Gujarat Video: ઉમરગામથી લઈ કચ્છના મુન્દ્રા સુધી વરસાદી માહોલ, રાજ્યના 154 તાલુકામાં વરસાદ
Gujarat Rainfall Report: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યાના 154 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજયમાં વરસાદી વાતાવરણ જામ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર વધારે જોવા મળી રહ્યુ છે.
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યાના 154 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજયમાં વરસાદી વાતાવરણ જામ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર વધારે જોવા મળી રહ્યુ છે. રાજ્યના 13 તાલુકાઓમાં 2 કે તેથી વધુ ઈંચ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ જિલ્લાના મુદ્રામાં સાડા ત્રણ ઈંચ, મોરબીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.
ખેડા જિલ્લાના નડિયાદ અને મહેમદાવાદ જિલ્લામાં પણ વરસાદનુ જોર જોવા મળી રહ્યુ છે. મહેમદાવાદ અને નડિયાદમાં સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો છે. મહુધામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી અને વઢવાણમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તંત્ર આ માટે એલર્ટ મોડમાં છે.