AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત ભાજપના કાર્યકરોની મુંગી વેદનાને વાચા આપતા ધારાસભ્ય, કહ્યું બહારનાને ટિકિટ આપે તો વિરોધ કરો-Video

ભાજપના વરિષ્ઠ ધારાસભ્યે એમ પણ કહ્યું છે કે, જે તે વિસ્તારમાં કામ કરનાર કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. બહારથી આવેલા કાર્યક્ર કે ઉમેદવારને પ્રાધાન્ય આપવું યોગ્ય નથી.” આ નિવેદનથી ભાજપના સ્થાનિક સ્તરે ટિકિટ માટે ચાલી રહેલી દોધાધાડ અને પક્ષમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ પર પ્રકાશ પડ્યો છે.

Breaking News : ગુજરાત ભાજપના કાર્યકરોની મુંગી વેદનાને વાચા આપતા ધારાસભ્ય, કહ્યું બહારનાને ટિકિટ આપે તો વિરોધ કરો-Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2026 | 9:30 AM
Share

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આવા સંજોગોમાં ભાજપના જ ધારાસભ્યે, હજ્જારો કાર્યકરોની મુંગી વેદનાને વાચા આપતુ નિવેદન જાહેરસભામાં કર્યું છે. ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી અનેક કાર્યકરો અને નેતાઓ જોડાયા છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના મૂળ અને જૂના કાર્યકર અને નેતાઓને ટિકિટ નહીં આપવામાં આવે તેવો ડર કાર્યરરોમાં પેસી ગયો છે.

વડોદરામાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં, ધારાસભ્ય યોગેશ પટેલે ટિકિટ વિતરણને લઈને ભાજપના કાર્યકરોની મૂંઝવણ અને શંકાને લઈને સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “જો બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો તેનો વિરોધ કરવો જોઈએ અને જરૂર પડે તો લડત આપવી જોઈએ.” તેમના આ નિવેદનથી ભાજપના અનેક સ્થાનિક કાર્યકરોમાં લાંબા સમયથી ધરબાઈ રહેલી, લાગણી અને વેદનાને વાચા મળી હોવાનું માનવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, જે તે વિસ્તારમાં કામ કરનાર કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. બહારથી આવેલા કાર્યક્ર કે ઉમેદવારને પ્રાધાન્ય આપવું યોગ્ય નથી.” આ નિવેદનથી ભાજપના સ્થાનિક સ્તરે ટિકિટ માટે ચાલી રહેલી દોધાધાડ અને પક્ષમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ પર પ્રકાશ પડ્યો છે.

સાથે સાથે યોગેશ પટેલે કાર્યકરોને સંદેશો આપતા જણાવ્યું કે, “જો કોઈ કાર્યકરને ટિકિટ ના મળે તો મારી સાથે અબોલા ના રાખશો. પાર્ટીને જીતાડવી એ સૌની જવાબદારી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ધારાસભ્ય તરીકે તેઓ પક્ષના સત્તાવાર ઉમેદવારને જીતાડવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશે.

આ નિવેદનને પગલે ભાજપમાં ટિકિટ વિતરણને લઈને આંતરિક ચર્ચાઓ વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક કાર્યકરોને પ્રાધાન્ય આપવાના મુદ્દે આવનારા દિવસોમાં વધુ રાજકીય ઘમાસાણ જોવા મળી શકે છે.

PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર; હવે આ ‘સ્પેશિયલ કાર્ડ’ વગર 2000નો હપ્તો નહીં આવે !

Follow Us
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
g clip-path="url(#clip0_868_265)">