AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

01 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વિશ્વભરમાં વર્ષ 2026નું ભવ્ય સ્વાગત, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરાયુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2026 | 8:47 AM
Share

આજે 01 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

01 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વિશ્વભરમાં વર્ષ 2026નું ભવ્ય સ્વાગત, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરાયુ

LIVE NEWS & UPDATES

  • 01 Jan 2026 08:47 AM (IST)

    આજથી જ STની મુસાફરી થશે મોંઘી

    આજથી જ STની મુસાફરી થશે મોંઘી. ગઇકાલ મધરાતથી ST બસના ભાડામાં વધારો થયો. ST નિગમે નિયમિત ભાડામાં 3 ટકાનો વધારો કર્યો. રાજ્યના 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો. જો કે 9 કિમી સુધીની મુસાફરીના ભાડામાં વધારો નહીં. નવ મહિનામાં બીજીવાર મુસાફરી ભાડામાં વધારો થયો. અગાઉ 28 માર્ચે ભાડામાં 10 ટકાનો વધારો કરાયો હતો.

  • 01 Jan 2026 07:30 AM (IST)

    ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ વહીવટી ક્ષેત્રે ધરખમ ફેરફાર

    ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ વહીવટી ક્ષેત્રે ધરખમ ફેરફાર થયો છે. રાજ્ય સરકારે IAS અને IPS અધિકારીઓને પ્રમોશનની ભેટ આપી. 5 IAS અધિકારીઓ અને 14 IPS અધિકારીઓની બઢતી થઇ. મોના ખંધારની અન્ન, નાગરિક પુરવઠા વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી થઇ. રાજીવ ટોપ્નોની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી થઇ. મુકેશ કુમારની શિક્ષણ વિભાગ માં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી થઇ.

  • 01 Jan 2026 07:28 AM (IST)

    વિશ્વભરમાં વર્ષ 2026નું ભવ્ય સ્વાગત

    વિશ્વભરમાં વર્ષ 2026નું ભવ્ય સ્વાગત થયુ. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યુ. ઓકલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. સિડનીમાં રોશની અને આતશબાજીથી ઝળહળી ઉઠ્યું ઓપેરા હાઉસ.

આજે 01 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jan 01,2026 7:27 AM

g clip-path="url(#clip0_868_265)">