ્હીલર માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવે તેવી કમિટીની ભલામણ
- આ બ્રિજને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ સમારકામની જરૂર હોવાનો એક્સપર્ટ ઓપીનીયન રિપોર્ટ
- સમારકામ બાદ પણ દર 15 દિવસે સમયાંતરે બ્રિજનું ચેકિંગ કરવા પણ કમિટીનો અભિપ્રાય
- અગાઉ ગુજરાત હાઇકોર્ટે બ્રીજ મામલે રાજ્ય સરકાર પાસે એક્સપર્ટ ઓપિનિયન મંગાવ્યો હતો
-
રાજસ્થાનના જયપુર ટ્રાન્સપોર્ટ બાળ સુધાર ગૃહમાંથી 15 કિશોર ફરાર
રાજસ્થાનના જયપુરમાં ટ્રાન્સપોર્ટ નગર સ્થિત બાળ સુધાર ગૃહમાંથી 15 કિશોરો દિવાલ તોડીને ભાગી ગયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ કિશોરો છત પાસે ગટરના પાળા પાસે દિવાલ તોડીને નાસી છૂટ્યા છે. તમામ ફરાર કિશોરો પર ચોરી, બળાત્કાર અને પોક્સો કાયદાની કલમો હેઠળ વિચારણા હેઠળ હતા.
-
શિવસેના બિલ્ડિંગ પાસે આદિત્ય ઠાકરેની કાર સાથે બાઇક સવારની ટક્કર
દાદરમાં શિવસેના બિલ્ડિંગ પાસે આજે બુધવારે બપોરે આદિત્ય ઠાકરેની કાર સાથે બાઇક સવારની ટક્કર થઈ હતી. જે સમયે આ ઘટના બની તે સમયે આદિત્ય ઠાકરે શિવસેના ભવનમાં મીટિંગ માટે જઈ રહ્યા હતા. ત્યારે શિવસેના ભવન પાસે પાછળથી આવેલા બાઇક સવારે ટક્કર મારી હતી. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
-
ગુજરાત ATSએ હૈદરાબાદના કોલપટ્ટરમાં બે લોકોની કરી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થયા
Ahmedabad : ગુજરાત ATS ISKPના આતંકી મોડ્યુલના પર્દાફાશ બાદ હવે તેની સાથે સંકળાયેલા લોકોની ઓળખમાં લાગી છે. ATSની ટીમે હૈદરાબાદના (Hyderabad) કોલપટ્ટરમાં બે લોકોની પૂછપરછ કરી. ATSએ જે બે લોકોની પૂછપરછ કરી છે તે લોકો શંકાસ્પદ આતંકવાદીઓના (Terrorist) સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ATSની ટીમે એક કેસમાં સાક્ષીનું નિવેદન નોંધી ફઝીઉલ્લા નામના શખ્સની પૂછપરછ કરી છે. ફઝીઉલ્લા નામનો શખ્સ કોલપટ્ટરમાં મેડિકલ શોપ ચલાવે છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ ATSએ ISKPના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરી સુમૈરા નામની મહિલા સહિત 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.
-
શેરડીના ખેડૂતોને મોદી સરકારની ભેટ, FRPમાં 10 રૂપિયાનો વધારો
મોદી સરકાર દ્વારા શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે શેરડીના વાજબી અને લાભકારી ભાવ (FRP)માં પ્રતિ ક્વિન્ટલ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તે રૂ.305 પ્રતિ ક્વિન્ટલ હતો.
-
દિલ્હીના સાક્ષી હત્યા કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી
રાજધાની દિલ્હીમાં સાક્ષી હત્યા કેસમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. શાહબાદ ડેરી મર્ડર કેસમાં પોલીસે આરોપી સાહિલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે હત્યા કેસ સાથે સંબંધિત 640 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જણાવી દઈએ કે, 30 મેના રોજ રાત્રે લગભગ 8.30 વાગ્યે શાહબાદ ડેરીમાં સાક્ષી નામની છોકરીની ચાકુ મારી અને પથ્થરથી ખરાબ રીતે કચડીને હત્યા કરવામાં આવી હતી.
-
વડોદરાના રામભક્તે બનાવી 108 ફૂટ લાંબી વિશાળ ધૂપસળી
દેશ વિદેશના રામભક્તો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તે રામજન્મ ભૂમિ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ ભવ્ય રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરાના રામ ભક્તે બનાવેલી ભવ્ય અને વિશાળ ધૂપસળીની સુવાસ પ્રસરશે. વ્યવસાયે ખેડૂત અને પશુપાલક એવા વડોદરાના તરસાલીના રામભક્ત વિહાભાઈ ભરવાડે બનાવેલી 108 ફૂટ લાંબી અને સાડાત્રણ ફૂટ પહોળી વિશાળ ધૂપસળી ડિસેમ્બર માસના અંતમાં વડોદરાથી અયોધ્યા સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢી અયોધ્યા ખાતે પહોંચાડવામાં આવશે. આગાઉ આવીજ ત્રણ વિશાળ ધૂપસળી બનાવી ચૂકેલ વિહાભાઈ ભરવાડે જણાવ્યું કે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવવા માટે ગુગળ ધૂપ, ઘી,કોપરાનું છીણ, હવન સામગ્રી ,ગાયના છાણના પાવડર સહિત વિવિધ પ્રકારનીની કુલ 3428 કિલો સામગ્રી વાપરવામાં આવી છે.
-
અમદાવાદ: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે
- દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
- સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- વલસાડ , નવસારી,સુરત અત્યંત ભારે વરસાદની આગાહી
- બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદની આગાહી
- જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી
- ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી
- માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
-
UCCની તરફેણમાં AAP, કહ્યું- ચર્ચા બાદ કાયદો લાગુ કરવો જોઈએ
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC પર આમ આદમી પાર્ટીએ કેન્દ્રને સૈદ્ધાંતિક સમર્થન આપ્યું છે. AAPનું કહેવું છે કે કલમ 44 યુનિફોર્મ સિવિલ કોડની પણ વાત કરે છે. તમામ હિતધારકો સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી જ કાયદાનો અમલ થવો જોઈએ.
-
મુંબઈ: વર્સોવા-બાંદ્રા સી લિન્કનું નામ વીર સાવરકર કરાયું
મુંબઈમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ વીર સાવરકરના નામ પરથી રાખવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીને પત્ર દ્વારા તેમનું નામ બદલવાની વિનંતી કરી હતી.
-
સુરત: ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા
-
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કૌભાંડ
- SGS ઇન્ડિયા કંપનીના મહિલા મેનેજરની કરાઇ ધરપકડ
- મહિલા મેનેજર નીલમ પટેલની ધરપકડ કરી
- અત્યાર સુધીમાં કુલ 7 જેટલા આરોપીની કરાઈ ધરપકડ
- ટેન્ડર ભરવા અને વર્ક ઓર્ડર સહિત બ્રીજની તમામ જવાબદારી મહિલા મેનેજરની હતી
- ખોખરા પોલીસે વધુ તપાસ કરી રહી છે
-
પાકિસ્તાનઃ ખૈબર પખ્તુનખ્વામાં ઘરમાં ઘુસીને ફાયરિંગ, 9ના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે બુધવારે અજાણ્યા બંદૂકધારીઓએ એક ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં એક જ પરિવારના 9 લોકોના મોત થયા છે.
-
Maharashtra Rain: મુંબઈ સહિત મહારાષ્ટ્રના 6 જિલ્લામાં મુશળધાર વરસાદ શરૂ
મુંબઈ: મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આજે (28 જૂન, બુધવાર) સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈ-થાણે અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. રાયગઢ જિલ્લાના પોલાદપુરના અંબેનલી ઘાટ પર રાતથી સવાર સુધીમાં બે વાર પથ્થર ખસવાના સમાચાર છે. જેના કારણે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યના 9 જિલ્લામાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. જેમાં મુંબઈ, થાણે, પુણે, નાસિક, સતારા, રાયગઢ, રત્નાગીરી, કોલ્હાપુર અને પાલઘરનો સમાવેશ થાય છે.
-
રાજ્ય સરકાર અમદાવાદના સાણંદ તાલુકમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ મામલે કરશે MOU
રાજ્ય સરકાર આજે એટલે કે બુધવારે સાંજે સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ મામલે MOU કરશે. જેમાં અમદાવાદના સાણંદ તાલુકમાં માઇક્રોન કંપની સાથે અંદાજીત 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થવાની શક્યતાઓ છે ત્યારે 10 હજારથી વધુ લોકોને રોજગારી મળશે. PMની વિદેશ મુલાકાત બાદ ગુજરાતમાં આ પ્રથમ MOU થશે.
-
17 જુલાઈથી શરૂ થઈ શકે છે ચોમાસું સત્ર, નવા સંસદભવનમાં થશે સત્ર!
સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈ શકે છે. સત્ર 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. નવા સંસદભવનમાં ચોમાસુ સત્ર યોજાઈ શકે છે.
-
કચ્છના ભચાઉ શહેરમાં આખલાઓનો આતંક, આખલા મેડિકલ સ્ટોરમાં ઘૂસી ગયા
kutch : ગુજરાતના મોટા ભાગના શહેરમાં આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખતા આવો જ એક આખલાઓનો આતંક સામે આવ્યુ છે. કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આખલાઓનો આતંક (bull fight) સામે આવ્યો છે. ભચાઉના જય માતાજી ચોક પાસે બે આખલા બાખડયા છે. આખલા મેડિકલ સ્ટોરમાં (Medical Store) ઘૂસી ગયા હતા. આખલાઓના તોફાનના કારણે મેડિકલ સ્ટોર નજીક ઉભેલા એક બાઇક ચાલકને તાત્કાલિક ત્યાંથી ફરાર થઇ જવાની ફરજ પડી હતી. આખલાઓના આતંકની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. વધુ વાંચો
-
કાવડ યાત્રાના રૂટ પર ખુલ્લામાં માંસનું વેચાણ અને ખરીદી ન થવી જોઈએઃ યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપીને કાવડ યાત્રાના રૂટ પર ક્યાંય પણ ખુલ્લામાં માંસ વગેરેનું વેચાણ અને ખરીદી થવી જોઈએ નહીં.
-
Monsoon 2023: હિમાચલમાં ઓરેન્જ એલર્ટ! ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ, પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર
Himachal: ભારતમાં ચોમાસુ બેસી ગયુ છે અનેક રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરુઆતની સાથે જ હિમાચલ પ્રદેશમાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં વરસાદે અનેક જિલ્લાઓમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના ચંદીગઢ-મનાલી હાઇવે પર, તેમજ પંડોહ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનનો પણ ભય છે. તેમજ વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
-
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી
- ભરૂચ,સુરત,વલસાડ,નવસારી,તાપીમાં અતિ ભારે વરસાદ પડશે
- દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલીમાં થશે મેઘમહેર
- ગીરસોમનાથ,રાજકોટ,દ્વારકા,મોરબીમાં ભારે વરસાદની આગાહી
- અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
-
રાજ્યભરમાં LL.B ની પ્રવેશ પ્રક્રિયાનો મામલો, ગુજરાત હાઇકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી
- રાજ્યભરમાં LL.B ની પ્રવેશ પ્રક્રિયાનો મામલો
- ગુજરાત હાઇકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી
- હાઇકોર્ટના વચગાળાના મનાઈ હુકમથી હાલ પ્રવેશ પ્રક્રિયા પર લાગી છે રોક
- કોલેજોના ઇન્સ્પેક્શન નહીં થયા હોવાના મુદ્દે હાઇકોર્ટમાં થઈ છે અરજી
- ઇન્સ્પેક્શનના અભાવે પ્રવેશ પ્રક્રિયા પર અસર પડતી હોવાની કોર્ટમાં થઈ હતી રજૂઆત
- રજૂઆતોના પગલે હાઇકોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપતા હાલ પ્રવેશ પ્રક્રિયા પર લાગી છે રોક
- પ્રવેશ પ્રક્રિયા મામલે આજે ચિત્ર થઈ શકે છે સ્પષ્ટ
-
Monsoon 2023 : નવસારીમાં મોડી રાતથી સતત વરસાદ ચાલુ, નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
Navsari : નવસારી શહેર અને જિલ્લામાં સમગ્ર રાત દરમિયાન મેઘરાજા ધીમીધારે વરસ્યા છે. જિલ્લાના જલાલપોર નવસારી ગણદેવી વાસદા ખેરગામ અને ચીખલીમાં સાર્વત્રિક વરસાદ (Rain) નોંધાયો છે. વાવણી લાયક વરસાદ તથા ખેડૂતોમાં ખુશીનું માહોલ જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ છે.
-
Monsoon 2023: સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, પાણીમાં કાર ફસાતા ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યુ,
Surat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યુ છે. સુરતના લાલગેટ વિસ્તારના મોતી વાલા પરફ્યુમની ગલીમાં વરસાદના કારણે પાણી ભરાતા પાણીમાં કાર ફસાઈ હતી. જેની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.
-
Monsoon 2023: દેશના 20 રાજ્યમાં વરસાદનું એલર્ટ
Monsoon 2023: દેશમાં ચોમાસાએ (Monsoon 2023) દસ્તક આપી દીધી છે. દેશની રાજધાની દિલ્હી (Delhi) સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ છે. આ સાથે જ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ મોટો ઘટાડો થતાં દિલ્હીવાસીઓને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીમાં આજે (બુધવાર) પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં આ રવિવાર સુધી વરસાદની યથાવાત રહેવાની સંભાવના છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33થી 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે.
-
અમરનાથ યાત્રા પહેલા મોકડ્રીલ, તમામ વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી
અમરનાથ યાત્રા પહેલા જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને પોલીસે સાથે મળીને મોકડ્રીલ હાથ યોજી હતી. યાત્રાના કાફલાને સુરક્ષા હેઠળ રવાના કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ તમામ વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
#WATCH | J&K administration and Police jointly held a mock drill ahead of Amarnath Yatra. A Yatra convoy was sent under security. All the arrangements were checked by the officials pic.twitter.com/gUU1OELXwt
— ANI (@ANI) June 27, 2023
-
Monsoon 2023: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Rain Breaking : રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદ ( Gujarat rain) પડી શકે છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ તરફ સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં પણ આગામી 4 દિવસ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે કે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પણ મેઘરાજા ધમરોળી શકે છે.
-
Rajkot: નિત્ય સ્વરૂપસ્વામી સહિત 3 સંતો વિરુદ્ધ એટ્રોસિટી અને રાયોટિંગની ફરિયાદ નોંધાઈ
Rajkot : રાજકોટ જિલ્લાના સરધાર સ્વામિનારાયણ મંદિર પાસેની જમીનના વિવાદમાં દોઢ વર્ષ પહેલાં 2021માં ફળ ફૂલના બગીચાની તોડફોડ અને રાયોટિંગની ઘટનામાં સરધાર મંદિરના નિત્યસ્વરૂપ સ્વામી સહિત 3 સંતો અને અન્ય લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવાની અરજી મુદ્દે કોર્ટે આજીડેમ પોલીસને એટ્રોસીટી,રાયોટિંગની ફરિયાદ નોંધવાનો આદેશ કરતા અંતે નિત્યસ્વરૂપ સ્વામી સહિતના લોકો સામે આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી છે.
Published On - Jun 28,2023 6:26 AM