Gujarati Video: આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘાની જમાવટ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં મેઘમહેર જામી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘાની જમાવટ થઈ છે. ધરમપુરમાં એક ઇંચ વરસાદ, નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ક્યાક પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 9:16 PM

Gujarat Rain : વરસાદની આગાહી વચ્ચે આજે સતત બીજા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક ઇંચ વરસાદથી રોડ પર પાણી ભરાયા છે. સ્ટેટ હોસ્પિટલની બહાર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી. નવસારી શહેરમાં સામાન્ય વરસાદથી શાકભાજી માર્કેટ અને રેલવે ગરનાળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તંત્રએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા લોકો પરેશાન થયા.

તો ડાંગ જિલ્લામાં પણ ચોથા દિવસે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ભાવનગરના મહુવા તાલુકાના ભાદરોડ, રોહિસા ચોકડી, રોહિસા બોડા તેમજ ઓથા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ તરફ રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં માધાપર ચોકડી અને 150 ફૂટ રિંગરોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. બીજી તરફ રાજકોટના જેતપુરના વીરપુર,જેતલસર,સાંકળી,સરધારપુર ,પેઢલા,ચાંપરાજપુર સહિતના ગામોમાં વરસાદ પડયો જેને લઈ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.

આ પણ વાંચો  : ગરનાળામાં પાણી ભરાતા લોકો પરેશાન, પાલિકાનો પ્રિ મોન્સૂન પ્લાન ફેલ, જુઓ Video

દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અમરેલીના લાઠી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ પડયો. ધારીના ગીર પંથકના ડાંગાવદર, ખીચા, ખોખરા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. તો બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ધોધમાર વરસાદ પડતાં નદી વહેતી થઈ.

સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. કામરેજ તાલુકામાં ધીમીધારે વરસાદ પડયો. માંગરોળના મહુવા,પલસાણા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો. અમદાવાદના વિરમગામમાં મેઘરાજાનું આગમન થયું. ડુમાણા, હાંસલપુર સોકલી , જુનાપાઘર, રહેમલપુર જખવાડા સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો. વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા.

 ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">